નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું:
إنه من خيار المسلمين (المعجم الأوسط، الرقم: ١١٨٧)
તે બેશક બેહતરીન મુસલમાનોમાંથી છે.
હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ એક બેહતરીન મુસલમાન
એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત બુસરા બિન્ત સફ્વાન રઝ઼િયલ્લાહુ અન્હા ને પૂછ્યું કે તેમની ભાણી ઉમ્મે-કુલસૂમ બિન્ત-‘ઉક્બા રઝ઼િયલ્લાહુ અન્હાથી નિકાહ માટે કોણે માગું મોકલ્યુ?
તેમણે આપ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)ને કેટલાક લોકોના નામ બતાવ્યા જેમણે તેમની ભાણી સાથે શાદી કરવા માટે માગું મોકલ્યુ હતુ અને તેમને એ પણ જણાવ્યું કે જે લોકોએ તેમની ભાણી માટે રિશ્તો મોકલ્યા છે, તેમાં હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ પણ છે.
આના પર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમને ફરમાવ્યું: તેના (એટલે કે તમારી ભાણી ઉમ્મે-કુલસૂમના) નિકાહ અબ્દુર્રહ઼્માન બિન ઔફ સાથે કરાવી દો કારણ કે તે બેહતરીન મુસલમાનોમાંથી છે અને જે કોઈ તેમના જેવો છે તે પણ બેહતરીન મુસલમાનોમાંથી છે.
એક રિવાયતમાં છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે એમ પણ ફરમાવ્યું કે તેના નિકાહ મુસલમાનોના આગેવાન હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ સાથે કરાવી દો.
એક બીજી રિવાયતમાં છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું કે જો તેણી તેની સાથે નિકાહ કરી લે, તો તે ખુશ અને સંતુષ્ટ રહેશે.
આ સાંભળીને હઝરત ઉમ્મે-કુલસૂમ રઝ઼િયલ્લાહુ અન્હાએ તરત જ તેના સાવકા ભાઈ હઝરત ઉસ્માન રઝ઼િયલ્લાહુ અન્હુ અને તેના કાકા હઝરત ખાલિદ બિન સઈદ રઝ઼િયલ્લાહુ અન્હુને નમ્રતાપૂર્વક સંદેશો મોકલ્યો કે તેઓ હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુના રિશ્તાને સ્વીકારે અને તેની સાથે તેના નિકાહ કરાવી દે.
જ્યારે તેઓ નિકાહ પછી સાથે રહેવા લાગ્યા ત્યારે હઝરત ઉમ્મે-કુલસૂમ રઝ઼િયલ્લાહુ અન્હા એ ફરમાવ્યું: અલ્લાહની કસમ! હું ખૂબ જ ખુશ અને સંતુષ્ટ છું (મારા પતિ અબ્દુર્રહ઼્માન બિન ઔફ સાથે).
આ રીતે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)ના મુબારક શબ્દો હકીકત બની ગયા.