અઝાન પછી દુરૂદ શરીફ પઢવુ

ع

عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أنه سمع النبي صلى الله عليه وسلم يقول: إذا سمعتم المؤذن فقولوا: مثل ما يقول ثم صلوا علي فإنه من صلى علي صلاة صلى الله عليه بها عشرا ثم سلوا الله لي الوسيلة فإنها منزلة في الجنة لا تنبغي إلا لعبد من عباد الله وأرجو أن أكون أنا هو فمن سأل لي الوسيلة حلت له الشفاعة (صحيح مسلم، الرقم: 384)

હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુઃ જ્યારે તમે મુ’અઝ્ઝીન ની અઝાન સાંભળો, તો તેનાં અઝાનનાં કલિમાતને દોહરાવો અને અઝાન પછી મારા પર દુરૂદ મોકલો, કારણકે જે મારા પર એક વખત દુરૂદ મોકલે છે, અલ્લાહ ત’આલા તેનાં પર દસ રહમતોં નાઝિલ ફરમાવે છે. અને અલ્લાહ તઆલાથી મારા માટે “વસીલા”ની દુઆ કરો. બેશક આ (વસીલો) જન્નતમાં એક ઊંચો રૂતબો છે, જે અલ્લાહ તઆલાનાં માત્ર એક ખાસ બંદાને મળશે. મારી આરઝૂ છે કે તે મકામ મને મળે. તેથી જે માણસ મારા માટે (વસીલા) ની દુઆ કરશે, તેને મારી શફાઅત પ્રાપ્ત થશે.

નેક લોકો માટે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની લાંબી હમનશીની (સાથ)

હાફિઝ ઈબ્ને કષીર (રહ.) ઘણી સનદો થી એક ઘટના નકલ કરી છે કે એક દિવસ એક સહાબી રસૂલે કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની ખિદમત માં હાજર થયા અને અરજ કર્યુ:

યા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ! મારા દિલમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની મુહબ્બત પોતાની જાનથી પણ વઘારે છે, પોતાની બીવીથી પણ અને પોતાની ઔલાદ થી પણ વધારે છે અમૂક સમયે હું પોતાનાં ઘરમાં બેચેન રહું છું અહીંયા સુધી કે જ્યારે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની ખિદમત માં હાજર થઇને આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની ઝિયારત કરી લઉં, ત્યારે મને સુકૂન થાય છે, હવે મને ફિકર છે કે જ્યારે આ દુન્યાથી આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પરદો ફરમાવી જશે અને મને પણ મૌત આવી જશે તો હું જાણતો છું કે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ જન્નતમાં અંબિયા (અલૈ.) ની સાથે ઊંચા દરજા માં હશો, અને સૌથી પહેલા તો મને એ ખબર નથી કે હું જન્નતમાં પ્રવેશ પણ કરવા અથવા નહીં, જો હું જન્નત માં ચાલી પણ ગયો તો મારો દરજો આપથી ઘણો નીચે હશે, હું ત્યાં આપની ઝયારત ન કરી શકીશ તો મને સબર કેવી રીતે આવશે?

આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે એમનું કલામ (વાત) સાંભળી કંઈ જવાબ ન આપ્યો, ત્યાં સુઘી કે આ નિચે પ્રમાણેની આયત નાઝિલ થઈઃ

وَمَن يُطِعِ اللَّهَ وَالرَّسُولَ فَأُولَئِكَ مَعَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِم مِّنَ النَّبِيِّينَ وَالصِّدِّيقِينَ وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ وَحَسُنَ أُولَئِكَ رَفِيقًا ﴿٦٩﴾ ذَٰلِكَ الْفَضْلُ مِنَ اللَّهِ وَكَفَىٰ بِاللَّهِ عَلِيمًا ﴿النساء:٧٠﴾

જે કોઈ અલ્લાહનો હુકમ માને અને તેના રસૂલનો, બસ તેઓ તેમની સાથે છે જેમનાં ઉપર અલ્લાહે ઈનામ કર્યુ અર્થાત્ નબીઓ અને સિદ્દીકીન અને શહીદો અને સાલિહીન (નેક લોકો) અને આ લોકો સારા સાથી છે.આ અલ્લાહ તઆલા તરફથી ફઝલ છે અને અલ્લાહ તઆલા જાણવા વાળા પૂરતા છે.

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=4027 & http://whatisislam.co.za/index.php/history/seerah/seeratul-mustafaa/item/522-pointless-and-absurd-questions-of-the-disbelievers-of-makkah-part-three

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...