રોઝાનાં દરમિયાન કુલ્લી યા નાક સાફ કરતા સમયે હલક (ગળા) માં પાણી ચાલી જવુ

સવાલ- જો વુઝૂ અથવા ગુસલમાં રોઝેદારનાં હલકમાં પાણી ચાલી ગયુ કુલ્લી (કોગળા) અથવા નાક સાફ કરવાથી, તો શું તેનાંથી તેનો રોઝો ટૂટી જશે?

જવાબ- જે સમયે પાણી તેના હલકમાં (ગળામાં) ચાલી ગયુ તે સમયે જો તેને યાદ હતુ કે તે રોઝેદાર છે તો તેનો રોઝો ટૂટી જશે, અને જો તે સમયે તેને યાદ ન હતુ કે તે રોઝાની હાલતમાં છે તો રોઝો નહી ટૂટશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(وإن أفطر خطأ كأن تمضمض فسبقه الماء قال في الشامي: (قوله وإن أفطر خطأ) شرط جوابه قوله التي قضى فقط وهذا شروع في القسم الثاني وهو ما يوجب القضاء دون الكفارة … (قوله فسبقه الماء) أي يفسد صومه إن كان ذاكرا له (رد المحتار على در المختار ج۲ ص٤٠۱)

وإن تمضمض أو استنشق فدخل الماء جوفه إن كان ذاكرا لصومه فسد صومه وعليه القضاء (الفتاوى الهندية ج۱ ص۲٠۲)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/15

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?