રોઝાનાં દરમિયાન બખૂર વગૈરહનો ધુમાડો સુંઘવુ

સવાલ- જો કોઈ માણસ રોઝાનાં દરમિયાન વગર કસ્દ-ઓ-ઈરાદાથી (જાણીજોઈને) બખૂર અથવા લોબાન વગૈરહ નો ધુમાડો સુંઘી લે તો શું તેનો રોઝો ફાસિદ થઈ જશે?

જવાબ- રોઝાનાં દરમિયાન જો કોઈનાં નાકમાં વગર કસ્દ-ઓ-ઈરાદે બખૂર વગૈરહનો ધુમાડો દાખલ થઈ ગયો તો તેનાથી તેનો રોઝો ફાસિદ નહી થશે. હાં, જો કોઈ કસ્દન વ અમદન(જાણી જોઈને) બખૂર વગૈરહનો ધુમાડો રોઝાની હાલતમાં સુંઘે, તો તેનો રોઝો ફાસિદ થઈ જશે અને તેના પર ફક્ત કઝા વાજીબ થશે(કફ્ફારો વાજીબ નહી થશે).

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(أو دخل حلقه غبار أو ذباب أو دخان ) ولو ذاكرا استحسانا لعدم إمكان التحرز عنه ومفاده أنه لو أدخل حلقه الدخان أفطر أي دخان كان ولو عودا أو عنبرا لو ذاكرا لإمكان التحرز عنه قال في الشامي: أي بأي صورة كان الإدخال حتى لو تبخر ببخور فآواه إلى نفسه واستمه ذاكرا لصومه أفطر لإمكان التحرز عنه (رد المحتار على در المختار ج۲ ص۳۹۵)

(أو دخل حلقه دخان بلا صنعه) لعدم قدرته على الامتناع عنه فصار كبلل بقي في فمه بعد المضمضة لدخوله من الأنف إذا أطبق الفم وفيما ذكرنا إشارة إلى من أدخل بصنعه دخانا حلقه بأي صورة كان الإدخال فسد صومه سواء كان دخان عنبر أو عود أو غيرهما (مراقي الفلاح ص٦٦٠)

بهشتي زيور ۳/۱۱

فتاوى محمودية ۱۵ / ۱٦۹-۱۷۲

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/18

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?