بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ
وَالۡعَصۡرِ ۙ﴿۱﴾ اِنَّ الۡاِنۡسَانَ لَفِیۡ خُسۡرٍ ۙ﴿۲﴾اِلَّا الَّذِیۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَتَوَاصَوۡا بِالۡحَقِّ ۬ۙوَتَوَاصَوۡا بِالصَّبۡرِ﴿۳﴾
તર્જુમોઃ- અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.
સોગંદ છે જમાનાના (૧) બેશક, માણસ (વખતને) વ્યર્થ વેડફવાનાં કારણે ઘણાં નુકસાન છે (૨) તે લોકોનાં સિવાય જેઓ ઈમાન લાવ્યા અને સારા કામો કર્યા, તેમજ એક બીજાને સત્ય (એટલે દીનની વાત પર કાયમ રેહવા)ની તાકીદ કરતા રહ્યા તેમજ માંહોમાંહે ઘીરજની તાકીદ કરતા રહ્યા, (તેઓ નુકસાનમાં નથી) (૩)
તફસીર
وَالۡعَصۡرِ ۙ﴿۱﴾ اِنَّ الۡاِنۡسَانَ لَفِیۡ خُسۡرٍ ۙ﴿۲﴾
સોગંદ છે જમાનાના (૧) બેશક, માણસ (વખતને) વ્યર્થ વેડફવાનાં કારણે ઘણાં નુકસાન છે (૨)
આ એક ઘણી નાની સૂરત છે પણ આ સૂરતનો લેખ ઈન્સાનનાં માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેનાં લેખની મહત્તવતાનો અંદાજો આ વાતથી સારી રીતે લગાવી શકાય કે સહાબએ કિરામ (રદિ.)માં બે સહાબીઓ એવા હતા કે જેવણે એક-બીજા સાથે આ નક્કી કર્યુ હતુ કે જ્યારે પણ તેઓ એક-બીજા સાથે મળશે, તો આ સૂરતનો લેખ એક-બીજાને પઢીને યાદ દેવડાવશે.
ઈમામ શાફિઈ (રહ.) આ સૂરતની વ્યાપકતા અને મહત્તવતા બયાન કરતા વેળા ફરમાવે છે કે અગર આ સુરતનાં વગર કુર્આન શરીફમાંથી બીજી કોઈ સૂરત નાઝિલ ન થતે, તો આ જ સૂરત આખી ઉમ્મતની હિદાયત માટે કાફી થઈ જતે.
અગર આપણે આ સૂરતની શરૂઆતમાં ધ્યાન કરીએ જેમાં જમાનાની કસમ ખાવામાં આવી છે અને આ લેખોને જોયે જે તેનાં બાદ બયાન કરવામાં આવ્યા છે, તો આપણને તેનાં દરમિયાન ખૂબજ ઊંડો જોડ(રબ્ત) દેખાશે. પેહલા અલ્લાહ તઆલાએ જમાનાની કસમ ખાઘી છે પછી ઈન્સાનનાં વિષે બયાન કર્યુ છે કે તે ઘણાં મોટા નુકસાનમાં છે. આ આયતથી અલ્લાહ તઆલાએ ઈન્સાન પર સ્પષ્ટ કરી દીઘુ કે અગર તે પોતાને નુકસાન અને ખોટથી બચાચા ચાહતો હોય, તો તેનાં પર જરૂરી છે કે તે પોતાનાં “સમય” ની કદર કરે. જે અસલમાં તેનાં જીવનનો વાસ્તવિક સરમાયો છે.
હકીકત આ છે કે જે માણસ પોાતનાં સમયની કદર કરે, તો તે પોતાનાં જીવનમાં અણગણિત નફાવો અને ફાયદાવો હાસિલ કરી શકે છે અને પોતાનાં સરમાયા(કુંજી)થી ઘણો નફો ઉઠાવી શકે છે. તેનાં બરખિલાફ જે માણસ પોતાનો સમય બરબાદ કરે તો તે પોતાનો સરમાયો(કુંજી) ગુમાવી દેશે અને ખૂબ નુકસાન ઉઠાવશે.
માલો-દૌલતમાંથી ઈન્સાનની પાસે વિભિન્ન સરમાયા(કુંજી) હોય છે. પણ સમય અને બીજા સરમાયા(કુંજી)નાં વચ્ચે મોટો ફરક આ છે કે બીજા સરમાયા(કુંજી) અગર બરબાદ થઈ જાય તો તેને ફરીથી હાસિલ કરવુ શક્ય છે પણ અગર સમય બરબાદ થઈ જાય તો તેને ફરીથી હાસિલ કરવુ શક્ય નથી. ઈન્સાન જે કંઈ પણ હાસિલ કરવા ચાહે ભલે વર્તમાન પરિસ્થિતિમાં હોય અથવા ભવિષ્યમાં હોય. તેનાં માટે જરૂરી છે કે તે તેને સમયનાં અંદરજ હાસિલ કરે અને સમયની ખાસિયત આ છે કે તે કોઈનો પણ ઈન્તેજાર(પ્રતિક્ષા) નથી કરતો, બલકે તે હંમેશા ચાલતો રહે છે. તેથી ઈન્સાનને જોઈએ કે તે પોતાનાં સમયની કદરદાની કરે.
وَالۡعَصۡرِ ۙ﴿۱﴾ اِنَّ الۡاِنۡسَانَ لَفِیۡ خُسۡرٍ ۙ﴿۲﴾
સોગંદ છે જમાનાના (૧) બેશક, માણસ (વખતને) વ્યર્થ વેડફવાનાં કારણે ઘણાં નુકસાન છે (૨)
હદીષ શરીફમાં વારિદ છે કે દરેક માણસ સવારનાં ઉઠે છે, તો તે પોતાને વેચે છે એટલે જો તે પોતાનાં નેક આમાલ કરવામાં ઉપયોગ કરે, તો તે પોતાને નેક આમાલનાં દ્વારા પોતાને વેચશે અલ્લાહ તઆલાથી સવાબ અને જન્નત ખરીદવા માટે અને જો તે પોતાનો સમય ખરાબ આમાલ કરવામાં ઉપયોગ કરે, તો તે પોતાને ખરાબ આમાલનાં દ્વારા વેચશે અઝાબ અને જહન્નમ ખરીદવા માટે.
તેથી આ દરેક ઈન્સાન પર સ્થગિત (મૌકૂફ) છે કે તે વીચારે અને નિર્ણય કરે કે તે પોતાનાં માટે શું ચાહે છે. શું તે પોતાનાં માટે દુનિયા અને આખિરતમાં ભલાઈ ચાહે છે અથવા તે પોતાનાં માટે દુનિયા અને આખિરતમાં હલાકત તથા બરબાદી ચાહે છે.
સમય એક મોટી દોલત છે, આ દૌલત બીજી દૌલતોની જેમ નથી, બીજી દૌલતો જેવી રીતે કે સોનુ, ચાંદા અને રૂપીયા પૈસા વગૈરહને તીજોરીમાં સુરક્ષિત રાખવુ શક્ય છે, જ્યારે કે ઈન્સાન સમયની દૌલતને પોતાની તીજોરીમાં સુરક્ષિત નથી રાખી સકતો .
તેથી ઈન્સાનને સમજવુ જોઈએ કે સમયની વાસ્તવિકતા બરફની જેમ છે. બરફ ગરમીમાં દરેક ક્ષણે પિગળતો જાય છે, એવીજ રીતે ઈન્સાનનાં જીવનનો સમય દરેક ક્ષણે ઘટતો રહે છે.
તેથી આ સૂરતનો સંદેશો આ છે કે દરેક ઈન્સાન પોતાનાં કીંમતી સમયની કદર કરે અને તેને ફાયદા કારક કામોમાં ઉપયોગ કરે.
મરવા વાળો ઈન્સાન પણ આરઝુ કરેશે કે તેને હજી વધારે સમય આપવામાં આવે. જેથી કે તે કંઈક હજી વધારે આમાલ કરી શકે. પણ તેને એક ક્ષણ પણ વધારે આપવામાં નહી આવશે. તેથી ઈન્સાન જે કઈં કરવા ચાહે, તેને જોઈએ કે તે જીવનનાં સિમિત સમયનાં અંદર કરી લે.
મતલબ એ કે ઈન્સાન પોતાનાં જીવનનાં દરેક ક્ષણની કદર કરે અને પોતાનાં સમયને કદાપી બરબાદ ન કરે.
اِنَّ الۡاِنۡسَانَ لَفِیۡ خُسۡرٍ ۙ﴿۲﴾اِلَّا الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ
બેશક, માણસ (વખતને) વ્યર્થ વેડફવાનાં કારણે ઘણાં નુકસાન છે (૨) તે લોકોનાં સિવાય જેઓ ઈમાન લાવ્યા અને સારા કામો કર્યા.
આ સૂરતમાં અલ્લાહ તઆલા ફરમાવે છે કે તે લોકો જે ઈમાન નથી લાવ્યા તેઓ ખોટમાં છે એટલે તેઓએ પોતાનાં જીવનનાં સરમાયા(સમય) ને વેડફી નાંખ્યો. તેથી તેઓ અસફળતા અને ખોટમાં છે. હવે જરૂરી સવાલ આ છે કે ઈન્સાન પોતાનાં જીવનનાં સિમિત સમયમાં કેવી રીતે ભલાઈઓ હાસિલ કરી શકે છે? અલ્લાહ તઆલા તેનો જવાબ આપી રહ્યા છે કે અગર ઈન્સાન ચાર વસ્તુઓમાં પોતાનાં જીવનનો સમય ઉપયોગ કરે તો તે સંપૂર્ણપણે પોતાનો કીંમતી સરમાયાવોથી (સમયથી) ફાયદો હાસિલ કરી શકશે અને દુનિયા અને આખિરતની ભલાઈઓથી ફાયદો ઉઠાવી શકે છે.
તે ચાર કામ આ છેઃ (૧) ઈમાન લાવવુ, (૨) નેક આમાલ કરવુ અને ગુનાહોથી બચવુ, (૩) એક બીજાને અચ્છાઈ અને નેકીની તરગીબ આપવી, (૪) એક બીજાને બુરાઈથી બચતા રેહવાની નસીહત કરવુ.
اِنَّ الۡاِنۡسَانَ لَفِیۡ خُسۡرٍ ۙ﴿۲﴾اِلَّا الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ
બેશક, માણસ (વખતને) વ્યર્થ વેડફવાનાં કારણે ઘણાં નુકસાન છે (૨) તે લોકોનાં સિવાય જેઓ ઈમાન લાવ્યા અને સારા કામો કર્યા.
પેહલુ કામઃ
પેહલી વસ્તુ આ છે કે ઈન્સાન ઈમાન લાવે. ઈમાન લાવવા વાળાની મિસાલ એવા માણસનાં જેવી છે જેની પાસે એક જમીન છે. તે જમીનમાં તે ફળ, ફૂલ, ફળદાર ઝાડ અને પ્રકાર પ્રકારનાં છોડવાઓ અને શાકભાજીઓ ઊગાવી શકે છે. પછી તે જમીનનાં ઉત્પાદનમાંથી ખુબ ફાયદાવો હાસિલ કરી શકે છે. પણ આ ફાયદાવોને હાસિલ કરવા માટે પેહલી શર્ત આ છે કે તે જમીન હાસિલ કરે, જમીનનાં વગર ન તો તે કોઈ ઝાડ લગાવી શકે છે અને ન કોઈ વસ્તુની ખેતી કરી શકે છે.
અગર કોઈ ગૈર મુસ્લિમ પોતાનાં જીવનમાં કોઈ સારા આમાલ કરે. જેવી રીતે કે સદકા તથા ખૈરાતનું કામ કરે, ગરીબો અને મિસ્કીનો પર રહમ કરીને તેમની મદદ કરે, પણ જ્યારેકે તે ઈમાનની દૌલતથી ખાલી છે. તેથી તેને આખિરતમાં આ બઘા સારા આમાલનો કોઈ બદલો નહીં મળશે. હાં, દુનિયામાં જેટલુ ખૈરો ભલાઈનું કામ તેણે કર્યુ તેનો સારો બદલો તેને દુનિયામાં જ આપી દેવામાં આવશે. તેનાંથી ખબર પડી કે ઈમાન અલ્લાહ તઆલાની સૌથી મોટી નેઅમત છે અને દરેક પ્રકારનાં વિકાસની કુંજી છે. તેથી ઈન્સાનનાં માટે સફળતા હાસિલ કરવા માટે સૌથી પેહલું કામ “ઈમાન લાવવુ” છે.
જ્યારે આપણને ખબર પડી ગઈ કે “ઈમાન” દરેક પ્રકારની સફળતાની ચાવી છે અને અલ્લાહ તઆલાની સૌથી મોટી દૌલત છે, તો આપણને જોઈએ કે પોતાનાં ઈમાનની કદર કરે અને તેની હિફાઝત કરે. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ભવિષ્ય વાણી ફરમાવી કે એક જમાનો એવો આવશે કે ઈન્સાન એક દિવસ અથવા એક રાતમાં પોતાનું ઈમાન ગુમાવી દેશે. રસુલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે ઈન્સાન સવાર ગુજારશે મોમિન હોવાની હાલતમાં અને સાંજનાં કાફિર થઈ જશે. એવીજ રીતે સાંજને ગુજારશે મોમિન હોવાની હાલતમાં અને સવારનાં કાફિર થઈ જશે અને તે દુનિયાની સામાન્ય જેવી વસ્તુનાં બદલે પોતાનું દીનો ઈમાન વેચી દેશે. (મુસ્લિમ શરીફ)
ઘણાં બઘા આમાલ એવા છે જે ઈન્સાનને મહરૂમ કરી શકે છે ઉદાહરણ તરીકેઃ હરામ કારી, ગુનાહોંને કરવુ, ખરાબ લોકોની સંગાત, શરાબ પીવુ, વ્યાજ ખાવુ, જુગાર રમવુ, ટીવી અને ઈન્ટરનેટ વગૈરહ પર હરામ ફોટાવો વગૈરહ જોવુ. જ્યારે ઈન્સાન આ બુરાઈયો અને ગુનાહોંમાં સપડાય જશે, તો તેનુ ઈમાન કમઝોર થઈ જશે અને ઘીર ઘીરે તે દીનથી ઘણો દુર ચાલી જશે અને તેને ગૈર મુસ્લિમોનાં તૌર તરીકાવો વધારે પસંદ આવવા લાગશે. એવા માણસનાં વિષે ઘણો વધારે ખતરો હોય છે કે તે ગૈર મુસ્લિમોનાં ઘર્મ (મઝહબ)ને અપનાવી લેશે અને ઈસ્લામથી નિકળી જશે. (અલ્લાહ પાક હિફાઝત ફરમાવે)
اِنَّ الۡاِنۡسَانَ لَفِیۡ خُسۡرٍ ۙ﴿۲﴾اِلَّا الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ
બેશક, માણસ (વખતને) વ્યર્થ વેડફવાનાં કારણે ઘણાં નુકસાન છે (૨) તે લોકોનાં સિવાય જેઓ ઈમાન લાવ્યા અને સારા કામો કર્યા.
બીજુ કામઃ
ઈમાન બાદ જે વસ્તુમાં ઈન્સાને પોતાનો સમય ઉપયોગ કરવુ જોઈએ તે “નેક આમાલ” છે, તેમાં કોઈ શક નથી કે “ઈમાન” સૌથી મહાન દૌલત છે. પણ ઈમાનનું સંપૂર્ણ ફળ તેજ સમયે જાહેર થશે, જ્યારે નેક આમાલને ઈમાનની સાથે જોડી દેવામાં આવે, કારણકે ઈન્સાન પોતાનાં જીવનમાં જે પણ નેક આમાલ કરે તો તે નેક આમાલ તેને દીન પર કાયમ રાખશે અને તેનાં ઈમાનને મજબૂત કરશે.
અલ્લાહ તઆલાએ સુરએ મોમિનૂનની શરૂઆતી આયતોમાં જન્નતવાળાનાં ગુણોનો તઝકિરો કરતા વેળા ઈરશાદ ફરમાવ્યુ છેઃ
قد أفلح المؤمنون
બેશક ઈમાનવાળા કામયાબ છે.
પછી અલ્લાહ તઆલાએ ઈમાન વાળાઓનાં તે આમાલે સાલિહા(સારા ગુણો) નો ઝિકર કર્યો છે જેનાં પર તે પોતાની જીંદગી માં પાબંદ રેહતે, જેવી રીતે કે નમાઝની પાબંદી, ઝકાતની અદાયગી, બેકાર વાતોથી બચવુ, શર્મ ગાહોની હિફાઝત અને વાયદાને પૂરૂ કરવુ વગૈરહ.
ઈમાન વાળાઓનાં નેક આમાલનો ઝિકર કરવા બાદ અલ્લાહ તઆલાએ સ્પષ્ટ રીતે ફરમાવ્યુ છે કે જે લોકો તે નેક કામોને પૂરા કરશે, તે જન્નતુલ ફિરદૌસ (જન્નતમાં સૌથી ઉચ્ચ સ્થાન) માં દાખલ થશે.
હદીષ શરીફમાં વારિદ છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ છે કે “જે ઔરત પાંચ વખતની નમાઝ પઢશે, રમઝાનનાં રોઝા રાખશે, પોતાની શર્મગાહની હિફાઝત કરશે અને પોતાનાં શૌહરની ઈતાઅત કરશે, તો કયામતનાં દિવસે તેને કેહવામાં આવશે કે તમો જન્નતનાં જે દરવાજાથી દાખલ થવા ચાહો, દાખલ થઈ જાવો.” (મજમઉજ ઝવાઈદ)
એક બીજી હદીષ શરીફમાં છે કે કોઈ દિવસ એવો નથી જે દિવસે સૂરજ ઉગે છે અને દિવસ એલાન કરે છે કે જે માણસ નેક કામ કરી શકે છે તે આજે કરી લે એટલા માટે કે જ્યારે હું ચાલી જઈશ તો પાછો નહી આવીશ. (શોઅબુલ ઈમાન)
તેથી દરેક માણસનાં માટે જરૂરી છે કે તે પૂરી જીંદગી નેક કામ કરે અને ગુનાહોથી બચે. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું ફરમાન છે કે જે માણસે ઈખલાસની સાથે કલીમો “લા ઈલાહ ઈલ્લાહ” પઢ્યુ, તે જન્નતમાં દાખલ થશે. સહાબએ કિરામ (રદિ.) દરયાફ્ત કર્યુ કે કલિમો ઈખલાસની સાથે પઢવાની શું અલામત છે? રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જવાબ આપ્યો કે કલિમો ઈખલાસની સાથે પઢવાની અલામત આ છે કે કલીમએ તય્યિબા તે માણસને તે બઘા ખરાબ કામોંથી રોકે, જેને અલ્લાહ તઆલાએ હરામ કરાર આપ્યુ છે. (મુઅજમુલ અવસત)
وَتَوَاصَوۡا بِالۡحَقِّ ۬ۙوَتَوَاصَوۡا بِالصَّبۡرِ﴿۳﴾
તેમજ એક બીજાને સત્ય (એટલે દીનની વાત પર કાયમ રેહવા)ની તાકીદ કરતા રહ્યા તેમજ માંહોમાંહે ઘીરજની તાકીદ કરતા રહ્યા, (તેઓ નુકસાનમાં નથી) (૩)
ત્રીજુ અને ચોથુ કામ
ત્રીજુ અને ચોથુ કામ આ છે કે ઈમાન વાળાઓ પરસ્પર એક-બીજાને સારા અને નેક આમાલની પ્રેરણા આપે અને દરેક સમયે દીન પર કાયમ રેહવાની અને દરેક પ્રકારનાં ગુનાહોંથી બચવાની તલકીન કરે.
અગર કોઈ માણસ દીન પર મજબૂતીથી કાયમ રહે, પાબંદીથી નેક આમાલ કરે, દરેક પ્રકારનાં ગુનાહોંથી બચે અને તેને પોતાનાં જીવનનો મકસદે અસલી બનાવે તો એવો માણસ પણ બીજાનાં વિશે ફિકરમંદ માનવામાં આવશે કે તે તેઓને તે વસ્તુઓની તરગીબ આપી રહ્યો છે જેનાં પર તે અમલ કરી રહ્યો છે.
આ આયતે કરીમામાં અલ્લાહ તઆલાએ ઈમાનવાળાઓની બે મોટી જવાબદારીઓ ને બયાન કર્યુ છે. પેહલી જવાબદારી લોકોને સચ્ચાઈ અને નેકીની દાવત આપવાનું છે અને બીજી જવાબદારી લોકોને બુરાઈ અને ગુનાહથી રોકવાનું છે એટલે અમ્ર બિલમઅરૂફ અને નહી અનીલ મુનકરનાં ફરજને અંજામ દેવુ છે.
બીજા શબ્દોમા એમ કહી શકીએ છે કે વાસ્તવિક અને સંપૂર્ણ સફળતાનાં હુસૂલનાં માટે જરૂરી છે કે ઈન્સાન માત્ર પોતાની તરક્કીની ફિકર ન કરે, બલકે બીજાની દીની તરક્કીની પણ ફિકર કરે અને તેનાં માટે શક્ય હોય તેટલી કોશિશ કરે.
આજકાલ આપણી હાલત આ છે કે અમારામાં ઘણાં લોકો માત્ર પોતાનાં આમાલની ફિકર કરે છે અને બીજા લોકોની દીની તરક્કી અને ઈસ્લાહનાં વિશે જરાપણ નથી વિચારતા.
તેથી આ આયતે કરીમામાં અલ્લાહ તઆલાએ તાલીમ આપી છે કે આપણે જેવી રીતે પોતાની ઈસ્લાહ અને પોતાની તરક્કીનાં વિશે ફિકર કરીએ છીએ, આપણાં માટે જરૂરી છે કે આપણે આખી ઉમ્મતનાં વિશે વીચારીએ અને તેમને દીનની તરફ બોલાવવાની પૂરે પૂરી કોશિશ કરે.