સવાલ– કુલ્લી કરવા બાદ પાણીનાં થોડા ટીપાં (બે અથવા ત્રણ ટીપાં) મારા મોં નાં અંદર બાકી રહી જાય છે. જો હું તે પાણીને ભૂલથી ગળી જાવું, તો શું મારો રોઝો બાતિલ થઈ જશે? અથવા જો હું તેને જાણી જોઈને ગળી જાવું, તો શું મારો રોઝો બાતિલ થઈ જશે?
જવાબ- ફુકહાએ કિરામે પાણીનાં આ સામાન્ય મિકદારનો એતેબાર નથી કર્યો, તેથી તમારો રોઝો નહી ટૂટશે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા