તલાકની સુન્નતો અને આદાબ – ૬

ખુલા’

જો મિયાં બીવી વચ્ચે સમાધાન (સુલહ) શક્ય ન હોય અને શૌહર તલાક આપવાનો ઇનકાર કરે તો બીવી માટે જાઈઝ છે કે તે શૌહરને કંઈક માલ અથવા તેની મહર આપી દે અને તેના બદલે તલાક લઈ લે.

જો શૌહરે હજુ સુધી મહર અદા નથી કરી, તો બીવી શૌહરને કહી શકે છે મને મહર ન આપો અને તેના બદલે મને તલાક (છૂટાછેડા) આપી દો.

આ રીતે જો કોઈ ઔરત તેના શૌહરથી અલગ થઈ જાય તો તેને ‘ખુલા’ કહેવામાં આવે છે.

જ્યારે બીવી શૌહર પાસે થી માલના બદલામાં તલાક માંગે અને શૌહર તેને કહે કે મેં તને માલના બદલામાં છોડી દીધી અથવા મેં મહરના બદલામાં ખુલા કબૂલ કરી લીધા, તો ખુલા સહી થશે અને એક તલાકે બાઈન થઈ જશે.

આ પછી, શૌહર ને રુજૂ’ કરવાનો હક નહીં રહેશે.

ખુલા સહી હોવા માટે શરત આ છે કે બીવી તરફથી માલની પેશકશ (ઓફર) અને શૌહર તરફથી કબૂલ કરવું બંને એક જ મજલીસમાં હોવું જોઈએ.

અંતે જો શૌહરે એ જ મજલીસમાં ખુલા કબૂલ ન કર્યા; બલ્કે, તેણે બીજી મજલીસમાં કબૂલ કર્યા અથવા શૌહર કબૂલ કરે તે પહેલાં બીવી મજલીસમાંથી ઉઠી જાય, તો બંને સૂરતોંમાં ખુલા સહી રહેશે નહીં.

ખુલા’ અંગે શરિયતનો ચુકાદો

ખુલા’ અંગે શરીયતનો ચુકાદો આ છે કે જો નિકાહના હકો ની ખિલાફ-વર્ઝી બીવી તરફથી કરવામાં આવે તો આ સુરતમાં શૌહર માટે જાઈઝ રહેશે કે તે પોતાના મહર ની માંગણી કરે. શૌહર માટે મહરની રકમ કરતાં વધુ રકમ ની માંગણી કરવી મકરૂહ-એ-તન્ઝીહી છે.

જો નિકાહના હકો ની ખિલાફ-વર્ઝી શૌહર તરફથી હોય, તો આ કિસ્સામાં શૌહર માટે બીવી પાસે કંઈપણ માંગવું જાઈઝ રહેશે નહીં અને તે મકરૂહ-એ-તહરીમી છે.

ફક્ત શૌહર ખુલા’ આપી શકે છે; જેથી કરીને, જો બીવી કોર્ટમાં કેસ કરે અને કાઝી સાહેબ પાસે ખુલા’ નો ફેંસલો માંગે, તો કાઝી સાહેબ શૌહર વગર ખુલા’ નો ફેંસલો નથી કરી શકતા.

જો કાઝી સાહેબ શૌહર વગર ખુલા’ નો ફેંસલો કરે તો ખુલા’ માન્ય રહેશે નહીં.

Check Also

દુઆની સુન્નતો અને આદાબ – ૫

(૧) દુઆની શરૂઆતમાં, અલ્લાહ તઆલાની હમ્દ-ઓ-સના (પ્રશંસા) કરો અને તે પછી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ …