દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો
દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની કિતાબોમાં કરવામાં આવ્યો છે. ‘ઉલામા-એ-‘અકાઇદ આ વાત પર સહમત છે કે દજ્જાલના આવવા પર ઇમાન રાખવું અહલે સુન્નત વલ-જમાતના ‘અકીદાઓનો એક ભાગ છે.
તે હદીસો જેમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે દજ્જાલના ફિતનાઓથી પોતાની ઉમ્મતને ચેતવી છે તે હદીસો એટલી બધી છે કે ‘અકીદાઓની તમામ કિતાબો માં દજ્જાલના આવવા પર ઇમાન અને યકીન રાખવું એ અહલે સુન્નત વલ-જમાતના ‘અકીદાઓ અને માન્યતાઓમાં સામેલ છે.
તેથી, સન્માનીય મુહદ્દિસોએ દજ્જાલના આવવા પર ઇન્કાર કરનારાઓને ગુમરાહ ફિરકાઓ માં સામેલ કર્યા છે. જેવી રીતના કે ખવારીજ અને મુ’અ્તઝીલા વગેરે.
અલ્લામા સુયૂતી રહિમહુલ્લાહ ની રાય (મંતવ્ય) આ છે કે જો કોઈ વ્યક્તિ આ હદીસોને નકારે, જે દજ્જલના વુજૂદને સાબિત કરે છે, તો તે કાફિર બની જશે. આ વાત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની નીચેની હદીસ થી સાબિત થાય છે:
من كذب بالدجال فقد كفر، ومن كذب بالمهدي فقد كفر (القول المختصر صـ ١٦)
જેણે દજ્જાલનો ઈન્કાર કર્યો (એટલે કે તેણે એમ કહ્યું કે દજ્જાલ જેવું કંઈ પણ નથી બધુ જુઠ છે) તો તેણે કુફ્ર કર્યો અને જેણે મહદી (રદી અલ્લાહુ ‘અન્હુ)નો ઇન્કાર કર્યો તેણે (પણ) કુફ્ર કર્યો.
અહલે સુન્નત વલ-જમાતનો અકીદો આ છે કે દજ્જાલ એક ખાસ ઇન્સાન છે
મશહૂર અને જાણીતા મુહદ્દિસ અને ફકીહ ‘અલ્લામા કાઝી ‘અયાઝ રહિમહુલ્લાહએ સાફ-સાફ લખ્યું છે કે અહલે સુન્નત વલ-જમાતનો અકીદો આ છે કે દજ્જાલ એક ખાસ ઇન્સાન છે.
‘અલ્લામા કાઝી ‘અયાઝ રહીમહુલ્લાહ લખે છે:
ઇમામ મુસ્લિમ રહિમહુલ્લાહ અને અન્ય મુહદ્દિસો ની દજ્જાલ વિશેની રિવાયત કરવામાં આવેલ હદીસો તે લોકો માટે દલીલ છે જેઓ રાહે હક પર છે, તે હદીસો થી દજ્જાલનું વુજૂદ (અસ્તિત્વ) અને તેનું એક ખાસ ઇન્સાન હોવું સાબિત થાય છે. અલ્લાહ ત’આલા દજ્જાલને બંદાઓની આઝમાઇશ (કસોટી) કરવા માટે મોકલશે અને તેને કેટલાક એવા કામો કરવાની તાકાત આપશે જે ઇન્સાન ની તાકાત થી બહાર છે, જેમ કે તે વ્યક્તિને જીવતો કરવું જેને તે કતલ કરશે, દુનિયામાં ખૂબસૂરત ખૂબસૂરત વસ્તુઓ પૈદા કરવી, ઉજ્જડ જમીનને હરીભરી બનાવવી, આરામદાયક અને પીડાદાયક વસ્તુઓ અને નહેરો બનાવવા પર કાદિર (સક્ષમ) હોવું. (જે તેના હુકમથી વહેશે), જમીનમાંથી બેપનાહ ખજાના ને કાઢવુ, આસમાનમાંથી વરસાદ વરસાવવુ અને પાક ઉગાડવુ. આ તમામ વસ્તુઓ અસામન્ય અને આદત થી વિપરીત અલ્લાહ ત’આલા ની કુદરત અને હુકમથી થશે. તે પછી, અલ્લાહ ત’આલા તેની બધી શક્તિઓ અને તાકાતો ને ખતમ કરી નાખશે. તેથી, તે તે વ્યક્તિને કતલ ન કરી શકશે (જેને તેણે કતલ કરીને જીવતો કર્યો હતો જેવી રીતે કે હદીસ શરીફમાં છે) અને ન અન્ય કોઈ માણસને કતલ કરી શકશે. પછી હઝરત ‘ઇસા ઐલહિસ્સલામ તેને કતલ કરશે અને અલ્લાહ ત’આલા ઈમાન વાળાઓને દીન પર ઇસ્તિકામત (દ્રઢતા અને મક્કમતા) આપશે. આ જ અહલે સુન્નત વલ-જમાત અને તમામ મુહદ્દિસો અને મુફ્તીયાં-એ-કિરામ અને ‘ઉલમા-એ-અકાઇદનો દજ્જાલ સંબંધી અકીદો છે, તે ગુમરાહ ફિરકાઓ ના ખિલાફ જેઓ દજ્જાલ ને નકારે છે જેવી રીતે કે ખવારિજ, જહમીય્યા અને કેટલાક મુ’અ્તઝિલા વગેરે.