દુઆથી પેહલા દુરૂદ શરીફ પઢવુ

عن فضالة بن عبيد رضي الله عنه قال: بينا رسول الله صلى الله عليه وسلم قاعد إذ دخل رجل فصلى فقال: اللهم اغفر لي وارحمني فقال رسول الله صلى الله عليه وسلم: عجلت أيها المصلي إذا صليت فقعدت فاحمد الله بما هو أهله وصل علي ثم ادعه قال: ثم صلى رجل آخر بعد ذلك فحمد الله وصلى على النبي صلى الله عليه وسلم فقال له النبي صلى الله عليه وسلم: أيها المصلي ادع تجب (سنن الترمذي، الرقم: 3476 وقال: هذا حديث حسن)

હઝરત ફુઝાલા બિન ઉબૈદુલ્લાહ રદ઼િય અલ્લાહુ અન્હૂ ફરમાવે છે કે એક વખત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ મસ્જીદમાં બેઠેલા હતા કે એક વ્યક્તિ (મસ્જીદમાં) આવ્યો. તેણે નમાઝ પઢી પછી તેણે દુઆ કરીઃ હે અલ્લાહ! મને બખ્શી દો અને મારા પર રહમ ફરમાવો. તો નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે તેને કહ્યુઃ હે નમાઝ પઢવા વાળા! તે (દુઆ કરવામાં) જલ્દી કરી. જ્યારે તુ નમાઝથી ફારિગ થઈને (દુઆ કરવા માટે) બેસી જાય. તો પેહલા અલ્લાહ તઆલાની તેની શાનના મુતાબિક તારીફ કરો અને મારા પર દુરૂદ મોકલો પછી અલ્લાહ તઆલાથી દુઆ કરો. રાવી ફરમાવે છે કે ત્યાર પછી એક બીજા વ્યક્તિએ નમાઝ અદા કરી. નમાઝ પછી તેણે દુઆ કરી, (દુઆમાં) તેણે અલ્લાહ તઆલાની હમ્દ કરી અને નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ પર દુરૂદ મોકલ્યુ, તો નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે તેને ફરમાવ્યુઃ હે નમાઝ પઢવા વાળા! દુઆ કરો, તમારી દુઆ કબૂલ કરવામાં આવશે. (કારણ કે તેં અદબપૂર્વક દુઆ કરી.)

હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન અલ આસ (રદિ.) નું પોતાની ચાદર સળગાવી દેવુ

હઝરત અબ્દુલ્લા ઇબ્ન અમર ઇબ્ન અલ આસ (રદિ.) કહે છે કે એકવાર અમે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સાથે મુસાફરીમાં હતા.

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મારા શરીર પર જાફરાની રંગની ચાદર જોઈ. તેથી નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મને સવાલ કર્યો: તમે આ શું ઓઢેલુ છે?

હું સમજી ગયો કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને આ રંગની ચાદર પસંદ ન આવી. તેથી જ્યારે હું ઘરે પહોંચ્યો. ત્યારે મેં જોયું કે આગ બાળી રહી છે. મેં તરત જ ચાદર તેમા ફેંકી દીધી.

બીજા દિવસે, જ્યારે હું નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સેવાની કાર્યવાહીમાં હાજર હતો, ત્યારે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પૂછ્યું: તે ચાદર ક્યાં છે? મેં જવાબ આપ્યો, “મેં તેને સળગાવી દીઘી, તો નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ,” તમે તે ચાદર ઘરની સ્ત્રીઓને કેમ નહી આપી દીધી? ” મહિલાઓ માટે આ રંગબેરંગી કપડાં પહેરવુ જાઈઝ છે. (અબુ દાવુદ)

ઝાડનું નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને સલામ કરવુ

હઝરત યઅલા બિન મુર્રા ષકફી (રદિ.) ફરમાવે છે કે એક વખત અમે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સાથે સફર કરી રહ્યા હતા. સફરનાં દરમિયાન અમે એક જગ્યા રોકાયા. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તે જગ્યા આરામ ફરમાવા લાગ્યા. થોડી વાર પછી એક ઝાડ જમીન ને ચીરતુ ચીરતુ આવ્યુ અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને પોતાનાં છાયડાથી ઢાંકી લીઘા, પછી તે પોતાની જગ્યા પર ચાલી ગયુ. જ્યારે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જાગ્યા, તો મેં આ ચોંકાવનાર વાકિયો બયાન કર્યો, તો આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે તે ઝાડે અલ્લાહ તઆલાથી ઈજાઝત માંગી હતી જેથી તે મારી પાસે આવીને સલામ કરે, તો અલ્લાહ તઆલાએ તેને ઈજાઝત આપી(કે તે મારી પાસે આવે અને સલામ કરે). (મુસ્નદે અહમદ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

અલ્લાહના મેસેન્જર (અલ્લાહના આશીર્વાદ) ને દુરુદ શરીફ વિશે ફરિશ્તાઓ દ્વારા જાણ કરવામાં આવી હતી

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم من …