લોકોની ઈસ્લાહ કરતી વખતે રસૂલે કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનો અંદાજ

અમ્ર બિલ મારુફ અને નહી ‘અનીલ મુન્કર (સારા કામોનો આદેશ આપવો અને ખરાબ કામોથી મનાઈ કરવી) એ દીનનો એક મહત્વપૂર્ણ ફરિઝા (ફરજ) છે; પરંતુ ઈન્સાન માટે જરૂરી છે કે જેની ઈસ્લાહ કરવા (સુધારવા) ચાહે છે તેના વિશે તેને જાણકારી હોય અને તેને આ વાતની પણ ખબર હોવી જોઈએ કે ઈસ્લાહ નો કયો તરીકો કઈ જગ્યાએ વધારે અસરકારક અને કારગર સાબિત થશે.

તેથી, જો કોઈ વ્યક્તિ નવો મુસ્લિમ હોય અને ઇસ્લામના અહકામથી અજાણ હોય, તો આવી વ્યક્તિની ઈસ્લાહ કરતી વખતે સખ્તી ન કરવી જોઈએ; કારણ કે તે જહાલત અને નાવાકિફ (અજાણ) હોવાની કારણે ભૂલ કરી રહ્યો છે; બલ્કે તેને શફ્કત અને મહોબત થી દીન ની તાલીમ આપવામાં આવે.

નીચે સીરતે નબવીની બે ઘટનાઓની નકલ કરવામાં આવી રહી છે, જેના થી આ વાત સારી રીતે ખુલી ને સામે આવે છે કે નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ લોકોની ઈસ્લાહ (સુધારણા) કેવી રીતે કરતા હતા.

પહેલી ઘટના એક સામાન્ય માણસ (જે આલિમ નથી) ની ઈસ્લાહ વિશે છે અને બીજી ઘટના આલિમ ની ઈસ્લાહ વિશે છે.

એક દેહાતી ની ઈસ્લાહ નો વાકિ’ઓ

હઝરત અબુ હુરૈરા રદિઅલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે એક ગ્રામીણ નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની મસ્જિદમાં દાખલ થયો.મસ્જિદમાં પ્રવેશ્યા પછી તેણે બે રકાત નમાઝ પઢી, પછી તેણે નીચેના લફ્ઝો થી (શબ્દો થી) દુઆ કરી: હે અલ્લાહ! તું મારા પર અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પર તમારી ખાસ રહેમ ફરમાવો અને અમારા સિવાય બીજા કોઈ પર રહમ ન કરો!

તે દેહાતીની દુઆ સાંભળીને, નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ તેની તરફ ધ્યાન દોર્યું અને તેને ફરમાવ્યું:

તમે એક કુશાદા (વિસ્તૃત)વસ્તુને ખૂબ જ તંગ (સાંકડ) કરી દીધી (એટલે ​​કે અલ્લાહ ત’આલા ની રહેમતશ એ તો ખૂબ જ વિશાળ છે અને સમગ્ર (બધી) મખ્લૂક ને સમાવી શકે છે); પરંતુ તમારી દુઆમાં તમે તેને ફક્ત બે લોકો સુધી મર્યાદિત કરીને તંગ (સાંકડી) કરી દીધી).

પછી તે દેહાતીએ નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને પૂછ્યું: કયામત ક્યારે આવશે? આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે તેને વળતો સવાલ કર્યો: તમે તેના માટે શું તૈયારી કરી છે? તેણે કહ્યું: મેં તેના માટે ન ઘણી નમાઝો પઢેલી છે, ન ઘણા રોજા રાખ્યા છે અને ન બહુ દાન (સદકો ખૈરાત) પણ નથી કર્યું; પરંતુ હું અલ્લાહ અને અલ્લાહના રસૂલ થી મહોબ્બત કરું છું, પછી આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે તેને ફરમાવ્યું: તમે (કયામતના દિવસે) એની સાથે હશો જેના થી તમે મહોબ્બત કરો છો.

જ્યારે સહાબાએ કિરામ રદિ અલ્લાહુ અન્હુમે આ મહાન ફજીલત સાંભળી તો તેઓએ હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમથી ‘અર્ઝ કર્યું (પૂછ્યું): શું અમારી સાથે પણ આવો જ મામલો થશે? (એટલે કે શું આ સવાબ અને ફજીલત અમારા માટે પણ હશે) નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: હાં, તમારી સાથે પણ આવો જ મામલો થશે (એટલે કે તમને પણ આ જ સવાબ અને ફજીલત મળશે).

તે સાંભળીને સહાબા એ કિરામ રદિઅલ્લાહુ અન્હુમ ખૂબ ખૂબ ખુશ થઈ ગયા. આ હદીસને રિવાયત કરવા વાળા, હઝરત અનસ રદિઅલ્લાહુ અન્હુ કહે છે કે મેં સહાબા-એ-કિરામ (રદી અલ્લાહુ ‘અન્હુમ)ને ઇસ્લામ કબૂલ કર્યા પછી અન્ય કોઈ વસ્તુથી એટલા ખુશ થતા જોયા નથી જેટલા તે દિવસે ખુશ થતા જોયા.

રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ થી કયામત વિશે પૂછ્યા પછી, દેહાતીએ કઝા-એ-હજત (પેશાબ-પાખાના)ની જરૂરિયાત અનુભવી, તેથી તેઓ ઊભો થયા અને મસ્જિદના એક ખૂણામાં જઇને પેશાબ કરવા લાગ્યા (કારણ કે તે નવા નવા મુસલમાન થયા હતા. અને તેઓ મસ્જિદના આદાબથી વાકેફ ન હતા).

જ્યારે સહાબા એ કિરામ રદિઅલ્લાહુ અન્હુમે આ જોયું, ત્યારે તેઓ ઝડપથી તેમની તરફ ગયા અને તેમને ખિજવાયા; પરંતુ નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે તેમને ઠપકો આપવાનો ઇનકાર કર્યો અને તેમને ફરમાવ્યું કે તેને છોડી દો; કારણ કે શક્ય છે કે તે જન્નત વાળાઓ માંથી હોય.

જ્યારે તે ગામડીયો તેની જરૂરિયાત થી ફારિગ થઈ ગયો ત્યારે આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે સહાબા એ કિરામ રદિઅલ્લાહુ અન્હુમને તે જગ્યા પર પાણી રેડવાનો હુકમ આપ્યો જ્યાં દેહાતીએ પેશાબ કર્યો હતો, પછી આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે સહાબા એ કિરામ રદિ અલ્લાહુ અન્હુમ થી ફરમાવ્યું:

અલ્લાહ તઆલાએ તમને ફક્ત ઉમ્મતમાં આસાની કરવા વાળા બનાવ્યા છે. તમને તંગી કરવા વાળા નથી બનાવ્યા (તેથી તમારા માટે ઉચિત આ છે કે તમે લોકો પર મહેરબાની અને નરમી કરો).

આ વાકિ’આ પરથી સ્પષ્ટ થઈ ગયું કે જો કોઈ વ્યક્તિ ઈલ્મના અભાવે (ન હોવાના કારણે) ભૂલ કરે તો ઈસ્લાહ કરવા વાળાએ તેની સાથે નમ્રતાથી વર્તવું જોઈએ અને તેની સાથે કડકાઇથી વર્તવું ન જોઈએ.

પછી આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે તે દેહાતી ને બોલાવ્યો અને અત્યંત નરમી અને કરુણા સાથે ફરમાવ્યું:

આ મસ્જિદો અલ્લાહના ઘર છે, આ મસ્જિદો પેશાબ અને ગંદકી માટે નથી બનાવવામાં આવી.

હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે તે ગામડિયા ની એટલી કરુણા અને મહોબ્બતથી ઈસ્લાહ (સુધારણા) કરી કે તે આ ઘટનાને જીવનભર ક્યારેય ભૂલી શક્યો નહીં. તેથી, જ્યારે તે આ ઘટના ને યાદ કરતો, ત્યારે તે લોકોને કહેતો:

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ મારી તરફ આગળ વધ્યા. મારા માં બાપ તેમના પર કુર્બાન થાય. તેમણે ન તો મને કંઈ આડુંઅવળું કહ્યું, ન મને ઠપકો આપ્યો, અને ન મને માર્યો; (તેના બદલે, આપે (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મારી ઈસ્લાહ કરી અને મને ખૂબ જ મહેરબાની અને પ્રેમાળ (મહોબ્બત ની સાથે) રીતે તાલીમ આપી).

એક આલિમની ઈસ્લાહ નો વાકિ’ઓ

એક રિવાયત માં ઉલ્લેખ છે કે એક વખત એક વ્યક્તિએ મસ્જિદમાં કેટલાક લોકોની ઈમામત કરી. નમાઝ પઢતી વખતે, તેણે કિબલા તરફ થૂંકી દીઘું.

જ્યારે આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને આ વાતની જાણ થઈ ત્યારે આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે લોકોને ફરમાવ્યું(કહ્યું): હવે બીજી વખત આ માણસ તમારો ઈમામ ન બને (કારણ કે તેણે મસ્જિદની બેઅદબી કરી).

તે પછી તે વ્યક્તિએ લોકોની ઈમામત કરવાનો ઇરાદો કર્યો; પરંતુ લોકોએ તેને રોકી દીધો અને તેને રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના વાત બતાવી.

જ્યારે તે વ્યક્તિ નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પાસે આવ્યો, તો તેણે આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ થી તેનો ઝિકર કર્યો, આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: હાં (મેં મનાઈ કરી છે). આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે આ પણ ફરમાવ્યું હતું કે: તમે અલ્લાહ અને તેના રસૂલને તકલીફ આપી છે.

આ બે ઘટનાઓ પરથી આપણે સમજીએ છીએ કે લોકો ની ઈસ્લાહ કરવામાં આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનો અંદાજ અને કાર્યશૈલી શું હતી અને આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કેવા ખુબ અંદાજ માં લોકોની ઈસ્લાહ કરતા અને તાલીમ આપતા હતા.

જે માણસ પાસે દીન નો ઈલ્મ હતો આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે સખ્તી થી તેની ઈસ્લાહ કરી કારણ કે તેણે ગફલત અને બેદરકારી નાં લીધે ભૂલ કરી હતી; તેથી, આવી સૂરતમાં સખ્તીની જરૂરત હતી.

જેની પાસે દીન નો ઈલ્મ ન હતો, આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે તેને નરમીથી તેની ઈસ્લાહ કરી; કારણ કે તેણે ઈલ્મના અભાવે ભૂલ કરી હતી.

ખુલાસો આ છે કે નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પોતાના કામ કરવાનાં તરીકા થી સમગ્ર ઉમ્મત માટે ઈસ્લાહ નો તરીકો શીખવ્યો.

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …