નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ના ખાસ સહાબી

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું:

لكل نبي رفيق في الجنة، ورفيقي فيها عثمان بن عفان (سنن ابن ماجه، الرقم: 109)

જન્નત માં દરેક પયગમ્બરનો એક રફીક (સાથી) હશે અને મારો રફીક (જન્નતમાં) ઉસ્માન બિન અફ્ફાન હશે.

જન્નતમાં કૂવો ખરીદવું

જ્યારે સહાબા એ કિરામ રદિઅલ્લાહુ અન્હુમ હિજરત કરીને મદીના મુનવ્વરા પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે મદીના મુનવ્વરા માં જે પાણી હતું તે થોડું કડવું હતું, તેથી તે પીવું તેમના માટે મુશ્કેલ હતું.

જો કે, ત્યાં મીઠા પાણીનો એક કૂવો હતો, જેનું નામ “બિરે રુમા” હતું અને તે એક યહૂદીની માલિકી માં હતો. તે યહૂદી તે કૂવાનું પાણી સહાબા એ કિરામ રદી અલ્લાહુ અન્હુમને વેચતો હતો.

રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે સહાબા એ કિરામ રદિ અલ્લાહુ અન્હુમને પૂછ્યું:

કોણ છે જે “બીરે રુમા” ખરીદે અને તેને મુસ્લિમો માટે વકફ કરી દે; જેથી તે કૂવામાંથી પાણી કાઢવામાં અન્ય મુસલમાનોની બરાબર થઈ જાય અને તેના બદલામાં તેને જન્નતમાં કૂવો મળશે?

હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ એ યહૂદી પાસે ગયા જે કૂવાનો માલિક હતો અને તેની પાસેથી “બિરે રૂમા” ખરીદવાની પેશકશ કરી. તેણે આખો કૂવો વેચવાની ના પાડી અને ફક્ત અડધો કૂવો બાર હજાર દિરહમમાં વેચ્યો. હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુએ બાર હજાર દિરહમ ચૂકવ્યા અને તે કૂવો મુસલમાનો ને વકફ કરી દીધો.

પછી હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુએ તે યહૂદીને કહ્યું:

જો તમે ઇચ્છો તો, આપણે આ કૂવામાં બે ડોલ લટકાવે; (જેથી આપણે બંને એક સમયે તેનું પાણી વાપરી શકે) અથવા જો તમે ઇચ્છો તો, હું એક દિવસ તેનું પાણી વાપરું અને બીજા દિવસે તમે તેનું પાણી વાપરો.

યહૂદીએ જવાબ આપ્યો:

હું બીજી સૂરત ને પસંદ કરું છું, મતલબ કે આપણે વારી વારી તેનો ઉપયોગ કરશું.

તે પછી, જે દિવસે હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુનો વારો હતો, ત્યારે સહાબા-એ-કિરામ રદિ અલ્લાહુ અન્હુમ તે કૂવા પર આવતા અને એટલું પાણી ખેંચતા કે તે બે દિવસ માટે પૂરતું થઈ જતુ હતું.

જ્યારે તે યહૂદીએ જોયું કે હવે મુસ્લિમો પાણી નથી ખરીદતા, ત્યારે તેણે હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુને કહ્યું કે તમે મારો કૂવો બરબાદ કરી નાખ્યો (કારણ કે હવે કોઈ પણ પાણી ખરીદવા નથી આવતું) તમે મારી પાસે થી બાકીનું અડધો કૂવો પણ કેમ નથી ખરીદી લેતા?

છેવટે, હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુએ બાકીનો અડધો પણ આઠ હજાર દિરહમમાં ખરીદી લીધો અને તેને મુસલમાનો માટે વકફ કરી દીધો.

Check Also

હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ

ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી …