જન્નતના આધેડ વય વાળાઓનાં સરદાર

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું:

هذان سيدا كهول أهل الجنة من الأولين والآخرين إلا النبيين والمرسلين (سنن الترمذي، الرقم: ٣٦٦٤)

આ બંને સહાબા (હઝરત અબુ બક્ર અને હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુમા) જન્નતના તમામ આગલા અને પાછલા આધેડ ઉમ્ર લોકોના સરદાર હશે (જેઓ આ બંને પહેલા આવ્યા હતા અને જેઓ આ બંને પછી આવશે, આ બંને સહાબા બધાનાં સરદાર હશે) નબીયો અને રસૂલોનાં સિવાય.

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ સાથે દફન થવાની ઈચ્છા

હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુએ તેમના જીવનની અંતિમ ક્ષણોમાં તેમના પુત્ર હઝરત અબ્દુલ્લા બિન ઉમર રદિ અલ્લાહુ અન્હુમાને હઝરત આયશા રદી અલ્લાહુ અન્હાના ઘરે મોકલ્યા.

હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હુએ પોતાના પુત્ર હઝરત અબ્દુલ્લા બિન ઉમર રદી અલ્લાહુ અન્હુમા થી ફરમાવ્યું:

તમે આયશા પાસે જાઓ અને તેમને કહો કે ઉમરે તમારી ખિદમત માં સલામ પૈશ કર્યા છે. એમ ન કહતા કે અમીરુલ મુમીનીને સલામ પૈશ કર્યા છે; કારણ કે હું હવે અમીરુલ મુમીનીન નથી (કારણ કે હું આ દુનિયા થી રુખસત થવાનો છું).

પછી તેમને વિનંતી કરો કે ઉમર બિન ખત્તાબ તમારા મકાન માં તેમના બે સાથીઓ (હઝરત રસૂલ અલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ અને હઝરત અબુ બકર રદિ અલ્લાહુ અન્હુ) સાથે દફન થવાની પરવાનગી માંગે છે.

હઝરત અબ્દુલ્લા બિન ઉમર રદિ અલ્લાહુ અન્હુમા તેમના વાલીદ (પિતા) ના હુકમ મુજબ હઝરત આયશા રદી અલ્લાહુ અન્હાના ઘરે તશરીફ લઈ ગયા.

ત્યાં જઈને તેમણે જોયું કે ઉમ્મુલ મુમીનીન હઝરત આયશા રદિ અલ્લાહુ અન્હા રડી રહ્યા હતા (આ દુ:ખદ ઘટના પર અને તે મોટા નુકસાન પર જે ઉમ્મતને હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુની વફાત પછી થશે).

હઝરત અબ્દુલ્લા બિન ઉમર રદિઅલ્લાહુ અન્હુમાએ કહ્યું કે ઉમરે તમને સલામ કહ્યા છે અને આ દરખાસ્ત કરી છે કે તમે તેમને તમારા મકાનમાં તેમના બે સાથીઓ સાથે દફનાવવાની ઈજાઝત આપો.

હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હુની દરખાસ્ત સાંભળીને હઝરત આયશા રદી અલ્લાહુ અન્હાએ ફરમાવ્યું:

મારી તમન્ના હતી કે હું આ મકાન માં દફન થાવું; (હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ અને મારા વાલીદ (પિતા) હઝરત અબુ બકર રદી અલ્લાહુ અન્હુ ની સાથે) પરંતુ આજે હું ઉમર (રદી અલ્લાહુ અન્હુ)ને પ્રાધાન્ય આપુ છું.

જ્યારે હઝરત અબ્દુલ્લા બિન ઉમર રદિ અલ્લાહુ અન્હુમા પાછા આવ્યા અને હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુને વિનંતી કરી કે આયશાએ તમને તમારા બે સાથીઓ સાથે તેમના મકાન માં દફનાવવાની ઈજાઝત આપી દીધી છે, ત્યારે હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ ધણાં ખુશ થયા.

તે પછી હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હુએ તેમના પુત્ર હઝરત અબ્દુલ્લા બિન ઉમર રદી અલ્લાહુ અન્હુમાને કહ્યું:

મારી વફાત પછી, જ્યારે તમે મને દફનવિધિ માટે લઈ જશો, ત્યારે મારા વતી ફરીથી આયશા પાસેથી ઈજાઝત લઈ લેજો. તમે તેમને કહો કે ઉમર તમારા થી તેમના બે સાથીઓ સાથે દફન થવાની ઈજાઝત માંગે છે.

જો તે પરવાનગી આપી દે તો મને ત્યાં દફનાવજો અને જો તે ઈજાઝત ન આપે તો મને આમ મુસલમાનોના કબ્રસ્તાનમાં દફનાવી દો.

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મહબૂબ (પ્રિય)

سئلت سيدتنا عائشة رضي الله عنها: أي أصحاب رسول الله صلى الله عليه وسلم كان …