عن فاطمة رضي الله عنها قالت: كان رسول الله صلى الله عليه وسلم إذا دخل المسجد صلى على محمد وسلم وقال رب اغفر لي ذنوبي وافتح لي أبواب رحمتك وإذا خرج صلى على محمد وسلم وقال رب اغفر لي ذنوبي وافتح لي أبواب فضلك (سنن الترمذي، الرقم: ٣١٤، وحسنه)
હઝરત ફાતિમા રદિઅલ્લાહુ ‘અન્હુ ફરમાવે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ “મસ્જીદમાં દાખલ થતા, તો પેહલા દુરૂદ શરીફ પઢતા પછી નિમ્નલિખિત દુઆ પઢતાઃ
رَبِّ اغْفِرْ لِيْ ذُنُوْبِيْ وَافْتَحْ لِيْ أَبْوَابَ رَحْمَتِك
મારા અલ્લાહ! મારા ગુનાહોને બખ્શી દો અને મારા માટે પોતાની રહમતનો દરવાજો ખોલી આપો
એવી જ રીતે જ્યારે મસ્જીદથી નિકળતા, તો પેહલા દુરૂદ શરીફ પઢતા પછી નિમ્નલિખિત દુઆ પઢતાઃ
رَبِّ اغْفِرْ لِيْ ذُنُوْبِيْ وَافْتَحْ لِيْ أَبْوَابَ فَضْلِك
હે મારા પરવરદિગાર! મારા ગુનાહોને બખ્શી દો અને મારા માટે પોતાની નેમતનો દરવાજો ખોલી આપો
“સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ” પૂરેપૂરૂ લખવુ
હઝરત ઉબૈદુલ્લાહ બિન ઉમર કવારીરી રહિમહુલ્લાહ ફરમાવે છે કે મારો એક નજીકનો દોસ્ત હતો, જે ઘંઘા-રોજગારથી કાતિબ (લખવાનું કામ) હતો.
જ્યારે તેનો ઈન્તેકાલ થઈ ગયો, તો મેં તેને સપનામાં જોયો. મેં તેને પુછ્યુ કે અલ્લાહ ત’આલા એ તમારી સાથે શું મામલો ફરમાવ્યો?
તેણે જવાબ આપ્યો કે અલ્લાહ ત’આલાએ મારી મગફિરત ફરમાવી દીઘી.
મૈં તેને પુછ્યુ કે તમારી મગફિરત કેવી રીતે થઈ?
તેણે જવાબ આપ્યો કે મારી આદત હતી કે જ્યારે પણ નબી સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ નું મુબારક નામ લખતો હતો, તો તેની સાથે પૂરેપૂરૂ “સલ્લલ્લાહુ ‘ઐલહિ વ સલ્લમ” લખતો હતો. અલ્લાહ ત’આલાને મારી આ અદા પસંદ આવી ગઈ અને મારી મગફિરત ફરમાવી દીઘી અને મને એવી એવી નેમતો આપી કે ન તો કોઈ આંખે તેને જોઈ છે, ન કોઈ કાને સાંભળી છે અને ન તો કોઈના દીલમાં તેનો ખ્યાલ આવ્યો હશે.
દુરૂદ શરીફ પઢવાવાળા માટે ખુશખબરી
હઝરત મોહમ્મદ બિન માલિક (રહ.) ફરમાવે છે:
હું બગદાદ ગયો,જેથી કરીને કે કારી અબુ બકર બિન મુજાહિદ (રહ.)ની પાસે કંઈક પઢું. અમારા લોકોની એક જમાઅત તેમની ખિદમતમાં હાજર થઈ અને કિરાઅત થઈ રહી હતી એટલામાં એક બડે મિયાં તેમની મજલિસમાં આવ્યા જેમનાં માથા પર ઘણુજ જુનો ઈમામો હતો, એક જુનો કુર્તો હતો, એક જુની જેવી ચાદર હતી. અબુબકર તેમને જોઈને ઊભા થઈ ગયા અને તેમને પોતાની જગ્યા પર બેસાડ્યા અને એમને તેમનાં ઘરવાળાઓની હાલ-ચાલ પૂછ્યા.
તે બડે મિયાંએ કહ્યુ રાત્રે મારે ત્યાં એક છોકરો પૈદા થયો, ઘરવાળાઓએ મારા પાસે ઘી અને મઘની ફરમાઈશ કરી. શૈખ અબુ બકર (રહ.) કહે છે કે હું એમનો હાલ સાંભળીને ઘણો દુખી થયો અને તે દુખની હાલતમાં મારી આંખ લાગી ગઈ તો મેં સપનામાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઝિયારત કરી.
હુઝૂરે અકદસ (સલ્લલ્લલાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ આટલા દુખી કેમ છો, અલી બિન ઈસા વઝીરની પાસે જાવો અને તેમને મારા તરફથી સલામ કેજો અને આ અલામત(નિશાની) બતાવજો કે તુ દરેક જુમ્આની રાત્રે ત્યાં સુઘી નથી સુતો જ્યાં સુઘી મારા પર એક હઝાર વાર દુરૂદ ન પઢી લે. અને આ જુમ્આની રાત્રે તુએ(વઝીરે) સાત સો વખત પઢ્યુ હતુ કે તારી પાસે બાદશાહનો માણસ બોલાવવા આવી ગયો તો ત્યાંથી ચાલી ગયો અને ત્યાંથી આવવા બાદ તુએ(વઝીરે) તે સંખ્યાને પૂરી કરી. આ અલામત(નિશાની) બતાવવા બાદ તેને કેહજો કે આ નવજાતનાં વાલિદને સો દીનાર(અશરફીયો) આપી દે, જેથી કરીને કે તેવણ પોતાની જરૂરતોમાં ખર્ચ કરી લે.
કારી અબુ બકર ઉઠ્યા અને તે બડે મિયાં નવજાતનાં વાલિદની સાથે લીઘા અને બન્નેવ જણાં વઝીરની પાસે પહોંચ્યા. કારી અબુ બકરે વઝીરને કહ્યુ આ બડે મિયાં ને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તમારી પાસે મોકલ્યા છે. વઝીરે ઊભો થઈ ગયો અને તેમને પોતાની જગ્યા પર બેસાડ્યા અને તેમને કિસ્સો પૂછ્યો.
શૈખ અબુ બકરે આખો કિસ્સો સાંભળ્યો જેનાંથી વઝીરને અત્યંત ખુશી થઈ અને પોતાનાં ગુલામને હુકમ કર્યો કે એક તોડો કાઢીને લાવો (તોડો હિમયાની થૈલી જેમાં દસ હઝાર જેટલા પૈસા હોય છે) તેમાંથી સો દીનાર તે નવજાતનાં વાલિદને આપી દો. ત્યાર બાદ સો હજી કાઢ્યા, જેથી કરીને કે શૈખ અબુ બકરને આપી દે, શૈખે તે લેવાથી મનાઈ કરી દીઘી.
વઝીરે જીદ કરી કે તે લઈ લે. એટલા માટે કે આ તે બશારતનાં કારણથી છે જે આપે મને આ વાકિયાનાં સંબંઘથી સંભળાવી. એટલા માટે કે આ વાકિઓ એક હઝાર દુરૂદ વાળો એક રાઝ છે જેને હું અને અલ્લાહ તઆલાનાં વગર કોઈ નથી જાણતુ. પછી સો દીનાર હજી વધારે કાઢ્યા અને આ કહ્યુુ કે આ તે ખુશખબરીનાં બદલામાં છે કે તમે મને બશારત સંભળાવી કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને મારા દુરૂદ શરીફ પઢવાની ખબર છે. અને પછા સો અશરફીયાં હજી વધારે કાઢી અને આ કહ્યુ કે આ તે મેહનતનાં બદલામાં છે જે તમને અહીંયા સુઘી આવવામાં થઈ.
એવીજ રીતે સો અશરફીયાઓ કાઢતા રહ્યા, અહિંયા સુઘી કે એક હઝાર અશરફીયો કાઢી, પણ તેવણે (શૈખ અબુ બકર) આ કહીને ના કહી દીઘુ કે અમે આ મિકદાર(સંખ્યા) એટલે સો દીનારથી વધારે નહી લેશુ જેનો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હુકમ ફરમાવ્યો. (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૭૩)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ