નાજાઈઝ ઉમુર (કાર્યો) પર આંખ આડા કાન કરવું એ નબવી અખલાક માંથી નથી

શેખુલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહીમહુલ્લાહએ એકવાર ઈર્શાદ ફરમાવ્યું:

એક વાત બહુ ધ્યાનથી સાંભળો, ભલે તેને વસીયત સમજો.

આજે અસર પછીની મજલીસમાં (તેમાં જે કિતાબ સાંભળવા માં આવે છે) ખુલકે હસન (સારા અખ્લાક) નો વારંવાર ઝિકર (ઉલ્લેખ)આવ્યો, મને આ અંગે એક નસીહત કરવી છે.

નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમના અખ્લાક, તો જગા જગા પર કુરાન શરીફે ખુદ બયાન ફરમાવ્યા છે. ખુદ હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ નું પોતાનું ફરમાન છે:

بعثت لأتمم مكارم الأخلاق

 મારી બે’સત (પયગમ્બર તરીકે મોકલવાનો અમલ) મકારીમ-એ-અખ્લાક (સારા અખ્લાક) ની જ તાલીમ-ઓ-તકમીલ માટે થઈ.

ખુલકે હસન (સારા અખ્લાક) આ નથી કે કોઈને ટોકવા માં ન આવે, જુએ કોઈ ગમે તે કરતો રહે.

આજે લોકોની હાલત એવી છે કે જો તેઓને કોઈ નાજાઈઝ વાત પર ઠપકો આપવામાં આવે, જેમ કે દાઢી કપાવવા પર, તો તેઓ કહે છે, આ જ છે અખ્લાક, હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનો અખ્લાક આવા જ હતા; જાણેકે તેઓ એવું સમજે છે કે હુસ્ન-એ-ખુલ્ક આ છે કે કોઈ મુનકર (ખરાબ,ગુનાહ ની વાત) પર ટોકવા માં ન‌‌‌ આવે. (મલફુઝાતે શૈખ, પેજ નં-૨૭)

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …