عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي مرة واحدة كتب الله عز وجل له بها عشر حسنات (صحيح ابن حبان، الرقم: 905 ، مسند أحمد، الرقم: 7561، ورجاله رجال الصحيح غير ربعي بن إبراهيم وهو ثقة مأمون كما في مجمع الزوائد، الرقم: 17282)
હઝરત અબુ હુરૈરા રદિઅલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઈર્શાદ ફરમાવ્યું કે જે માણસ મારા પર એક દુરુદ મોકલે છે, અલ્લાહ તઆલા તેના માટે દસ નેકી લખે છે.
દુરૂદ શરીફની વિપુલતાનાં કારણે મૌતની સખતીથી હિફાઝત
નીચેની ઘટના નુઝહતુલ-મજાલિસમાં નકલ કરવામાં આવી છે:
એક સજ્જન એક બીમાર વ્યક્તિ પાસે ગયા (તે છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા).
તેને પૂછ્યું કે તે મૌતની કડવાશ કેવી અનુભવી રહ્યા છે?
તેણે કહ્યું: હું કંઈપણ ખબર નથી પડતી, કારણ કે મેં આલિમો પાસેથી સાંભળ્યું છે કે જે વ્યક્તિ દુરુદ શરીફને ખૂબ પઢતો રહે, તે મૃત્યુની કડવાશથી સુરક્ષિત રહે છે (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૮૧)
સહાબએ કિરામ (રદિ.) ની કુર્બાની રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે
હઝરત ફાતિમા (રદિ.) નું મકાન શરૂઆતમાં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) (નાં મકાન) થી થોડુ દૂર હતુ. એક વખત હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) (હઝરત ફાતિમા (રદિ.) થી) ઈરશાદ ફરમાવ્યુ કે મારુ દિલ ચાહતુ હતુ કે તમારુ મકાન તો (મારા મકાનથી) કરીબજ થઈ જતે. હઝરત ફાતિમા (રદિ.) અરજ કર્યુ કે હારિષા (રદિ.) નું મકાન આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં (મકાન થી) કરીબ છે, એમને ફરમાવી દો કે મારા મકાનથી બદલી લો. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે તેમનાંથી પેહલા પણ તબાદલો થઈ ચૂક્યા છે, હવે તો શરમ આવે છે (એટલે તેનાંથી પેહલા તેવણે મારી રજુઆત પર પોતાનું એક મકાન બદલી દીઘું, હવે તો મને શરમ આવે છે કે હું ફરીથી એમને પૂછું).
હારિષા (રદિ.) ને તેની જાણકારી થઈ, તો તરતજ હાજર થઈને અરજ કર્યુઃ યા રસૂલુલ્લાહ મને ખબર થઈ છે કે આપ ફાતિમા (રદિ.) નું મકાન પોતાનાં નજીક ચાહો છો, આ મારા મકાનાત મૌજૂદ છે, એનાંથી વધારે કરીબ કોઈ મકાન પણ નથી, જે પસન્દ હોય બદલી લો, યા રસૂલુલ્લાહ હું અને મારો માલ તો અલ્લાહ અને તેમનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું જ છે, યા રસૂલુલ્લાહ ખુદાની કસમ ! જે માલ આપ લઈ લો તે મને વધારે પસન્દ છે તે માલથી જે મારી પાસે રહે.
હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ સાચુ કહો છો અને બરકતની દુઆ આપી અને મકાન બદલી લીઘુ. (અત તબકાતુલ કુબરા, ફઝાઈલે આમાલ, હિકાયતે સહાબા, પેજ નં-૧૭૨)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ
Source: