سئلت سيدتنا عائشة رضي الله عنها: من سمّى عمرَ الفاروقَ؟ قالت: النبي صلى الله عليه وسلم (الطبقات الكبرى ٣/٢٠٥)
એકવાર હઝરત આયશા રદી અલ્લાહુ અન્હાને પૂછવામાં આવ્યું: હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હુને “અલ-ફારૂક”નું બિરુદ કોણે આપ્યું? તેમણે જવાબ આપ્યો: આ લકબ તેમને હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે આપ્યુ હતું.
હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુનુ જીંદગીની છેલ્લી ઘડીમાં નેકી નો હુકમ કરવું
જે સવારે હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુને ભાલો મારવા માં આવ્યો, તો એક નવજવાન તેમની પાસે આવ્યો અને તેમને કહ્યું:
એ અમીર-ઉલ-મોમીનીન! તમને અલ્લાહ તઆલા તરફથી ખુશ ખબરી થાય. તમે હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના સહાબી છો, અને તમે એવા લોકોમાંથી છો જેવો શુરુ શુરુ માં ઈસ્લામ માં દાખલ થયા હતા પછી તમને ખલીફા બનાવવામાં આવ્યા હતા અને તમે તમારા સંપૂર્ણ ખિલાફતના જમાના માં પુરેપુરા ‘અદ્દલ-ઓ-ઇન્સાફ’ સાથે હુકુમત કર્યી, અને હવે તમે શહાદત નાં દરજા પર પહોંચી ને આ દુનિયા થી વિદાય લઈ રહ્યા છો.
હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુએ તેમની વાત સાંભળીને ફરમાવ્યું:
મારી ખ્વાહિશ છે કે આ બધી વાતોને લીધે (જે તમે બયાન કર્યી) મારો મામલો બરાબર થઈ જાય, ન તો મને કોઈ વસ્તુ માટે સવાબ મળે અને ન તો મને કોઈ વસ્તુ માટે સજા મળે (એટલે કે હું આ વાતથી ખુશ થઈશ કે મારા બધા સારા આમાલ મારી કમજોરી ઓ અને કોતાહી ઓ નો બદલો થઈ જશે. અને મારા માટે મારી ખિલાફ અથવા મારી તરફેણમાં કોઈ ચીજ બાકી ના રહે ફક્ત અલ્લાહ તઆલાને ત્યાં મારી નજાત થઈ જાય).
જ્યારે તે યુવાન પાછો જવા લાગ્યો ત્યારે હઝરત ઉમર રદિઅલ્લાહુ અન્હુએ જોયું કે તેનો પાયજામા ઘૂંટી (તખના) થી નીચે છે અને જમીન ની સાથે લાગી રહ્યો છે. હઝરત ઉમર રદિઅલ્લાહુ અન્હુએ તરત જ તેમને પાછા બોલાવવાનો હુકમ આપ્યો.
જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેમણે ફરમાવ્યું:
ઓ મારા ભત્રીજા! તમારી ઇજાર ને ઉપર ઉઠાવો (સુન્નત મુજબ તેને ઘૂંટી (તખના) થી ઉપર પહેરો). આનાથી તમારા કપડા સ્વચ્છ રહેશે અને તમારું આ અમલ તકવાનું નિમિત્ત બની જશે.