કુર્બાનીની સુન્નતોં અને આદાબ

(૧) દીને ઈસ્લામમાં કુર્બાની એક અઝીમુશ્શાન ઈબાદત છે. તેથી કુર્આને કરીમમાં કુર્બાનીનો વિશેષ રૂપે ઝિકર આવ્યો છે. તથા કુર્આને કરીમ અને અહાદીષે મુબારકામાં કુર્બાની ઘણી મહત્તવતા અને ફઝીલતોં વારિદ થઈ છે.

અલ્લાહ સુબ્હાનહુ વતઆલાનો ઈરશાદ છેઃ

لَن يَنَالَ اللَّهَ لُحُومُهَا وَلَا دِمَاؤُهَا وَلَٰكِن يَنَالُهُ التَّقْوَىٰ مِنكُمْ (سورة الحج: ۳۷)

અલ્લાહ તઆલાની પાસે ન તેનું (એટલે કુર્બાનીનાં જાનવરો) નું ગોશ્ત પહોંચે છે અને ન તેનું લોહી, પણ તેની પાસે તમારો તકવા (દિલનો ઈખલાસ અને નેકી) પહોંચે છે.

عن زيد بن أرقم رضي الله عنه قال: قال أصحاب رسول الله صلى الله عليه وسلم: يا رسول الله ما هذه الأضاحي؟ قال: سنة أبيكم إبراهيم عليه السلام قالوا: فما لنا فيها؟ يا رسول الله قال: بكل شعرة حسنة قالوا: فالصوف يا رسول الله قال: بكل شعرة من الصوف حسنة (سنن ابن ماجه، الرقم: ۳۱۲۷)[૧]

હઝરત ઝૈદ બિન અરકમ (રદિ.) થી રિવાયત છે કે સહાબએ કિરામ (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી સવાલ કર્યોઃ હે અલ્લાહનાં રસૂલ ! આ કુર્બાની શું છે? (કુર્બાની ની શું હકીકત છે?) આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જવાબ આપ્યોઃ (કુર્બાની) તમારા બાપ હઝરત ઈબ્રાહીમ (અલૈ.) ની સુન્નત છે. સહાબએ કિરામ (રદિ.) અરજ કર્યુઃ હે અલ્લાહનાં રસૂલ ! અમને તેનાંથી શું (ષવાબ) મળશે? આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ (કુર્બાનીનાં જાનવર પર જેટલા વાળ હોય, તો તમને) દરેક બાલનાં બદલામાં એક નેકી મળશે. સહાબએ કિરામ (રદિ.) અરજ કર્યુઃ હે અલ્લાહનાં રસૂલ ! (જે જાનવર પર ઉન હોય, તો અમને) ઉનનાં બદલામાં શું મળશે? આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ ઉનનાં દરેક બાલનાં બદલામાં (તમને) એક નેકી મળશે.

(૨) ઈદુલ અદહાનાં દિવસે અલ્લાહ તઆલાનાં નજદીક સૌથી અફઝલ અને સૌથી પસંદીદા અમલ લોહી વેહડાવવુ છે (કુર્બાનીનું જાનવર ઝહબ કરવુ).

عن عائشة رضي الله عنها أن رسول الله صلى الله عليه وسلم قال: ما عمل آدمي من عمل يوم النحر أحب إلى الله من إهراق الدمَ إنه ليأتي يوم القيامة بقرونها وأشعارها وأظلافها وأن الدم ليقع من الله بمكان قبل أن يقع من الأرض فطيبوا بها نفسا (سنن الترمذي، الرقم: ۱٤۹۳)[૨]

હઝરત આંયશા (રદિ.) થી રિવાયત છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “કુર્બાની નાં દિવસોમાં અલ્લાહ તઆલાનાં નજદીક લોહી વહાવા (એટલે કુર્બાનીનું જાનવર ઝબહ કરવા) થી વધારે કોઈ અમલ પસંદીદા નથી. કુર્બાનીનું જાનવર કયામતનાં દિવસે પોતાનાં સિંગડાવો, વાળો અને ખુરોની (કુર્બાનીનાં જાનવરોની ખરી) સાથે આવશે (જેથી કે અલનાં વજન કાંટા પર વજન કરવામાં આવે) કુર્બાની અલ્લાહ તઆલાને ત્યાં પહોંચે છે (એટલે મકબૂલ થાય છે) તેનાં પેહલા કે તેનું લોહી જમીન પર પડી જાય. તેથી કુર્બાની ખુશ દીલીથી કર્યા કરો.”

(૩) કુર્બાનીનાં દિવસથી પેહલા અને કુર્બાની કરવાનાં સમયમાં કુર્બાનીનાં જાનવર પર સખતી ન કરો અને કોઈ પણ તરીકાથી તેને તલકીફ ન પહોંચાડો, બલકે તેની સાથે કરૂણતા તથા નરમીનો વરતાવ કરે.

عن شداد بن أوس رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم قال: إن الله تبارك وتعالى كتب الإحسان على كل شيء فإذا قتلتم فأحسنوا القتلة وإذا ذبحتم فأحسنوا الذبح وليحد أحدكم شفرته وليرح ذبيحته (صحيح مسلم، الرقم: ۱۹۵۵)

હઝરત શદ્દાદ બિન ઔસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે અલ્લાહ તઆલાએ દરેક વસ્તુની સાથે એહસાન કરવાનો હુકમ આપ્યો છે, તેથી જ્યારે તમે (જીહાદમાં કોઈ કાફિરને) કતલ કરો, તો સારી રીતે કતલ કરો અને જ્યારે તમે (જાનવરને) ઝબહ કરો, તો સારી રીતે ઝબહ કરો અને તમારામાંથી દરેકને જોઈએ કે ઝબહ કરવાથી પેહલા પોતાની છરીને ઘારદાર કરો અને પોતાનાં જાનવરને જલદી ઝબહ કરીને તેને રાહત પહોંચાડો.

(૪) જે માણસની પાસે માલી ગુંજાઈશ હોય, તેનાં માટે મુસ્તહબ છે કે તે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ), સહાબએ કિરામ (રદિ.) અને ઉમ્મતનાં અઈમ્મા, અવલિયા અને નેક લોકોની તરફથી નફલી કુર્બાની કરે.

عن علي رضي الله عنه أنه كان يضحي بكبشين أحدهما عن النبي صلى الله عليه وسلم والآخر عن نفسه فقيل له فقال: أمرني به يعني النبي صلى الله عليه وسلم فلا أدعه أبدا (سنن الترمذي، الرقم: ۱٤۹۵)[૩]

હઝરત અલી (રદિ.) નાં બારામાં  મનકૂલ છે કે તે (દરેક વરસે કુર્બાનીનાં દિવસોમાં) બે ઘેંટાવોની કુર્બાની કરતા હતા. એક (ઘેંટુ તેવણ) નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની તરફથી (ઝબહ કરતા હતા) અને બીજું (ઘેંટુ તેવણ) પોતાની તરફથી ઝબહ કરતા હતા. તો કોઈએ એમને પૂછ્યુ (કે તમે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની તરફથી કુર્બાની કેમ કરો છો), તો તેવણે જવાબ આપ્યોઃ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મને આ હુકમ આપ્યો છે, તેથી (જ્યાં સુઘી હું જીવિત રહું) તેને હું કદાપી પણ નહી છોડીશ.

(૫) કુર્બાનીનો ફરીઝો અંજામ દેવામાં જલદી કરો, કારણકે પેહલા દિવસે કુર્બાની કરવાનો ષવાબ બીજા દિવસે કુર્બાની કરવાથી વધારે છે અને બીજા દિવસે કુર્બાની કરવાનો ષવાબ ત્રીજા દિવસે કુર્બાની કરવાથી વધારે છે.

عن جابر بن عبد الله رضي الله عنهما قال: شهدت مع النبي صلى الله عليه وسلم الأضحى بالمصلى فلما قضى خطبته نزل عن منبره فأتي بكبش فذبحه رسول الله صلى الله عليه وسلم بيده وقال: بسم الله والله أكبر هذا عني وعمن لم يضح من أمتي (سنن الترمذي، الرقم: ۱۵۲۱)[૪]

હઝરત જાબિર બિન અબ્દુલ્લાહ (રદિ.) થી રિવાયત છે કે તેવણે ફરમાવ્યુ કે હું ઈદુલ અદહનાં મૌકા પર નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયિ વસલ્લમ) ની સાથે ઈદગાહ હાજર હતા. જ્યારે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ખુત્બાથી ફારિગ થઈ ગયા, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મિમ્બરથી નીચે તશરીફ લાવ્યા (એટલે તેવણ ઊંચી જગ્યા જેનાં પર નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઊભા હતા) પછી એક ઘેંટુ (કુર્બાની માટે) તમારી પાસે લાવવામાં આવ્યુ. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે તેને પોતાનાં મુબારક હાથથી બિસ્મિલ્લાહી અલ્લાહુ અકબર કહીને ઝબહ કર્યુ અને ફરમાવ્યુઃ આ (કુર્બાની) મારી તરફથી છે અને મારી ઉમ્મતનાં તે લોકોના તરફથી છે જેવણે કુર્બાની નથી કરી શક્યા (એટલે હું આ કુર્બાનીનો ષવાબ મારી ઉમ્મતનાં તે લોકોને મોકલુ છું જેઓ કુર્બાની નથી કરી શક્યા).

(૬) ઈદુલ અદહાનાં દિવસે સવારનાં સમયે કંઈ પણ ન ખાવો અહિંયા સુઘી કે ઈદુલ અદહાની નમાઝથી ફારિગ થઈ જાવો. આ મસ્નૂન છ (ઈદુલ અદહાની નમાઝથી પેહલા કંઈ પણ ન ખાવો. આ સુન્નત છે).

عن ابن بريدة عن أبيه رضي الله عنه أن رسول الله صلى الله عليه و سلم كان لا يخرج يوم الفطر حتى يأكل وكان لا يأكل يوم النحر حتى يرجع (سنن ابن ماجة، الرقم: ۱۷۵٦، سنن الترمذي، الرقم: ۵٤۲)[૫]

હઝરત બુરૈદહ (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલુયહિ વસલ્લમ) ની આદતે મુબારકા હતી કે ઈદુલ ફિત્રનાં દિવસે ઈદની નમાઝનાં માટે જવા પેહલા કંઈ ખાતા હતા અને ઈદુલ અદહાનાં દિવસે ઈદની નમાઝ પછીજ ખાતા હતા.

(૭) ઈદુલ અદહાની નમાઝ અદા કરવા બાદ સૌથી પેહલી વસ્તુ જે આપે તનાવુલ ફરમાવી તે કુર્બાનીનું ગોશ્ત હોવુ જોઈએ, કારણકે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની આદતે મુબારકા હતી કે ઈદુલ અદહાની નમાઝ પછી સૌથી પેહલા કુર્બાનીનું ગોશ્ત તનાવુલ ફરમાવતા હતા.

حدثني عبد الله بن بريدة عن أبيه قال: كان رسول الله صلى الله عليه وسلم لا يغدو يوم الفطر حتى يأكل ولا يأكل يوم الأضحى حتى يرجع فيأكل من أضحيته (مسند أحمد[૬]، الرقم: ۲۲۹۸٤، وفي رواية السنن الكبرى للبيهقي، الرقم: ٦۱٦۱: وكان إذا رجع أكل من كبد أضحيته)[૭]

હઝરત બુરૈદહ (રદિ.) ફરમાવતા હતા કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈદુલ ફિતરનાં દિવસે ઈદની નમાઝનાં માટે નિકળવાથી પેહલા કંઈ ને કંઈ ખાતા હતા અને ઈદુલ અદહાનાં દિવસે ઈદની નમાઝથી પેહલા કંઈ ખાતા નહી હતા પછી (ઈદની નમાઝ પછી સૌથી પેહલા) કુર્બાનીનું ગોશ્ત તનાવુલ ફરમાવતા હતા.

બયહકીની રિવાયતથી ષાબિત છે કે કુરબાનીનાં જાનવરમાં કલેજી સૌથી પેહલી વસ્તુ હતી જે આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ખાતા હતા.

(૮) દસમી, અગ્યારમી, બારમી અને તેરમી ઝિલ હિજ્જહનાં રોઝો રાખવુ મમનૂઅ છે.

عن نبيشة الهذلي رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: أيام التشريق أيام أكل وشرب وذكر الله (صحيح مسلم، الرقم: ۱۱٤۱، مسند أحمد، الرقم: ۲٠۷۲۲)[૮]

હઝરત નુબૈશા હુઝલી (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે તશરીક નાં દિવસો ખાવા, પીવા અને અલ્લાહ તઆલાના ઝિકરનાં અય્યામ છે.

(૯) પોતાની વુસ્અતનાં એતેબારથી કુર્બાની નાં માટે બેહતરીન જાનવર ખરીદવાની કોશિશ કરો એટલા માટે કે સારા જાનવરની કુરબાની ના બદલે આખિરતમાં ષવાબ વધારે મળશે.

عن عائشة رضي الله عنها وعن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم كان إذا أراد أن يضحي اشترى كبشين عظيمين أقرنين أملحين موجوءين فذبح أحدهما عن أمته لمن شهد لله بالتوحيد وشهد له بالبلاغ وذبح الآخر عن محمد وعن آل محمد صلى الله عليه وسلم (سنن ابن ماجة، الرقم: ۳۱۲۲)[૯]

હઝરત આંયશા (રદિ.) અને હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો જ્યારે કુરબાની નો ઈરાદો ફરમાવતા, તો બે મોટા સીંગ વાળા, કાળા તથા સફેદ ખસ્સી ઘેંટા ખરીદતા અને તેમાંથી એક પોતાની ઉમ્મતનાં તે લોકોની તરફથી ઝબહ ફરમાવતા જેઓ તૌહીદનો ઈકરાર કરતા હોય અને આ વાતની ગવાહી આપતા હોય કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અલ્લાહ નો પૈગામ પહોંચાડી ચૂક્યા છે અને બીજુ પોતાની તરફથી અને પોતાનાં ખાનદાન વાળાઓની તરફથી ઝબહ ફરમાવતા હતા.

(૧૦) કુર્બાની નાં જાનવરને તાજુ-માજુ કરવુ મસ્નૂન છે.

قال يحيى بن سعيد: سمعت أبا أمامة بن سهل قال :كنا نسمن الأضحية بالمدينة وكان المسلمون يسمنون (صحيح البخاري، الرقم: ۵۵۵۳)

હઝરત અબુ ઉમામા બિન સહલ (રદિ.) ફરમાવે છે કે અમે લોકો મદીના મુનવ્વરહ માં કુર્બાનીનાં જાનવરને તાજુ-માજુ કરતા હતા અને (બીજા) મુસલમાન (સહાબએ કિરામ રદિ.) પણ કરતા હતા.

(૧૧) જો કોઈ માણસ પોતાની કુર્બાનીનાં જાનવરને જાતે ઝબહ કરી શકતો હોય, તો બેહતર આ છે કે તે જાતે ઝબહ કરે અને જો તે જાતે ઝબહ કરવા પર કાદિર ન હોય, તો તેને જોઈએ કે તે કમ સે કમ પોતાનાં જાનવરને ઝબહ કરતા સમયે હાજર રહે. પણ મર્દો અને ઔરતોંનાં દરમિયાન પરદાનો પૂરે પૂરો પ્રબંઘ કરવામાં આવે (મર્દો ઔરતનો મેળ મેળાપ ન હોય).

عن علي رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: يا فاطمة قومي فاشهدي أضحيتك فإن لك بأول قطرة تقطر من دمها مغفرة لكل ذنب أما إنه يجاء بلحمها ودمها توضع في ميزانك سبعين ضعفا قال أبو سعيد: يا رسول الله هذا لآل محمد خاصة فإنهم أهل لما خصوا به من الخير أو للمسلمين عامة قال: لآل محمد خاصة وللمسلمين عامة (رواه أبو القاسم الأصبهاني كما في الترغيب والترهيب، الرقم: ۱٦٦۲)[૧૦]

હઝરત અલી (રદિ.) થી રિવાયત છે કે એક વખત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ હે ફાતિમા ! ઊભી થઈ જાવો અને પોતાની કુર્બાનીનાં જાનવરને ઝબહ થતા જોવો, એટલા માટે કે તેનાં લોહીનું પ્રથમ ટીપું પડવાથી તમારા બઘા ગુનાહ બખશી દેવામાં આવશે. બેશક તેનું ગોશ્ત અને લોહી તમારા તરાઝુમાં સિત્તેર ગણુ કરીને રાખવામાં આવશે. હઝરત અબુ સઈદ (રદિ.) અરજ કર્યુઃ અલ્લાહનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ! શું આ ફઝીલત અને ષવાબ આપનાં ખાનદાનાં માટે ખાસ છે કારણકે તે દરેક રીતનાં ખૈરની સાથે મખસૂસ થવાને વધારે હકદાર છે અથવા આ ફઝીલત અને ષવાબ બઘા મુસલમાનોનાં માટે છે? આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ આ (ફઝીલત) આલે મુહમ્મદનાં માટે ખાસ છે અને બઘા મુસલમાનોં નાં માટે સામાન્ય છે (એટલે દરેક મુસલમાનને પણ કુર્બાની કરવા બાદ આ ફઝીલત હાસિલ થશે).

(૧૨) ઔરત પણ પોતાનું જાનવર જાતે ઝબહ કરી શકે છે, પણ તે ગૈર મહરમોંની સામે ન આવે.

(૧૩) કોઈ પણ જાનવરને બીજા જાનવરોની સામે ઝબહ ન કરે.

(૧૪) ઝબહનાં સમયે ધારદાર છરી ઈસ્તેમાલ કરે અને ઝડપથી ઝબહ કરે. કેમકે બુઠી છરીથી અથવા ઘીરે ઘીરે ઝબહ કરવા થી જાનવરને વધારે તકલીફ થાય છે.

عن عبد الله بن عمر رضي الله عنهما قال: أمر رسول الله صلى الله عليه وسلم بحد الشفار وأن توارى عن البهائم وقال: إذا ذبح أحدكم فليجهز (سنن ابن ماجة، الرقم: ۳۱۷۲)[૧૧]

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે હુકમ આપ્યો કે છરીઓ (જાનવરને ઝબહ કરવાથી પેહેલા) ધાર દાર કરી લેવામાં આવે અને આ કે તેને (જાનવરને) બીજા જાનવરોથી છુપાવીને ઝબહ કરવામાં આવે. અને આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું: જ્યારે કોઈ જાનવરને ઝબહ કરે તો ઝડપથી ઝબહ કરે (જેથી કે જાનવરને વધારે તકલીફ ન થાય).

(૧૫) જાનવરની સામે છરીને તીક્ષ્ણ (તેઝ) ન કરો.

عن ابن عباس رضي الله عنهما أن رجلا أضجع شاة وهو يحد شفرته فقال النبي صلى الله عليه وسلم: أتريد أن تميتها موتات هلا أحددت شفرتك قبل أن تضجعها (المستدرك على الصحيحين للحاكم، الرقم: ۷۵٦۳)[૧૨]

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) ફરમાવે છે કે એક વખત એક માણસે પોતાની બકરીને નીચે મૂકી એ હાલતમાં કે તે પોતાની છરી (તીક્ષણ) ધાર દાર કરી રહ્યો હતો, તો નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે તેને કહ્યુઃ શું તુ આ જાનવરને વારંવાર મારવા માંગે છે ? આ જાનવરને નીચે મુકવાથી પેહલા (ઝબહનાં માટે) પોતાની છરીને કેમ ધારદાર ન કરી?

(૧૬) જ્યારે જાનવરને ઝબહ કરવા માટે લઈ જાવો, તો નરમીથી લઈ જાવો. તેને ઘસડીને ન લઈ જાવો.

عن ابن سيرين رحمه الله قال: رأى عمر بن الخطاب رجلا يسحب شاة برجلها ليذبحها فقال له: ويلك قدها إلى الموت قودا جميلا (مصنف عبد الرزاق، الرقم: ۸٦٠۵)[૧૩]

હઝરત ઈબ્ને સીરીન (રહ.) ફરમાવે છે કે હઝરત ઉમર બિન ખત્તાબ (રદિ.) એક માણસને જોયો જે પોતાની બકરીને ઝબહ કરવા માટે તેનો પગ પકડીને ઘસડી રહ્યો હતો, તો હઝરત ઉમર (રદિ.) તેને કહ્યુઃ તારો નાસ થાય, આને (જાનવરને) તેની મૌતની તરફ (એટલે તેની મૌતની જગ્યાની તરફ) સારી રીતે લઈ જા.

(૧૭) ઝબહનાં સમયે જાનવરને કિબ્લા રૂખ કરીને ડાબા પેહલુ પર સુવડાવો.

عن أنس رضي الله عنه قال: ضحى رسول الله صلى الله عليه وسلم بكبشين أملحين أقرنين ذبحهما بيده وسمى وكبر ووضع رجله على صفاحهما (صحيح البخاري، الرقم: ۵۵٦۵)

હઝરત અનસ (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) બે કાળા તથા સફેદ, સિંગડાવાળા ઘેંટાની કુર્બાની કરી. તેઓને પોતાનાં મુબારક હાથોથી બિસ્મિલ્લાહી અલ્લાહુ અકબર કહીને ઝબહ કર્યા અને (ઝબહનાં સમયે) પોતાનાં પગ તેનાં પેહલુઓ પર રાખ્યા(એટલે બન્નેવ જાનવરોને ડાબા પેહલુઓ પર સુવડાવામાં આવ્યા, જેથી કરીને કે તે કિબ્લા રૂખ થઈ જાય).

(૧૮) ઝબહ પછી જ્યાં સુઘી જાનવરની રૂહ સંપૂર્ણ પણે ન નિકળી જાય તેનું ચામડુ ન ઉતારો.

(૧૯) જાનવરને “બિસ્મિલ્લાહી અલ્લાહુ અકબર” કહીને ઝબહ કરો.

(૨૦) જો કોઈ માણસ ઝબહનાં સમયે જાણી જોઈને “બિસ્મિલ્લાહ” પઢવાને છોડી દે, તો તે ઝબહ કરેલુ જાનવર મુરદાર થશે. અને તેનું ખાવુ હરામ થશે.

અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ

وَلَا تَاْكُلُوا مِمَّا لَمْ يُذْكَرِ اسْمُ اللّٰهِ عَلَيْهِ

અને (એવા જાનવરોમાંથી) ન ખાવો જેનાં પર અલ્લાહ તઆલાનું નામ ન લેવામાં આવ્યુ હોય.

(૨૧) કુર્બાનીનાં જાનવરને ઝબહ કરવાથી પેહલા નીચે આપેલી દુઆ પઢવુ મસ્નૂન છેઃ

إنِّي وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ عَلَى مِلَّةِ إِبْرَاهِيمَ حَنِيفًا وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ‎ ‎إنَّ ‏صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّـهِ رَبِّ الْعَالَمِينَ لَا شَرِيكَ لَهُ وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا مِنَ الْمُسْلِمِينَ اللهُمَّ مِنكَ وَلَكَ

મેં હઝરત ઈબ્રાહીમ (અલૈ.) નાં સીઘા દીન પર કાયમ રહીને પોતાનું રૂખ તે ઝાતની તરફ કર્યુ જેણે આસમાન અને ઝમીનને પૈદા કર્યા અને હું મુશરિકોમાંથી નથી. મારી નમાઝ, મારી ઈબાદત અને મારૂ જીવવુ અને મારૂ મરવુ બઘુ અલ્લાહ તઆલાનાં માટેજ છે જે તમામ જહાનોનો પરવરદિગાર છે. તેનો કોઈ શરીક નથી. આજ વાતનો મને હુકમ આપવામાં આવ્યો છે અને સૌથી પેહલો ફરમાં બરદાર હું ખુદ પોતે છું. હે અલ્લાહ ! આ ફરમાન આપનાં તરફથી છે અને આપનાં માટે જ છે.

عن جابر بن عبد الله رضي الله عنهما قال: ذبح النبى صلى الله عليه وسلم يوم الذبح كبشين أقرنين أملحين ‏موجئين فلما وجههما قال: إنى وجهت وجهى للذي فطر السموات والأرض على ملة إبراهيم حنيفا وما أنا من ‏المشركين إن صلاتي ونسكي ومحياي ومماتي لله رب العالمين لا شريك له وبذلك أمرت وأنا من المسلمين اللهم ‏منك ولك عن محمد وأمته باسم الله والله أكبر ثم ذبح (سنن أبي داود، الرقم: ۲۷۹۷)‏

હઝરત જાબિર (રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) કુર્બાનીનાં દિવસે બે સીંગડા વાળા, કાળા તથા સફેદ રંગ અને ખસ્સી ઘેંટાને ઝબહ કર્યા. જ્યારે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તેને (બન્નેવને) ઝબહ કરવા માટે સુવડાવી દીઘા, તો નીચેની દુઆ પઢીઃ

إنِّي وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ عَلَى مِلَّةِ إِبْرَاهِيمَ حَنِيفًا وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ‎ ‎إنَّ ‏صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّـهِ رَبِّ الْعَالَمِينَ لَا شَرِيكَ لَهُ وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا مِنَ الْمُسْلِمِينَ اللهُمَّ مِنكَ وَ لَكَ

(૨૨) કુર્બાનીનાં જાનવરનું ગોશ્ત જાતે ખાવુ અને બીજા લોકોને ખવડાવવુ મુસ્તહબ છે. એવીજ રીતે આ પણ જાઈઝ છે કે કુર્બાની કરવા વાળો કુર્બાનીનું ગોશ્ત પોતાનાં માટે રાખી લે. અલબત્તા અફઝલ આ છે કે કુર્બાનીનાં ગોશ્તને ત્રણ હિસ્સાવોમાં તકસીમ કરવામાં આવેઃ એક ભાગ પોતાનાં ઘરવાળાઓનાં માટે રાખે, બીજો ભાગ રિશ્તેદારોમાં તકસીમ કરે અને ત્રીજો ભાગ ગરીબો અને જરૂરતમંદોમાં તકસીમ કરે.

عن عابس بن ربيعة رحمه الله قال: قلت لأم المؤمنين: أكان رسول الله صلى الله عليه وسلم ينهى عن لحوم الأضاحي قالت: لا ولكن ‏قل من كان يضحي من الناس فأحب أن يطعم من لم يكن يضحي ولقد كنا نرفع الكراع فنأكله بعد عشرة أيام (سنن ‏الترمذي، الرقم: ۱۵۱۱)‏

હઝરત આબિસ બિન રબીઆ (રદિ.) હઝરત આંયશા (રદિ.) થી સવાલ કર્યોઃ શું રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) કુર્બાનીનાં ગોશ્તથી ના પાડ્યા કરતા હતા? હઝરત આંયશા (રદિ.) જવાબ આપ્યોઃ નહીં (અમને કુર્બાનીનું ગોશ્ત ખાવાની ઈજાઝત હતી) અલબત્તા (આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં ઝમાનામાં) કુર્બાની કરવા વાળા લોકો ઓછા હતા (તે લોકો ઓછા હતા જેઓની પાસે કુર્બાનીની ગુંજાશ હતી) એટલા માટે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ચાહ્યુ કે કુર્બાની કરવા વાળા કુર્બાની ન કરવા વાળાઓને ખવડાવે અને (જ્યાં સુઘી અમારા લોકોનાં ખાવાની વાત છે, તો) અમે જાનવરનાં પાયા ઉઠાવીને રાખી દેતા હતા અને તેને દસ દિવસ પછી ખાતા હતા (અમ ગોશ્ત ભેગુ કરતા હતા અને પછીથી ખાતા હતા).

(૨૩) હદીષ શરીફમાં આવ્યુ છે કે કુર્બાનીનાં દિવસોમાં સૌથી અફઝલ અમલ ખૂન વેહડાવવુ (કુર્બાની કરવુ) છે, પણ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) બયાન ફરમાવ્યુ છે કે એક એવો અમલ છે જેનો ષવાબ કુર્બાનીથી પણ વધારે છે અને તે ટૂટેલા રિશ્તાવોને જોડે છે, તેથી અમારે કુર્બાનીની સાથે સાથે સિલા રહમી પણ કરવી જોઈએ.

عن ابن عباس رضي الله عنهما قال: قال رسول الله صلى الله عليه و سلم في يوم أضحى: ما عمل آدمي في هذا اليوم ‏أفضل من دم يهراق إلا أن يكون رحما مقطوعة توصل (المعجم الكبير للطبراني، الرقم: ۱٠۹٤۸)‏

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈદુલ અદહાનાં દિવસે ઈરશાદ ફરમાવ્યુ કે આજે ખુન બહાવવા (કુર્બાનીનાં જાનવરને ઝબહ કરવા) થી વધારે કોઈ અમલ અફઝલ નથી, પણ આ કે કોઈ માણસ આ રિશ્તાને જોડે જેને તોડી દેવામાં આવ્યો હતો.


[૧] عن زيد بن أرقم رضي الله عنه قال: قلنا: يا رسول الله ما هذه الأضاحي قال: سنة أبيكم إبراهيم قال: قلنا: فما لنا منها قال: بكل شعرة حسنة قلنا: يا رسول الله فالصوف قال: فكل شعرة من الصوف حسنة ( المستدرك على الصحيحين للحاكم، الرقم: ۳٤٦۷، وقال: هذا حديث صحيح الإسناد ولم يخرجاه) وتعقبه الذهبي، فقال: عائذ الله (أحد رواة هذا الحديث) قال أبو حاتم منكر الحديث. قلت: يعمل بمثل هذا الحديث الضعيف في فضائل الاعمال لاسيما إذا كان له شواهد.

منها حديث عبد الله بن عمرو عند الطبراني في المعجم الكبير قال: أفاض جبريل بإبراهيم عليهما السلام إلى منى فصلى به الظهر والعصر والمغرب والعشاء والصبح ثم غدا من منى إلى عرفات فصلى به الصلاتين ثم وقف حتى غابت الشمس ثم أتى به المزدلفة فنزل بها فبات بها ثم قال: فصلى كأعجل ما يصلي أحد من المسلمين ثم دفع به إلى منى فرمى وذبح وحلق ثم أوحى الله عز وجل إلى محمد صلى الله عليه وسلم أن اتبع ملة إبراهيم حنيفا وما كان من المشركين (قال الهيثمي: رواه الطبراني في الكبير بأسانيد ورجال بعضها رجال الصحيح وفي بعض طرقها: أتى رجل عبد الله بن عمرو فقال: إني مضعف من الحمولة مضعف من أهل أفترى لي أن أتعجل فقال له عبد الله بن عمرو: قدم إبراهيم صلى الله عليه وسلم فطاف بالبيت وطاف بين الصفا والمروة ثم راح فصلى الظهر بمنى فذكر نحوه، مجمع الزوائد، الرقم: ۵۵٤٠)

ومنها حديث ابن مربع الأنصاري عند الترمذي، فعن يزيد بن شيبان قال: أتانا ابن مربع الأنصاري ونحن وقوف بالموقف مكانا يباعده عمرو فقال: إني رسول رسول الله صلى الله عليه وسلم إليكم يقول: كونوا على مشاعركم فإنكم على إرث من إرث إبراهيم، وفي الباب عن علي وعائشة وجبير بن مطعم والشريد بن سويد الثقفي، حديث ابن مربع الأنصاري حديث حسن لا نعرفه إلا من حديث ابن عيينة عن عمرو بن دينار وابن مربع اسمه يزيد بن مربع الأنصاري وإنما يعرف له هذا الحديث الواحد (سنن الترمذي، الرقم: ۸۸۳)

ومنها أثر ابن المسيب عند عبد الرزاق قال: لا ينحر إلا في منحر إبراهيم (مصنف عبد الرزاق، الرقم: ۸٤۸٦)

[૨] قال الإمام الترمذي – رحمه الله -: هذا حديث حسن غريب

[૩] قال الإمام الترمذي – رحمه الله -: هذا حديث غريب

[૪] قال الإمام الترمذي – رحمه الله -:  هذا حديث غريب من هذا الوجه

[૫] عن عبد الله بن بريدة عن أبيه قال: كان النبي صلى الله عليه وسلم لا يخرج يوم الفطر حتى يطعم ولا يطعم يوم الأضحى حتى يصلي (سنن الترمذي، الرقم:  ۵٤۲ وقال: حديث بريدة بن حصيب الأسلمي حديث غريب)

[૬] ذكر الذهبي هذه الرواية في المهذب ۳/۱۲۱۹بألفاظ متقاربة فقال: (رواه) الطيالسي ومسلم بن إبراهيم قالا نا ثواب بن عتبة نا عبد الله بن بريدة عن أبيه: كان رسول الله صلى الله عليه وسلم لا يخرج يوم الفطر حتى يطعم ولا يأكل يوم النحر حتى يذبح، وقال أبو عاصم عن ثواب: حتى يرجع وقال مسلم عنه: حتى يرجع فيأكل من أضحيته قلت: ثواب قواه ابن معين ولينه أبو زرعة.

[૭] أخبرنا ابن عبدان أنا أحمد بن عبيد نا سعيد بن عثمان الأهوازي ثنا علي بن بحر القطان نا الوليد بن مسلم نا ابن مهدي عن عقبة بن الأصم عن ابن بريدة عن أبيه: كان رسول الله صلى الله عليه وسلم إذا كان يوم الفطر لم يخرج حتى يأكل شيئا وإذا كان الأضحى لم يأكل حتى يرجع وكان إذا رجع أكل من كبد أضحيته، قلت: لم يتابع عليه وظني أن عقبة هو ابن عتبة المذكور قبله غلط في اسمه (المهذب للذهبي ۳/۱۲۱۹)

[૮] عن نبيشة الهذلي قال: قال رسول الله صلى الله عليه وسلم: أيام التشريق أيام أكل وشرب، حدثنا محمد بن عبد الله بن نمير حدثنا إسماعيل يعني ابن علية عن خالد الحذاء حدثني أبو قلابة عن أبي المليح عن نبيشة، قال خالد: فلقيت أبا المليح فسألته فحدثني به فذكر عن النبي صلى الله عليه وسلم بمثل حديث هشيم وزاد فيه وذكر لله (صحيح مسلم، الرقم: ۱۱٤۱)

[૯] قال العلامة البوصيري – رحمه الله -: هذا إسناد حسن (مصباح الزجاجة ۳/۲۲۲)

[૧૦] وعن أبي سعيد رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم يا فاطمة قومي إلى أضحيتك فاشهديها فإن لك بأول قطرة تقطر من دمها أن يغفر لك ما سلف من ذنوبك قالت يا رسول الله ألنا خاصة أهل البيت أو لنا وللمسلمين قال بل لنا وللمسلمين رواه البزار وأبو الشيخ ابن حبان في كتاب الضحايا وغيره وفي إسناده عطية بن قيس وثق وفيه كلام ورواه أبو القاسم الأصبهاني عن علي ولفظه أن رسول الله صلى الله عليه وسلم قال يا فاطمة قومي فاشهدي أضحيتك فإن لك بأول قطرة تقطر من دمها مغفرة لكل ذنب أما إنه يجاء بلحمها ودمها توضع في ميزانك سبعين ضعفا قال أبو سعيد يا رسول الله هذا لآل محمد خاصة فإنهم أهل لما خصوا به من الخير أو للمسلمين عامة قال لآل محمد خاصة وللمسلمين عامة وقد حسن بعض مشايخنا حديث علي هذا والله أعلم (الترغيب والترهيب، الرقم: ۱٦٦۳)

[૧૧]قال العلامة البوصيري – رحمه الله -: إن إسنادي حديث ابن عمر ضعيف لأن مدار الإسنادين على عبد الله بن لهيعة وهو ضعيف وله شاهد من حديث شداد بن أوس رواه مسلم في صحيحه وأصحاب السنن الأربعة (مصباح الزجاجة ۳/۲۳۳)

[૧૨] وقال الحاكم: هذا حديث صحيح على شرط البخاري ولم يخرجاه، وقال الذهبي: على شرط البخاري

[૧૩] رواته كلهم ثقات، وقد ذكره المنذري في الترغيب والترهيب، الرقم: ۱٦۷٤بلفظة “عن”، إشارة إلى كونه صحيحا أو حسنا أو ما قاربهما عنده كما بين أصله في مقدمة كتابه ۱/۵٠

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...