ઉહુદ પહાડ નું ખુશી થી ઝૂલતા-ઝૂલતા ડોલવું

صعد النبي صلى الله عليه وسلم جبل أحد ومعه سيدنا أبو بكر رضي الله عنه وسيدنا عمر رضي الله عنه وسيدنا عثمان رضي الله عنه. فرجف أحد (من شدة الفرح بوضع هؤلاء الأجلاء أقدامهم عليه)، فضرب سيدنا رسول الله صلى الله عليه وسلم الجبل برجله وقال: اسكن أحد، فليس عليك إلا نبي وصديق وشهيدان (من صحيح البخاري، الرقم: ٣٦٩٩)

એકવાર રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ઉહુદ પહાડ પર ચઢ્યા અને તેમની સાથે હઝરત અબુબકર રદિઅલ્લાહુ અન્હુ, હઝરત ઉમર રદિઅલ્લાહુ અન્હુ અને હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુ હતા.

તો પર્વત કાંપવા લાગ્યો ( આ મુબારક વ્યક્તિઓએ તેના પર પગ મૂક્યો એનાં આનંદમાં). હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે પોતાના મુબારક પગથી પહાડ ને માર્યો અને તેને સંબોધીને કહ્યું:

“સ્થિર થઈ જા, એ ઉહુદ! કારણ કે તારા પર એક નબી, એક સિદ્દીક અને બે શહીદ છે.”

હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ ની દસ ખાસ ખૂબીઓ

હઝરત અબુ ષૂર રહીમહુલ્લાહ બયાન કરે છે કે તેઓ એકવાર હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુ પાસે આવ્યા.

તે ફરમાવે છે:

મેં હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુ પાસેથી નીચેની વાતો એવા સમયે સાંભળી જ્યારે તેમના વિશે ખોટી વાતો ફેલાવવામાં આવી રહી હતી અને તેમના પર ખોટી ખોટી ટીકા ટિપ્પણી કરવામાં આવી રહી હતી.

હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુએ ફરમાવ્યું:

દસ નેકીઓ છે જે મેં અલ્લાહ ત’આલા ને ત્યાં સુરક્ષિત રીતે મૂકી દીધી છે અને હું તે સારા કામો માંથી દરેક કામ નાં બદલા માં આખિરત માં સવાબ ની ઉમ્મીદ રાખું છું.

(૧) હું ઇસ્લામ કબૂલ કરવા વાળો ચોથો વ્યક્તિ હતો.

(૨) મેં મારા આખા જીવનમાં ક્યારેય પણ જૂઠું નથી બોલ્યો.

(૩) જ્યારથી મેં મારા જમણા હાથ વડે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ થી બૈ’અત કરી ત્યારથી મેં ક્યારેય જમણો હાથ મારી શર્મગાહ પર નથી મૂક્યો.

(૪) જ્યારથી મેં ઇસ્લામ સ્વીકાર્યો છે ત્યારથી એક જુમ’આ પસાર નથી થઇ; કે મેં એક ગુલામને આઝાદ કર્યો છે અને એવું બન્યું કે કોઈ જુમ’આ નાં મારી પાસે આઝાદ કરવા માટે ગુલામ ન હતો, તો મેં પછીથી જરૂર ગુલામ મુક્ત કર્યો છે.

(૫) મેં મારી આખી જીંદગીમાં ક્યારેય ઝિના નથી કર્યા, ન તો ઇસ્લામ સ્વીકાર્યા પહેલા અને ન ઇસ્લામ સ્વીકાર્યા પછી.

(૬) મેં ગઝ્વ-એ-તબુકમાં ઈસ્લામી ફૌજને પોતાના જાતિ પૈસા થી સશસ્ત્ર કર્યું હતું.

(૭) મને રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના સમયમાં કુરાન મજીદ એકત્ર કરવાનું (હિફજ યાદ કરવાનું) સૌભાગ્ય પ્રાપ્ત છે.

(૮) રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે તેમની બેટી ના નિકાહ મારી સાથે કર્યા અને જ્યારે તેનો ઈન્તિકાલ થઈ ગયો ત્યારે આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે તેમની બીજી બેટી ના નિકાહ મારી સાથે કરાવી દીધા.

(૯) મેં મારી આખી જીંદગીમાં ક્યારેય શરાબ (દારૂ) પીધો નથી, ન તો ઇસ્લામ પહેલા કે ન ઇસ્લામ પછી.

(૧૦) મેં મસ્જિદ-એ-નબવીને વિસ્તૃત કરવા માટે (વધારવા માટે) જમીનનો એક ટુકડો ખરીદ્યો હતો, જેના માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે વચન આપ્યું હતું કે જે તેને ખરીદશે તેને જન્નત નસીબ થશે.[1]


[1] من سير أعلام النبلاء ٢/١٥١، تاريخ المدينة ٤/١١٥٦، الإبانة ١/١٤٣، تاريخ ابن عساكر ٣٩/٤٢٤

Check Also

હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ

ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી …