મસ્જીદમાં દાખલ થતા અને મસ્જીદથી નિકળતા સમયે દુરૂદ શરીફ પઢવુ

عن فاطمة رضي الله عنها قالت: كان رسول الله صلى الله عليه وسلم إذا دخل المسجد صلى على محمد وسلم وقال رب اغفر لي ذنوبي وافتح لي أبواب رحمتك وإذا خرج صلى على محمد وسلم وقال رب اغفر لي ذنوبي وافتح لي أبواب فضلك (سنن الترمذي، الرقم: ٣١٤، وحسنه)

હઝરત ફાતિમા રદિઅલ્લાહુ ‘અન્હુ ફરમાવે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ “મસ્જીદમાં દાખલ થતા, તો પેહલા દુરૂદ શરીફ પઢતા પછી નિમ્નલિખિત દુઆ પઢતાઃ

رَبِّ اغْفِرْ لِيْ ذُنُوْبِيْ وَافْتَحْ لِيْ أَبْوَابَ رَحْمَتِك

 મારા અલ્લાહ! મારા ગુનાહોને બખ્શી દો અને મારા માટે પોતાની રહમતનો દરવાજો ખોલી આપો

એવી જ રીતે જ્યારે મસ્જીદથી નિકળતા, તો પેહલા દુરૂદ શરીફ પઢતા પછી નિમ્નલિખિત દુઆ પઢતાઃ

رَبِّ اغْفِرْ لِيْ ذُنُوْبِيْ وَافْتَحْ لِيْ أَبْوَابَ فَضْلِك

હે મારા પરવરદિગાર! મારા ગુનાહોને બખ્શી દો અને મારા માટે પોતાની નેમતનો દરવાજો ખોલી આપો

“સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ” પૂરેપૂરૂ લખવુ

હઝરત ઉબૈદુલ્લાહ બિન ઉમર કવારીરી રહિમહુલ્લાહ ફરમાવે છે કે મારો એક નજીકનો દોસ્ત હતો, જે ઘંઘા-રોજગારથી કાતિબ (લખવાનું કામ) હતો.

જ્યારે તેનો ઈન્તેકાલ થઈ ગયો, તો મેં તેને સપનામાં જોયો. મેં તેને પુછ્યુ કે અલ્લાહ ત’આલા એ તમારી સાથે શું મામલો ફરમાવ્યો?

તેણે જવાબ આપ્યો કે અલ્લાહ ત’આલાએ મારી મગફિરત ફરમાવી દીઘી.

મૈં તેને પુછ્યુ કે તમારી મગફિરત કેવી રીતે થઈ?

તેણે જવાબ આપ્યો કે મારી આદત હતી કે જ્યારે પણ નબી સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ નું મુબારક નામ લખતો હતો, તો તેની સાથે પૂરેપૂરૂ “સલ્લલ્લાહુ ‘ઐલહિ વ સલ્લમ” લખતો હતો. અલ્લાહ ત’આલાને મારી આ અદા પસંદ આવી ગઈ અને મારી મગફિરત ફરમાવી દીઘી અને મને એવી એવી નેમતો આપી કે ન તો કોઈ આંખે તેને જોઈ છે, ન કોઈ કાને સાંભળી છે અને ન તો કોઈના દીલમાં તેનો ખ્યાલ આવ્યો હશે.

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...