પોતાની બીવી સાથે હિજરત કરનાર પ્રથમ વ્યક્તિ

હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું:‎

إن عثمان لأول من هاجر إلى الله بأهله بعد لوط

બેશક ઉસ્માન તે પેહલા વ્યક્તિ છે જેણે અલ્લાહના રસ્તા માં પોતાની બીવી સાથે ‎હિજરત કરી. નબી ઈબ્રાહીમ અને નબી લૂત (અ.સ.) પછી.‎

બીવી સાથે હિજરત કરનાર પ્રથમ મુસ્લિમ

હઝરત અનસ રદી અલ્લાહુ અન્હુ કહે છે કે હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ તેમની શરિક-એ-હયાત (બીવી), નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ની સાહિબજાદી હઝરત રૂકૈયા રદિ અલ્લાહુ અન્હાની સાથે હબશા તરફ હિજરત કરી.

તેમના હાલતના સમાચાર આવવા માં મોડું થયું, તેથી આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ચિંતા (ફિકર) થઈ; જેથી કરીને આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ મક્કા મુકરમાથી બહાર નીકળતા હતા; કે કદાચ આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ને તેમના વિશે કોઈ ખબર મળી જાય. અંતે એક ઔરત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પાસે આવી અને આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ને તેમના વિશે જાણ કરી.

આ મોકા પર નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું:

બેશક ઉસ્માન તે પહેલા વ્યક્તિ છે જેમણે પોતાની અહલિયા (બીવી) સાથે અલ્લાહ તઆલાના રસ્તામાં હિજરત કરી, નબી લૂત અલયહિસ્સલામ પછી.

એક બીજી રિવાયત માં છે કે જ્યારે હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુએ હબશા ની તરફ હિજરત કરવાનો ઇરાદો કર્યો ત્યારે નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે તેમને ફરમાવ્યું કે તમે રુકય્યાને તમારી સાથે લઈ જાઓ, મને લાગે છે કે તમે બંને એકબીજાને પ્રોત્સાહિત કરશો (હૌસલો વધારશો) અને એકબીજાની મદદ કરશો.

તેમની રવાનગી ના થોડા સમય પછી, નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે હઝરત અબુ બકર રદિ અલ્લાહુ અન્હુની સાહિબઝાદી હઝરત અસ્મા રદિ અલ્લાહુ અન્હાને ફરમાવ્યું કે તેમના વિશે કંઈક માલૂમાત (જાણકારી) હાસિલ કરો. તેમણે તેમની હાલત વિશે પૂછપરછ કરી.

છાનબીન પછી, તેમણે નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને તેમના વાલિદ સાહિબ (પિતા) હઝરત અબુ બકર રદિ અલ્લાહુ અન્હુ સાથે જોયા.

હઝરત અસ્મા રદી અલ્લાહુ અન્હાએ નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને કહ્યું:

હે અલ્લાહના રસુલ! મને ખબર મળી છે કે ઉસ્માન હમણાં સમુન્દર તરફ એવી હાલતમાં મુસાફરી કરી રહ્યા છે કે તેમની અહલિયા (બીવી) રુકય્યા કાઠી વાળા ગધેડા પર બેઠી છે. (કાઠી = જાનવરની પીઠ પર મુકવામાં આવેલ ગાદી)

આ સાંભળીને રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ખુશ થયા અને ફરમાવ્યું:

ઓ અબુબકર! આ દુનિયામાં આ બંને (હઝરત ઉસ્માન અને તેમની અહલિયા મોહતરમા) પહેલા લોકો છે જેમણે અલ્લાહના રસ્તામાં હિજરત કરી; નબી લુત અલયહિસ્સલામ અને નબી ઈબ્રાહીમ અલયહિસ્સલામ પછી.

Check Also

હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ

ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી …