બીજા અંબિયા (અલૈ.)ની સાથે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ ‎વસલ્લમ) પર દુરૂદ મોકલવુ

عن قتادة عن أنس قال: قال رسول الله صلى الله عليه وسلم: إذا صليتم علي المرسلين فصلوا علي معهم فإني رسول من المرسلين ( الصلاة على ‏النبي لابن أبي عاصم، الرقم: ٦۹، وإسناده حسن جيد لكنه مرسل  كما في القول البديع صـ ۱۳٤)‏

હઝરત અબુ કતાદા (રદિ.) હઝરત અનસ (રદિ.)થી રિવાયત કરે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ જ્યારે તમે અંબિયા (અલૈ.) પર દુરૂદ મોકલો, તો તેની સાથે મારા ઉપર પણ દુરૂદ મોકલો, કારણકે હું પણ રસૂલોંમાં થી એક રસૂલ છું.

એક હદીષ શરીફમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આપણને તાલીમ આપી છે કે જ્યારે આપણે બીજા અંબિયા (અલૈ.) પર દુરૂદ મોકલીએ, તો આપણને જોઈએ કે આપણે તેની સાથે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર પણ દુરૂદ મોકલે, તેથી જ્યારે આપણે કોઈ નબીનું નામ લઈએ, તો આવી રીતે કહોઃ

عَلَيْهِ وَعَلٰى نَبِيِّنَا الصَّلَاةُ وَالسَّلَامُ

તેમનાં પર અને આપણાં નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદો સલામ નાઝિલ થાય.

અહાદીષ શરીફાની બરકત

હઝરત અબુ અહમદ અબ્દુલ્લાહ બિન બકર બિન મોહમ્મદ (રહ.) એ એક વખત બયાન ફરમાવ્યુ કે કુર્આનનાં ઈલ્મ પછી સૌથી મુબારક અઝમત વાળુ અને દુનિયા તથા આખિરતમાં સૌથી વધારે ફાયદા વાળુ ઈલ્મ અહાદીષે મુબારકાનું ઈલ્મ છે. અહાદીષે મુબારકાનાં કારણે ઈન્સાનને ઘણો વધારે ષવાબ મળે છે. કારણકે તે જયારે પણ કોઈ હદીષ શરીફ પઢે છે, નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની અહાદીષ બાગોંની જેમ છે, જ્યાં તમને દરેક પ્રકારની ભલાઈ, ખૈર, સલાહ અને ફઝીલત તથા ઝિકર મળશે. (અત્તરગીબ વત્તરહીબ)

હઝરત હકીમ બિન હિઝામ (રદિ.) માંગવાનું છોડી દીઘુ

હઝરત હકીમ બિન હિઝામ (રદિ.) હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં હાજર થયા અને કંઈક માંગ્યુ. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આપી દીઘુ. પછી બીજા કોઈ મૌકા પર કંઈક માંગ્યુ. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરીથી આપી દીઘુ. ત્રીજી વખત ફરીથી સવાલ કર્યો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આપી દીઘુ અન આ ઈરશાદ ફરમાવ્યુ કે “હકીમ આ માલ લીલા રંગનાં બાગ જેવુ છે. જાહેરમાં ઘણી મીઠી વસ્તુ છે. પણ તેનો દસ્તૂર આ છે કે અગર આ દિલનાં ઈસ્તિગનાથી મળે, તો તેમાં બરકત થાય છે અને અગર ઈર્ષ્યા અને લાલચથી હાસિલ થાય, તો તેમાં બરકત નથી હોતી એવુ થઈ જાય છે (જેવી રીતે જુઊલ બકરની બીમારી હોય) કે દરેક સમયે ખાતા જાય અને પેટ ન ભરાય.” હકીમ (રદિ.)એ અરજ કર્યુ યા રસૂલુલ્લાહ ! આપનાં બાદ હવે કોઈને નહી સતાવીશ. (સહીહલ બુખારી)

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...