હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે તેમણે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને ફરમાવતા સાંભળ્યા:
لو أن لي أربعين بنتا زوّجت عثمان واحدة بعد واحدة، حتى لا يبقى منهن واحدة (أي بعد وفاة واحدة، لزوّجته أخرى حتى لا تبقى واحدة منهن) (أسد الغابة ٣/٢١٦)
જો મારી પાસે ચાલીસ પુત્રીઓ (બેટીઓ) હોત તો પણ હું તે બધી એક પછી એક ઉસ્માન ના નિકાહમાં આપી દેત; અહિંયા સુધી કે તેમાંથી એક પણ બાકી ન રહે (એટલે કે, જો એક બેટી નો ઈન્તિકાલ થઈ જાય, તો હું બીજી બેટી તેમના નિકાહ માં આપી દેત; અહિંયા સુધી કે તેમાંથી એક પણ બાકી ન રહે)
જન્નત ની ખુશ ખબરી
હઝરત અબુ મુસા અશ્’અરી રદિ અલ્લાહુ અન્હુ ફરમાવે છે:
એકવાર હું રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ સાથે મદીના મુનવ્વરા ના એક બગીચામાં હતો ત્યારે અચાનક એક માણસ આવ્યો અને તેમણે બગીચામાં જવાની ઈજાઝત માંગી.
તેમની દરખાસ્ત સાંભળીને, નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે મને ફરમાવ્યું કે તેમને અંદર આવવાની ઈજાઝત આપો અને તેમને જન્નતમાં આ’લા મકામની (ઉચ્ચ સ્થાન) ખુશખબરી સંભળાવી દિયો.
અંતે મેં તેમના માટે દરવાજો ખોલ્યો તો મેં જોયું કે તે હઝરત અબુબકર રદિ અલ્લાહુ અન્હુ હતા. મેં તેમને તે વાત ની ખુશ ખબરી સંભળાવી હતી જે નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવી હતી તો તેમણે શુક્રિયા તરીકે અલ્લાહ ત’આલા ની તા’રીફ કરી.
પછી અન્ય એક વ્યક્તિ આવ્યો અને તેમણે પણ બાગ માં દાખલ થવા માટે ઈજાઝત માંગી.
તેમની દરખાસ્ત સાંભળીને, નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે મને ઈર્શાદ ફરમાવ્યું કે તેઓને અંદર આવવાની ઈજાઝત આપી દો અને તેમને જન્નતમાં આ’લા મકામની (બુલંદ મરતબા) ની ખુશખબર આપી દો.
જ્યારે મેં તેમના માટે દરવાજો ખોલ્યો તો મેં જોયું કે તે હઝરત ઉમર રદિઅલ્લાહુ અન્હુ હતા. મેં તેમને પણ આ વાત ની ખુશ ખબરી સંભળાવી હતી જે નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવી હતી તો તેમણે અલ્લાહ તઆલાની હમ્દ-ઓ-સના (તા’રીફ) કરી.
થોડા સમય પછી બીજા એક સાહિબ આવ્યા અને તેમણે પણ બગીચામાં આવવા માટે ઈજાઝત માંગી, તો આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે મને ફરમાવ્યું કે તેમને અંદર પ્રવેશવાની ઈજાઝત આપી દો અને તેમને જન્નતમાં આ’લા મકામની (ઉચ્ચ સ્થાન) ની ખુશખબર આપી દો. તે મુસીબત ની સાથે જે તેમને પહોંચશે.
મેં દરવાજો ખોલ્યો તો જોયું કે તે હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ અન્હુ હતા. મેં તેમને પણ આ વાત ની ખુશ ખબરી સંભળાવી હતી નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે જે ફરમાવી હતી, તો તેઓએ અલ્લાહ ત’આલા ની હમ્દ-ઓ-સના (તા’રીફ,ગુણગાન) કરી અને ફરમાવ્યું કે અમે અલ્લાહ ત’આલા થી જ મદદ માંગે છે.