ફજર અને મગરિબ ની નમાઝ બાદ સો (૧૦૦) વખત દુરૂદ શરીફ ‎

عن جابر رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي مائة صلاة حين يصلي ‏الصبح قبل أن يتكلم قضى الله تعالى له ‏مائة حاجة يعجل له منها ثلاثين ويدخر له سبعين وفي المغرب ‏مثل ذلك قالوا: وكيف الصلاة عليك يا رسول الله قال: إن الله وملائكته يصلون ‏على النبي يأيها الذين ‏آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد حتى تعد مائة (رواه أحمد بن موسى الحافظ بسند ‏ضعيف كذا في ‏القول البديع صـ ۳٦٤)‏‏

હઝરત જાબિર રદિઅલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ઈર્શાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ ફજરની નમાઝ પછી કોઈની સાથે વાતચીત કરવા પેહલા મારા પર સો(૧૦૦) વખત દુરૂદ શરીફ મોકલે, અલ્લાહ ત’આલા તેની સો (૧૦૦) જરૂરતોં પૂરી ફરમાવશે. તીસ (૩૦) જરૂરતો દુનિયામાં જ પૂરી કરી દેશે અને સિત્તેર (૭૦) આખિરત માટે બાકી રાખશે (સિત્તેર જરૂરતો આખિરતમાં પૂરી ફરમાવશે) અને જો કોઈ મગરિબની નમાઝ પછી સો (૧૦૦) વખત દુરૂદ શરીફ પઢે, તો તેનાં માટે પણ આજ વાદો છે. સહાબએ કિરામ રદિઅલ્લાહુ ‘અન્હુમે પુછ્યુઃ હે અલ્લાહ નાં રસૂલ! અમે તમારા પર કેવી રીતે દુરૂદ શરીફ મોકલીએ, તો નબીએ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે આ આયત ની તિલાવત કરી:

إِنَّ الله وَمَلئِٰكَتَهُ يُصَلُّوْنَ عَلٰى النِّبِي يٰأَيُّهَا الَّذِيْنَ آمَنُوْا صَلُّوْا عَلَيْهِ وَسَلِّمُوْا تَسْلِيْمًا

પછી આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે તેમને સો વખત નીચે આપેલ દુરૂદ શરીફ પઢવાની નસીહત કરી:

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّد

હઝરત ઉમ્મે સુલૈમ રદિઅલ્લાહુ ‘અન્હુ અને નબી સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમનો મુબારક પસીનો.

હઝરત ઉમ્મે સુલૈમ રદિઅલ્લાહુ ‘અન્હા (જે નબિએ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ નાં માટે મહરમ હતા) થી રિવાયત છે કે એક વખત રસૂલે કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ તેમનાં ઘરે તશરીફ લાવ્યા અને કૈલૂલા ફરમાવ્યુ.

કૈલૂલા નાં દરમિયાન નબિએ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ નાં મુબારક શરીર થી પસીનો નિકળવા લાગ્યો. તો હઝરત ઉમ્મે સુલૈમ રદિઅલ્લાહુ ‘અન્હા એ એક શીશી લીઘી અને તેમાં આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ નો મુબારક પસીનો જમા કરવા લાગ્યા.

જ્યારે આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ જાગ્યા, તો સવાલ કર્યો કે હે ઉમ્મે સુલૈમ આ તમે શું કરી રહ્યા છો?

તેમણે જવાબ આપ્યોઃ આ તમારો પસીનો છે, જેને અમે અમારી ખુશ્બૂ માં ભેળવશુ, કેમકે આનાંથી વધીને કોઈ ખુશ્બૂ નથી.

આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે તેમને પસીનો ભેગો કરવાની ઈજાઝત આપી દીઘી અને તેમનાં આ અમલ પર કોઈ નકીર નહી ફરમાવી. (મુસ્લિમ શરીફ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

એક દુરૂદના બદલે સિત્તેર ઈનામો

عن عبد الرحمن بن مريح الخولاني قال سمعت أبا قيس مولى عمرو بن العاصي يقول: سمعت عبد الله بن عمرو يقول: من صلى على رسول الله صلى الله عليه وسلم صلاة صلى الله عليه وملائكته سبعين صلاة فليقل عبد من ذلك أو ليكثر...