રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગા-ને-દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા.

(૨) રમઝાનની બરકતોં અને રહમતોંથી પૂરા તૌર પર મુસ્તફીદ થવા (ફાયદો ઉઠાવવા) માટે માણસે નિઝામુલ અવકાત(એટલે કે ટાઈમ ટેબલ) બનાવવુ જોઈએ.

عن أبي سعيد الخدري رضي الله عنه عن النبي صلى الله عليه و سلم أنه قال: من صام رمضان وعرف حدوده وتحفظ مما ينبغي له أن يتحفظ كفر ما قبله (رواه ابن حبان في صحيحه والبيهقي كما في الترغيب و الترهيب، الرقم: ۱٤۷٤)

હઝરત અબૂ સઈદ ખુદરી રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસ રમઝાનુલ મુબારકનાં રોઝા રાખે અને તેના હુદૂદને ઓળખે (રમઝાનુલ મુબારકનાં હુદૂદ, હુકમો અને આદાબની રીઆયત કરે(ધ્યાન રાખે) અને જે જે વસ્તુઓથી બચવુ જોઈએ, તે બઘાથી તે બચે, તો તેનાં પાછલા બઘા (સગીરા)ગુનાહોં મિટાવી દેવા માં આવશે.

(૩) જો કોઈ ના માથે હુકૂકુલ્લાહ અથવા હુકૂકુલ ઈબાદ ની અદાયગી બાકી હોય (હુકૂકુલ્લાહ (અલ્લાહ તઆલાનાં હકો) જેવી રીતે કઝા નમાઝોં, કઝા રોઝા અને સદકાતે વાજીબા વગૈરહ અને હુકૂકુલ ઈબાદ (બંદાઓનાં હકો)જેવી રીતે કોઈનાં પર ઝુલમ કર્યો હોય અથવા કોઈકને તકલીફ પહોંચાડી હોય અથવા કોઈકનો કર્ઝ અથવા દૈન તેનાં શિરે હોય), તો રમજાન મહીનાના આવવા થી પેહલા તે તમામ મામલાતને પૂરા કરી દેવામાં આવે અને દરેકનાં હક અદા કરી દેવામાં આવે.

કોઈનાં પર ઝુલમ કર્યો હોય યા કોઈને તકલીફ પહોંચાડી હોય, તો તેમનાંથી માફી માંગી લે, જેથી તમે રમઝાનુલ મુબારકની બરકતોં પૂરા તૌર પર હાસીલ કરી શકો.

(૪) રમઝાનથી પેહલા પોતાની નફલ ઈબાદતોમાં વધારો કરે અને ઈબાદત નો મામૂલ(નિયમ) બનાવે, જેથી રમઝાનુલ મુબારકમાં તમે વધારેથી વધારે ઈબાદત કરી શકો.

(૫) રમઝાનુલ મુબારક થી પેહલા ખૂબ ઈસ્તગફાર કરે અને દુઆઓં પણ કરે.

(૬) જ્યારે રજબનો મહીનો શરૂ થઈ જાય, તો નિચે પ્રમાણેની દુઆ માંગેઃ

اَللّهُمَّ بَارِكْ لَنَا فِيْ رَجَبٍ وَّ شَعْبَان وَبَلِّغْنَا رَمَضَان

હે અલ્લાહ! અમારા માટે રજબ અને શાબાનનાં મહીનામાં બરકત અતા ફરમાવજો અને અમોને રમઝાન સુઘી પહોંચાડજો.

عن أنسٍ رضي الله عنه قال كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ إذَا دَخَلَ رَجَبٌ قَالَ اَللّهُمَّ بَارِكْ لَنَا فِيْ رَجَبٍ وَّشَعْبَانَ وَبَلِّغْنَا رَمَضَان  (شعب الايمان رقم ۳۸۱۵)

હઝરત અનસ રદિઅલ્લાહુ ‘અન્હુ ફરમાવે છે કે જ્યારે રજબ નો મહીનો શરૂ થતો ,તો નબી સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ આ દુઆ પઢતા હતા:

اَللّهُمَّ بَارِكْ لَنَا فِيْ رَجَبٍ وَّ شَعْبَان وَبَلِّغْنَا رَمَضَان

(૭) રમઝાન શરૂ થવા પછી અને રમઝાનનાં દરમિયાન નિચે પ્રમાણેની દુઆ માંગેઃ

اَللّهُمَّ سَلِّمْنِيْ لِرَمَضَان وَ سَلِّمْ رَمَضَانَ لِيْ وَسَلِّمْهُ لِيْ مُتَقَبَّلًا

ઈલાહી! રમઝાનનાં મહીના માટે મને સલામત રાખજો અને રમઝાનનાં મહીનાને મારા માટે સલામત રાખજો અને એને મારા તરફથી કબૂલ ફરમાવજો.

عن عبادة بن الصامت قال: كان رسول الله صلى الله عليه وسلم يعلمنا هؤلاء الكلمات إذا جاء رمضان اللهم سلمني لرمضان وسلم رمضان لي وسلمه لي متقبلا. رواه الطبرناني في الدعاء والديلمي وسنده حسن. (كنز العمال رقم ۲٤۲۷۷)

હઝરત ઉબાદહ બિન સામિત રદિઅલ્લાહુ ‘અન્હુ ફરમાવે છે કે જ્યારે રમઝાનનો મહીનો આવતો, તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ અમોને આ કલિમાત સીખવતા હતા:

اَللّهُمَّ سَلِّمْنِيْ لِرَمَضَان وَ سَلِّمْ رَمَضَانَ لِيْ وَسَلِّمْهُ لِيْ مُتَقَبَّلًا

(૮) રમઝાનનાં મહિનામાં નફલ નો સવાબ ફર્ઝનાં બરાબર થઈ જાય છે અને ફર્ઝનો સવાબ સિત્તેર ગણો વધી જાય છે, તેથી રમઝાનનાં મહિનામાં વધારેથી વધારે નવાફિલનો એહતિમામ કરે અને ફરાઈઝથી ગફલત ન કરે.

عن سلمان رضي الله عنه قال خطبنا رسول الله صلى الله عليه و سلم في آخر يوم من شعبان…  من تقرب فيه بخصلة من الخير كان كمن أدى فريضة فيما سواه ومن أدى فريضة فيه كان كمن أدى سبعين فريضة فيما سواه (الترغيب و الترهيب رقم ۱٤۸۳)

હઝરત સલમાન ફારસી રદિઅલ્લાહુ ‘અન્હુ ફરમાવે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે શાબાનનાં છેલ્લા દિવસે અમારી સામે ખુત્બો આપ્યો. (આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે આ ખુત્બામાં ઈરશાદ ફરમાવ્યું કે) જે માણસ આ મહિનામાં કોઈ સારૂ (નફલ) કામ કરીને અલ્લાહ ત’આલાનું કુર્બ હાસિલ કરે, તો તેને રમઝાનનાં મહિનાનાં અલાવામાં ફર્ઝ અદા કરવા વાળાનાં બરાબર સવાબ મળે છે અને જો આ મહિનામાં એક ફર્ઝ અદા કરે, તો તેને તે માણસનાં બરાબર સવાબ મળે છે, જેણે બીજા મહિનાઓમાં સિત્તેર ફરાઈઝ અદા કર્યા.

Source: http://ihyaauddeen.co.za/?p=6546


Check Also

દુઆની સુન્નતો અને આદાબ – ૫

(૧) દુઆની શરૂઆતમાં, અલ્લાહ તઆલાની હમ્દ-ઓ-સના (પ્રશંસા) કરો અને તે પછી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ …