બુઝ્રગાને-દીનના પગલે ચાલવાનો સખત પ્રયાસ કરો

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિયા રહ઼િમહુલ્લાહએ એકવાર ફરમાવ્યું:

અકાબિરના પગલે ચાલવાની ખૂબ કોશિશ કરો. મેં આમાં ઘણી બરકત જોઈ છે. મેં હઝરત ગંગોહી રહ઼િમહુલ્લાહને ખૂબ જોયા. તે પછી, ચાર અકાબિરોને જોયા: હઝરત સહારનપુરી, હઝરત થાનવી, હઝરત રાયપુરી, હઝરત કાંધલવી (હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ) રહ઼િમહુમલ્લાહ.

ઇર્શાદ ફરમાવ્યું: (જેનો ખુલાસો એ છે કે) હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ અને આપના સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમ તો આગળના છે, આ હઝરતોના હાલાત પણ ઉંચા અને બુલંદ છે. તેમની વાત જ કંઈક અલગ હતી; પરંતુ આપણા આ અકાબિર તેમનો જમાનો તો દૂરનો નથી, તેમના હાલાતને ધ્યાનથી જુઓ, વાંચો અને બને ત્યાં સુધી તેમની ઇત્તિબા (અનુસરણ) કરવાનો પ્રયાસ કરો.

(અનુસરણ કરવુ = પાછળ પાછળ ચાલવુ, તેમના જેવુ થવુ)

આ હઝરતોએ પણ સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમનો દાખલો બનીને બતાવ્યું અને હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ઇત્તિબાને (અનુસરણને) આસાન બનાવી દીધી. કારણ કે દાખલો સામે આવ્યા પછી અમલીકરણ આસાન બની જાય છે.

આ હઝરતોના તકવાને મક્કમતાથી પકડી રાખો.

અલ્લાહ તઆલાનો ઇર્શાદ છે:

وَمَن يَتَّقِ اللَّهَ يَجْعَل لَّهُ مَخْرَجًا ‎﴿٢﴾‏ وَيَرْزُقْهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِبُ ۚ

અને જે અલ્લાહથી ડરે છે, અલ્લાહ તઆલા તેના માટે નજાતની (મુક્તિની) શકલ પૈદા કરી દે છે અને તેને એવી જગ્યાએથી રોજી આપે છે જ્યાંથી તેને મળવાનો ખ્વાબો-ખ્યાલ પણ ન હોય.

પછી જુઓ દુનિયામાં પણ કેટલી સરળતાથી રોજી મળે છે, આખિરતમાં તો ઇનામ છે જ. (મલફૂઝાત હઝરત શેખ રહિમહુલ્લાહ, ભાગ ૧, પેજ નં. ૧૬૩)

Check Also

તમામ તકલીફો ઘટાડવાની તદબીર

એક સાહબે ઘરેલું બાબત અંગે અર્ઝ કર્યું કે એનાથી હઝરત (હઝરત મૌલાના અશરફ અલી થાનવી …