દુરૂદ લખવાવાળા ફરિશ્તા

عن عقبة بن عامر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن للمساجد أوتادا جلساؤهم الملائكة إن غابوا فقدوهم وإن مرضوا عادوهم وإن رأوهم رحبوا بهم وإن طلبوا حاجة أعانوهم فإذا جلسوا حفت بهم الملائكة من لدن أقدامهم إلى عنان السماء بأيديهم قراطيس الفضة وأقلام الذهب يكتبون الصلاة على النبي صلى الله عليه وسلم ويقولون : اذكروا رحمكم الله زيدوا زادكم الله فإذا استفتحوا الذكر فتحت لهم أبواب السماء واستجيب لهم الدعاء وتطلع عليهم الحور العين وأقبل الله عز وجل عليهم بوجهه ما لم يخوضوا في حديث غيره ويتفرقوا فإذا تفرقوا أقام الزوار يلتمسون حلق الذكر (القربة لابن بشكوال، الرقم: 115، وسنده ضعيف كما في القول البديع صـ 257)

હજરત ઉકબાહ બિન આમિર(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે બેશક મસ્જીદોમાં અમૂક ખુંટાઓ છે(અમૂક લોકો મસ્જીદોમાં ખૂંટાઓની જેમ જામેલા રહે છે અને અલ્લાહ તઆલાની ઈબાદતમાં હંમેશા વ્યસ્ત રહે છે) તેમનાં હમનશીન ફરિશ્તાઓ છે. અગર તેઓ મસ્જીદમાં ન હોય, તો તેઓ તેમની કમી મહસૂસ કરે છે અને અગર તેવણ માંદા થઈ જાય, તો તેઓ(ફરિશ્તા) તેમની ઈયાદત કરે છે. અને જો તેઓ(ફરિશ્તા)  તેને જોઈ લે તો તેઓ તેમનું સ્વાગત કરે છે અને અગર જો એમને કંઈક જરૂરત પડે, તો તેઓ(ફરિશ્તા)  તેમની મદદ કરે છે. જ્યારે તેઓ બેસે છે(મસ્જીદમાં અલ્લાહ તઆલાની ઈબાદત અને ઝિક્રો અઝકાર માટે બેસે છે) તો ફરિશ્તા તેમને ઘેરી લે છે અને ફરિશ્તા તેમને ધાંકી લે છે પગથી લઈ આકાશ સુઘી. એમનાં હાથોમાં ચાંદીનાં કાગળો અને સોનાંનાં કલમ હોય છે. ફરિશ્તા એમનાં દુરૂદને લખે છે અને ફરિશ્તાઓ એમને અલ્લાહ તઆલાની યાદ પર પ્રેરણા આપતા કહે છે કે અલ્લાહ તઆલાનો ઝિક્ર કરો. અલ્લાહ તઆલા તમારા ઉપર રહમ ફરમાવે. અલ્લાહ તઆલાનો ખૂબ ઝિક્ર કરો અલ્લાહ તઆલા તમને ખૂબ નવાજશે. જ્યારે તે(અલ્લાહ તઆલાનાં નેક બંદા) ઝિક્ર શરૂ કરે છે, તો તેમના માટે આકાશનાં દરવાજા ખુલી જાય છે, એની દુઆ કબૂલ કરવામાં આવે છે, એમને જન્નતની હુરોં ઝાંકે છે અને અલ્લાહ તઆલા તેમનાં ઉપર ત્યાં સુઘી ખાસ તવજ્જુહ ફરમાવતા રહે છે, જ્યાં સુઘી તે બીજી કોઈ વાતચીતમાં (ઝિક્ર વગર) મશગૂલ ન થઈ જાય અને (ઝિક્ર ની મજલિસ થી) અલગ ન થઈ જાય. જ્યારે તે જુદા થઈ જાય છે, તો ફરિશ્તા નિકળી જાય છે અને બિજા ઝિક્રનાં હલકાની તલાશમાં ઊભા રહી જાય છે.

હઝરત અબૂ ઉબૈદહ (રદિ.) નાં દાંતોનું તુટવુ

ઉહદ ની લડાઈમાં જ્યારે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક ચેહરા અથવા માંથા મુબારકમાં ખૌદ (લોખંડની ટોપી જ લડાઈમાં પેહરવામાં આવે) નાં બે કડા ઘુસી ગયા હતા.

તો હઝરત અબુ બક્ર સિદ્દીક (રદિ.) દોડીને અગાળી વધ્યા અને બીજી બાજુથી  હઝરત અબૂ ઉબૈદહ (રદિ.) દોડીને અગાળી વધી ખૌદનાં કડા દાંતથી ખેંચવાનુ શરૂ કર્યુ. એક કડો કાઢ્યો જેનાં લીઘે એક દાંત હઝરત અબૂ ઉબૈદહ (રદિ.)નો ટૂટી ગયો. તેની પરવાહ ન કરી બીજો કડો ખેંચવા લાગ્યા જેના લીઘે બીજો દાંત પણ ટૂટી ગયો, પણ કડો કાઢી નાંખ્યો.

એ કડા કાઢી નાંખવાનાં કારણે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક જીસ્મમાંથી લોહી નિકળવા લાગ્યુ તો હઝરત અબૂ સઇદ ખૂદરી (રદિ.) નાં વાલિદ માજીદ માલિક બિન સિનાન (રદિ.) પોતાનાં હોઠોંથી તે લોહીને ચૂસી લીઘુ અને ગળી ગયા.

હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જેનાં લોહીમાં મારૂ લોહી ભળી ગયુ છે તેના ઉપર જહન્નમની આગ સ્પર્શ નહી કરી શકશે. (ફઝાઈલે આમાલ, હિકાયતે સહાબા, પેજ નં- ૧૬૮)

Source: http://ihyaauddeen.co.za/?p=4047

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...