દુરૂદ શરીફ પઢવાની બરકતથી એંસી વર્ષનાં ગુનાહોની માફી અને પુલ સિરાત પર રોશની

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: الصلاة علي نور على الصراط ومن صلى علي يوم الجمعة ثمانين مرة غفرت له ذنوب ثمانين عاماً أخرجه ابن شاهين في الأفراد وغيرها وابن بشكوال من طريقه وأبو الشيخ والضياء من طريق الدارقطني في الأفراد أيضاً والديلمي في مسند الفردوس وأبو نعيم وسنده ضعيف وهو عند الأزدي في الضعفاء من حديث أبي هريرة أيضاً لكنه من وجه آخر ضعيف أيضاً وأخرجه أبو سعيد في شرف المصطفى من حديث أنس والله أعلم (القول البديع صـ ۳۹۸)

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે મારા પર દુરૂદ મોકલવુ પુલ સિરાત પર રોશની (નું કારણ) છે અને જે વ્યક્તિ જુમ્આનાં દિવસે એંસી વખત મારા પર દુરૂદ મોકલશે, તેનાં એંસી વર્ષનાં ગુનાહ બખ્શી દેવામાં આવશે.

“સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ” લખવાનો ષવાબ

હઝરત હસન બિન મોહમ્મદ (રહ.) ફરમાવે છે કે એક વખત મેં હઝરત ઈમામ અહમદ બિન હમ્બલ (રહ.) ને સપનામાં જોયા તો તેવણે મને કહ્યુ કે કાશ કે તમપ પોતાની આંખોથી તે મહાન અજર અને ષવાબને જોઈ લેતે જે તે લોકો માટે લખવામાં આવે છે જે પોતાની કિતાબોમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં મુબારક નામની સાથે દુરૂદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) લખે છે. (અલ કવલુલ બદીઅ)

નોટઃ જ્યારે પણ રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું મુબારક નામ લખો, તો તેની સાથે મુકમ્મલ “સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ” લખો. માત્ર “સોદ” અથવા “સોદ લામ ઐન મીમ” ન લખો. કારણકે આ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં અદબો એહતેરામનાં ખિલાફ છે.

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

પુલ સિરાત પર મદદ

عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: إني رأيت البارحة عجبا رأيت رجلا من أمتي يزحف على الصراط مرة ويحبو مرة ويتعلق مرة فجاءته صلاته علي فأخذت بيده فأقامته على الصراط حتى جاوزه...