રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ ને દુરૂદ-શરીફ પહોંચાડવા વાળો ફરિશ્તો

عن عمار بن ياسر رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إن لله ملكا أعطاه أسماع الخلائق، فهو قائم على قبري إذا مت فليس أحد يصلي علي صلاة إلا قال: يا محمد صلى عليك فلان ابن فلان قال: فيصلي الرب تبارك وتعالى على ذلك الرجل بكل واحدة عشرا (رواه الطبراني، ونعيم بن ضمضم ضعيف وابن الحميري اسمه عمران قال البخاري: لا يتابع على حديثه وقال صاحب الميزان: لا يعرف وبقية رجاله رجال الصحيح كذا في مجمع الزوائد، الرقم: 17292)

હઝરત અમ્માર બિન યાસિર રદ઼િય અલ્લાહુ અન્હૂ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું કે બેશક અલ્લાહ તઆલાનો એક ફરિશ્તો છે, જેમને અલ્લાહ તઆલાએ આખી મખલૂક ની અવાજ સાંભળવાની તાકત અર્પણ કરી છે. તે ફરિશ્તો મારી કબર પાસે ઊભો રહેશે મારી વફાતના ટાઈમ થી, અને જ્યારે પણ કોઈ મારા ઉપર દુરૂદ મોકલશે, તો તે ફરિશ્તો મને કહેશે. હે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ! ફલાણાં બિન ફલાણાં એ તમારા ઉપર દુરૂદ મોકલ્યુ છે. પછી અલ્લાહ તબારક વ તઆલા તે માણસ પર દરેક દુરૂદના બદલામાં દસ દુરૂદ મોકલશે. (એટલે કે દસ રહમતો નાઝિલ ફરમાવશે.)

સતત (વારંવાર) દુરૂદ શરીફ પઢવુ

એક બુઝુર્ગે સપનામાં એક ઘણીજ ખરાબ હાલત વાળો ચહેરો જોયો. તેમણે તેને પુછ્યુ તુ શું બલા છે? તેણે કહ્યુ હું તારા ખરાબ કામો (કર્મો) છું. તેમણે પૂછ્યું તારાથી છુટકારા (નજાત) નો શું રસ્તો છે? તેણે કહ્યું હઝરત મુસ્તફા મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ પર દુરૂદ-શરીફની કસરત (વિપુલતા). (ફઝાઇલે-આમાલ, પેજનં-૧૬૦)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

 Source: http://whatisislam.co.za/index.php/durood/item/551-the-angel-that-conveys-durood-to-rasulullah-sallallahu-alaihi-wasallam

http://ihyaauddeen.co.za/?p=4665

Check Also

દસ ગુલામ આઝાદ કરવાનો સવાબ (પુણ્ય)

عن البراء بن عازب رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال: من …