સવાલ- મેં એતેકાફનો ઈરાદો કર્યો હતો, પણ અફસોસ છે કે વધારે ટ્રાફિકનાં કારણે હું મસ્જીદે સમય પર ન પહોંચી શક્યો, એતેકાફનાં શરૂઆતી સમયનાં પછી હું મસ્જીદે પહોંચ્યો, તો શું મારો સુન્નત એતેકાફ દુરૂસ્ત છે? શું મારા શિરે આવતા વર્ષે ફરીથી એતેકાફ કરવુ જરૂરી થશે?
જવાબ- જ્યારે તમે મસ્જીદમાં મોડેથી પહોંચ્યા અને એતેકાફનો સમય શરૂ થઈ ચુક્યો, તો તમારો એતેકાફ સુન્નત એતેકાફ નહી થશે બલ્કિ તમારો એતેકાફ નફલ એતેકાફ થશે. આવતા વર્ષે એતેકાફ કરવુ તમારા પર જરૂરી નથી.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
( وسنة مؤكدة في العشر الأخير من رمضان ) أي سنة كفاية كما في البرهان وغيره لاقترانها بعدم الإنكار على من لم يفعله من الصحابة ( مستحب في غيره من الأزمنة ) هو بمعنى غير المؤكدة ( الدر المختار ۲/٤٤۲)
أحسن الفتاوى ۱/۳۷
જવાબ આપનારઃ
મુફતી ઝકરીયા માંકદા
ઈઝાજત આપનારઃ
મુફતી ઈબ્રાહીમ સાલેહજી