વજનકાંટો સવાબથી છલકાઈ ગયો

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من سره أن يكتال بالمكيال الأوفى إذا صلى علينا أهل البيت فليقل: اللهم صل على محمد النبي الأمي وأزواجه أمهات المؤمنين وذريته وأهل بيته كما صليت على آل إبراهيم إنك حميد مجيد (سنن أبي داود، الرقم: 982، وسكت عليه هو والمنذري في مختصره، الرقم: 981)

હઝરત અબૂ-હુરૈરહ (રદ઼િયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું કે જેને આ વાત ખુશ કરતી હોય કે તેના માટે છલોછલ છલકાઈને વજન કરવામાં આવે, તો જ્યારે તે અમારા ઉપર એટલે અહલે-બૈત પર દુરૂદ મોકલે, તો તેને જુએ કે તે (નીચે મુજબ) દુરૂદ પઢેઃ

اَللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ النَّبِيِّ الْأُمِّيِّ وَأَزْوَاجِهِ أُمَّهَاتِ الْمُؤْمِنِيْنَ وَذُرِّيَّتِهِ وَأَهْلِ بَيْتِهِ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيْمَ إِنَّكَ حَمِيْدٌ مَجِيْدٌ

હે અલ્લાહ! દુરૂદ (રહમત) મોકલો અમારા આક઼ા મુહ઼મ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર જે ઉમ્મી નબી છે અને તેમની પાકીઝા-બીવીઓ પર જે બઘા મોમિનોની મા છે અને તેમની ઔલાદ પર અને તેમના અહલે-બૈત પર, જેવી રીતે તમે હઝરત ઈબ્રાહીમ (અલૈહિસ્સલામ) પર દુરૂદ (રહમત) મોકલ્યું. બેશક તમે હ઼મીદ છો, મજીદ છો.

અહલુસ સુન્નત વલ જમાઅતનો નુમાયાં અમલ

હઝરત ઝૈનુલ આબિદીન હુસૈન બિન અલી (રહ.) નું ફરમાન છે કે અહલુસ સુન્નત વલ જમાઅત નો નુમાયાં અમલ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર કસરત થી દુરૂદ મોકલવુ છે.

હઝરત અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ અન્હુ આવી ગયા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની હિફાઝત માટે

એકવાર નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ખાન-એ-કાબા પાસે નમાઝમાં મશ્ગૂલ હતા. ઉકબા બિન-અબી-મુ’ઈત (જે કુરૈશનો સૌથી ખરાબ સરદાર હતો) ખરાબ ઈરાદા સાથે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પાસે આવ્યો.

તેણે ચાદર આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના ગળામાં નાખી દીધી અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને ગૂંગળામણ થવા લાગી.

એટલામાં હઝરત અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ અન્હુ આવી ગયા અને આવી ને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની પાસેથી દૂર કર્યા અને કહ્યું:

اَتَقۡتُلُوۡنَ رَجُلًا اَنۡ یَّقُوۡلَ رَبِّیَ اللّٰہُ وَقَدۡ جَآءَکُمۡ بِالۡبَیِّنٰتِ مِنۡ رَّبِّکُمۡ

શું તમે લોકો એક એવા વ્યક્તિને મારવા માંગો છો જે કહે છે કે, “મારો પાલનહાર અલ્લાહ તઆલા છે અને તે તમારા માટે તમારા પાલનહારની તરફથી સ્પષ્ટ દલીલો પણ લાવી ચૂક્યો છે.”

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: http://whatisislam.co.za/index.php/durood/item/333-the-intercession-of-nabi-sallallahu-alaihi-wasallam , http://ihyaauddeen.co.za/?p=7440

 

Check Also

દસ નેકીઓનું મળવું

عن أبي هريرة قال قال رسول الله صلى الله عليه وسلم من صلى علي مرة واحدة كتب الله عز وجل له بها عشر حسنات...