મજલિસો (સભાઓ) ની ઝીનત

عن ابن عمر رضي الله عنهما قال قال رسول الله صلى الله عليه وسلم زينوا مجالسكم بالصلاة علي فان صلاتكم علي نور لكم يوم القيامة.رواه الديلمي (القول البديع، صـ ٢٧٨)

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ અલ્લાહુ અન્હુમા) થી રિવાયત છે કે, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “મારા ઊપર દુરૂદ મોકલી પોતાની મજલિસો ને ઝીનત આપો(ખૂબસૂરત બનાવો). એટલા માટે કે તમારૂ દુરૂદ તમારા માટે કયામત ના દિવસે નૂર નું કારણ બનશે.

વધારે પ્રમાણમાં દુરૂદ શરીફ પઢવાની બરકત

હઝરત સઅદ ઝનજાનીએ (અલ્લાહ એમના પર રહમ કરે) એક વખતે આ વાકિઓ બયાન કર્યો કે, મિસર માં અબૂ સઈદ ખય્યાત નામનો એક ઝાહિદ(પરહેઝગાર) માણસ હતો. તેવણ લોકો ની સાથે મેલ-મિલાપ રાખતા ન હતા. અને લોકોની મજલિસો માં હાજરી આપતા ન હતા(એકાંતમાં રેહવાનુ પસંદ કરતા હતા).

થોડા દિવસો પછી લોકોએ જોયું કે તેઓ પાબંદીથી ઈબ્ને રશીક (અલ્લાહ એમના પર રહમ કરે) ની મજલિસ માં હાજરી આપી રહ્યા છે, તો લોકોએ તેવણને આશ્ચર્યથી પુછ્યું કે શું માજરો છે?

તેવણે જવાબ આપ્યો કે, “મેં સ્વપ્નમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઝિયારત કરી, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મને ફરમાવ્યુ, ઈબ્ને રશીક ની મજલિસ માં શરીક થાઓ, કારણકે તેઓ મારા ઊપર વધારે પ્રમાણમાં દુરૂદ મોકલે છે. (કવલુલ બદીઅ, પેજ નંબર:૧૩૧)

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=5967 & http://whatisislam.co.za/index.php/durood/item/379

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...