સુરએ નસર ની તફસીર

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ

اِذَا جَآءَ نَصۡرُ اللّٰہِ  وَالۡفَتۡحُ ۙ﴿۱﴾‏‎ ‎وَرَاَیۡتَ النَّاسَ یَدۡخُلُوۡنَ فِیۡ  دِیۡنِ اللّٰہِ اَفۡوَاجًا ۙ﴿۲﴾‏ فَسَبِّحۡ  بِحَمۡدِ رَبِّکَ وَ اسۡتَغۡفِرۡہُ  ؕ اِنَّہٗ کَانَ تَوَّابًا ﴿۳﴾‏‎  ‏‏ ‎

(એ મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ્યારે અલ્લાહની મદદ અને ફતહ (મક્કાની ફતહ) આવે (૧) અને તમો લોકોને જુવો કે તેઓ ઝુંડનાં ઝુંડ અલ્લાહનાં દીનમાં દાખલ થઈ રહ્યા છે (૨) તો તમો પોતાનાં પરવરદિગારની તસ્બીહ તથા તહમીદ કરો અને તેમનાંથી મગફિરત તલબ કરો. બેશક તેવણ ઘણાં માફ કરવા વાળા છે (૩)

તફસીર

નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની આખી ઝિંદગી કુફ્ફારે આપનો વિરોધ કર્યો અને આપનાં મિશનને ખતમ કરવાની કોશિશ કરી. તેવણે મુસલમાનોને તકલીફ પહોંચાડવા અને તેઓની ઝિંદગી તંગ કરવા માટે રાત અને દિવસ જાત જાતની તદબીરો કરી અને ઈસ્લામને સંપૂર્ણ પણે મિટાવવાની કોશિશો કરી.

મદીના મુનવ્વરાની તરફ હિજરત કરવાથી પેહલા નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને સહાબએ કિરામે (રદિ.) કુફ્ફારનાં હાથોં પર સખત તરીન અઝિય્યતો, મુસીબતોં અને પરેશાનિયોં સહન કરી.

મદીના મુનવ્વરહની તરફ હિજરત કરવા બાદ પણ કુફ્ફારની કોશિશોમાં કમી ન આવી, બલકે તેઓ પોતાની કોશિશોમાં વધારો કરતા રહ્યા, અહિંયા સુઘી કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને કુરૈશનાં દરમિયાન ઘણી બઘી લડાઈયો થઈ અને અંતમાં તે સમય આવ્યો કે અલ્લાહ તઆલાએ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને ફતહે મુબીન (ફતહે મક્કા) અતા કરી.

જ્યારે મક્કાનો વિજય થયો, તો ફતહે મક્કાનો અન્જામ જાણે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની જીવન ભરની મેહનતો અને સતત કુર્બાનીનો ખુલાસો હતો. આ તે સમય હતો જ્યારે અલ્લાહ તઆલાએ પોતનાં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને તેમનાં મુઅઝ્ઝઝ સહાબએ કિરામ (રદિ.) તેમની અથાગ કોશિશો અને મેહનતોંનું પરિણામ દેખાડ્યુ અને દુનિયાની સામે ઈસ્લામની શાનો શૌકતને જાહેર ફરમાવી.

અમુક મુફસ્સીરીન નાં નઝદીક આ સૂરત ફતહે મક્કાથી અમુક અરસા પેહલા નાઝિલ થઈ અને આ સૂરતનો નુઝૂલ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું આ દુનિયાથી તશરીફ લઈ જવાથી તકરીબન અઠી વરસ પેહલા થયો (એટલે હિજરતનાં આંઠમાં વર્ષમાં).

આ સૂરતમાં નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ને બશારત આપી હતી કે ટૂંક સમયમાં મક્કા મુકર્રમા ફતહ થવાનો છે અને ઘણાં બઘા કબાઈલ ઈસ્લામ કબૂલ કરશે.

અમુક આયતો અને સૂરતોની નુઝૂલની તારીખ

સુરએ ફાતિહા કુર્આને મજીદની બઘી સૂરતોમાંથી સૌથી પેહલી સૂરત છે જે સંપૂર્ણ પણે એક સાથે નાઝિલ થઈ હતી, એમ છતા તેનાંથી પેહલા કુર્આને મજીદની અમુક આયતો નાઝિલ થઈ હતી (મષલન સુરએ અલક અને સુરએ મુદ્દષિરની શરૂઆતી આયતો).

એવીજ રીતે સુરએ નસર કુર્આને મજીદની બઘી સૂરતોમાંથી સૌથી છેલ્લી સૂરત છે જે એક સાથે સંપૂર્ણપણે નાઝિલ થઈ હતી, જોકે ત્યાર બાદ પણ અમુક આયતો નાઝિલ થઈ હતી.

મુફસ્સિરીને કિરામ ફરમાવે છે કે આ સૂરત (સુરએ નસર) ના પછી નિમ્નલિખિત આયતો નાઝિલ થઈ હતીઃ

(૧) الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ (આજે મેં તમારા માટે તમારો દીન સંપૂર્ણ કરી દીઘો).

આ આયતે કરીમા નવમીં ઝિલ હિજ્જનાં અરફાતનાં મૈદાનમાં જુમ્આનાં દિવસે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની વફાતથી તકરીબન એંસી દિવસ પેહલા નાઝિલ થઈ હતી.

(૨) આયતે કલાલા જે વારસાઈથી સંબંઘિત છે. આ આયતે કરીમા રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની વફાતથી તકરીબન પચાસ દિવસ પેહલા નાઝિલ થઈ હતી.

(૩) સુરએ તૌબાની છેલ્લી આયત لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ (બેશક તમારી પાસે એક રસૂલ આવ્યા છે તમારામાંથી જ) આ આયત કુર્આનની છેલ્લી આયતથી પેહલા નાઝિલ થઈ હતી.

આ આયતે કરીમા રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં ઈન્તેકાલથી તકરીબન પાંત્રીસ દિવસ પેહલા નાઝિલ થઈ હતી.

(૪)  وَاتَّقُوا يَوْمًا تُرْجَعُونَ فِيهِ إِلَى اللَّـهِ (અને તે દિવસથી ડરો જેમાં તમે બઘા અલ્લાહની તરફ પરત કરવામાં આવશો)  આ આયતે કરીમા કુર્આનની સૌથી છેેલ્લી આયત હતી જે નાઝિલ થઈ હતી

આ આયતે કરીમા રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની વફાતથી તકરીબન એકવીસ (૨૧) દિવસ પેહલા નાઝિલ થઈ હતી (અમુક રિવાયતોંનાં અનુસાર આ આયત આપની વફાતથી તકરીબન સાત દિવસ પેહલા નાઝિલ થઈ હતી).

وَرَاَیۡتَ النَّاسَ یَدۡخُلُوۡنَ فِیۡ  دِیۡنِ اللّٰہِ اَفۡوَاجًا ۙ﴿۲﴾‏

અને તમો લોકોને જોઈલો કે તેઓ ઝુંડનાં ઝુંડ અલ્લાહનાં દીનમાં દાખલ થઈ રહ્યા છે (૨)

મક્કા મુકર્રમાનાં ફતહ થવા સુઘી ઘણાં બઘા કબાઈલ (કુંટૂંબો) કુરૈશની પ્રતિક્રીયાની પ્રતિક્ષા કરી રહ્યા હતા, કારણકે બઘા અરબનાં કબાઈલ (કુટુંબો)માં કુરૈશની સૌથી વધારે ઈઝ્ઝત તથા મહાનતા હતી. એટલા માટે બીજા કબાઈલ કુરૈશની રાહ જોઈ રહ્યા હતા કે કુરૈશ છેવટે શું કરશે.

તેથી ફતહે મક્કાનાં મૌકા પર જ્યારે કુરૈશે ઈસ્લામ કબૂલ કરી લીઘો, તો ઘણાં બઘા કબાઈલ જોક દર જોક (ઝુંડનાં ઝુંડ) ઈસ્લામ કબૂલ કરવા લાગ્યા.

એક રિવાયતમાં આવે છે કે એક વખત માં સાત સો લોકો ઈસ્લામ કબૂલ કરવા અને કલિમએ શહાદત પઢવા માટે મદીનહ મુનવ્વરહ આવ્યા.

તેથી  જુદા જુદા દેશોનાં લોકોએ મદીના મુનવ્વરા ની તરફ પોતાનાં વુફૂદ (પ્રતિનિધિમંડળો) મોકલ્યા, જેથી કે તેઓ ઈસ્લામ  કબુલ કરેં અને કલિમએ શહાદત પઢે.

فَسَبِّحۡ بِحَمۡدِ رَبِّکَ وَاسۡتَغۡفِرۡہُ ؕ اِنَّهُ کَانَ تَوَّابًا ﴿۳﴾‏‎ ‏‏

તો તમો પોતાનાં પરવરદિગારની તસ્બીહ તથા તહમીદ કરો અને તેમનાંથી મગફિરત તલબ કરો. બેશક તેવણ ઘણાં માફ કરવા વાળા છે (૩)

આ આયતમાં, અલ્લાહ તઆલાએ હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ને હૂકમ આપ્યો છે કે જ્યારે તમે લોકોને મોટી સંખ્યામાં ઇસ્લામ સ્વીકારતા જોવો, તો આપ અલ્લાહ તઆલા ની હમ્દ-ઓ-ષના કરે અને બડાઈ બયાન કરે અને ઈસ્તિગ્ફાર કરે; કારણ કે ટૂંક સમયમાં તમારું મિશન પૂરું થઈ જશે અને આપ આ દુનિયા થી રુખ્સત થઈ જશો.

ઇસ્લામ આપણને શીખવે છે કે જે જીંદગી અલ્લાહ તઆલાએ આપણને અર્પણ કરી છે તેનો મકસદ આ નથી આપણે તેને નામ-ઓ-નુમૂદ, શોહરત-ઓ-ઈજ્જત અને બાહ્ય આન બાન શાન ને હાંસિલ કરવા માટે ખર્ચ કરે અથવા લોકો ની સામે પોતાની તાકાત અને શક્તિ નું પ્રદર્શન કરે; જેમ કે આજકાલ આ ખોટી માન્યતા લોકો ની અંદર જોવા માં આવે છે; બલ્કે, જીંદગી નો મકસદ આ છે કે માણસ અલ્લાહ તઆલાની ઈતાઅતો-ઓ-બન્દગી કરે, અચ્છાઈ અને તકવા વાળી જીંદગી જીવે અને અલ્લાહ તઆલા ની મખ્લૂક ની સાથે શફ્કત-ઓ-મોહબ્બત અને હમદર્દી બતાવે.

આપણે ફક્ત આપણા વિશે જ ચિંતા ન કરીએ અને ન સારા કામો ને પોતાની તરફ સંબંધિત કરે; તેના બદલે, ચાલો આપણે તમામ કામો નો સારો અંત અને તમામ સફળતા અને કામયાબી ને અલ્લાહ તઆલાની તરફ સંબંધિત કરે અને તેને તેમનો ફઝલ-ઓ-કરમ સમજે.

ફત્હે મક્કા ના પ્રસંગે, આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની પાસે સંપૂર્ણ સત્તા હતી અને આપ દરેક વસ્તુના માલિક હતા, તેમ છતાં આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ખૂબ જ નમ્રતા અને આજીજી સાથે મક્કામાં પ્રવેશ્યા અને આપે મક્કા મુકરર્મા ની ફતહ ને ફક્ત અલ્લાહ તઆલાની તરફ સંબંધિત કરી અને આ જીત અને ફતહ તેની જ કુદરત થી થઈ છે.

આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ એક મહાન વિજેતા તરીકે મક્કા મુકરર્મા માં કેવી રીતે દાખલ થયા તેનું નિરૂપણ કરતાં, એક કવિ કહે છે:

તેઓ વિજયી રીતે મક્કા આવ્યા, માથું નમાવ્યું અને શાંતિ જાહેર કરી, શરમિન્દહ થયા દેશવાસીઓ۔

મક્કા મુકરર્મા માં પ્રવેશ્યા પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે લોકો ની સામે ખુત્બો આપ્યો. ખુત્બા નાં શુરૂ માં આપે ત્રણ વખત અલ્લાહુ અકબર કહ્યું, પછી અલ્લાહ તઆલા ની હમ્દ-ઓ-ષના અને મહાનતાનું વર્ણન કરતાં ફરમાવ્યું:

لَا إِلَهَ إِلَّا الله وَحْدَهُ، صَدَقَ وَعْدَهُ، وَنَصَرَ عَبْدَهُ، وَهَزَمَ الْأَحْزَابَ وَحْدَهُ

અલ્લાહ સિવાય કોઈ ખુદા નથી. તે એકલો છે. અલ્લાહે તેનું વચન પૂરું કર્યું, તેણે તેના બન્દહ ની મદદ કરી અને તેણે અકેલાએ તમામ સેનાઓને હરાવી.

દરેક ઈન્સાન ને જોઈએ કે તે પોતાની જાતને સવાલ કરે કે જો તેને સત્તા, તાકાત અને ઈકતિદાર, જીત મળી જાય તો લોકો સાથે તેનો વ્યવહાર કેવો હશે?

શું તે લોકોને તિરસ્કાર (હકારત) અને અહંકાર (તક્કબુર) ની નજરે જોશે અને પોતાને તેમના કરતા વધુ સારો સમજશે અથવા તે તેમની સાથે દયા અને હમદર્દી થી વર્તશે ​​અને તેમને માફ કરશે; જેમ કે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે તે લોકો સાથે કર્યું હતું, જેમણે આપ ની સાથે અને આપ ના માનનીય સહાબા રદી અલ્લાહુ અન્હુમ સાથે ખરાબ વર્તન કર્યું હતું.

એ જ રીતે, રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ના આચરણથી આપણે સમજીએ છીએ કે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફત્હે મક્કા અને ઈજ્જત અને સન્માન ને પોતાની તરફ સંબંધિત ન કરીને બલ્કે તેને ફક્ત અલ્લાહ તઆલા ની તરફ સંબંધિત કર્યું એટલે કે તેનો શ્રેય ફક્ત અલ્લાહ તઆલા ને આપ્યો; કારણ કે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ જાણતા હતા કે આ સન્માન, મહાનતા અને વિજય વાળો આ દિવસ અલ્લાહ તાઆલા એ જ અર્પણ કર્યો છે.

બીજા શબ્દોમાં કહીએ તો રસૂલે કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ અલ્લાહ તાઆલા ની સામે અત્યંત નમ્રતા અને લાચારી વ્યક્ત કરી રહ્યા હતા; એટલા માટે કે આપ આ વાત ને જાણતા હતા કે ઈન્સાન અલ્લાહ તાઆલા નો અંત્યત કમજોર બન્દોહ છે અને અલ્લાહ તઆલા જ સૌથી મહાન, સર્વોત્તમ, તમામ એબો અને ખામીઓથી મુક્ત, દરેક બાબતમાં સંપૂર્ણ અને હંમેશા રહેવા વાળો છે.

તેથી, અલ્લાહ તઆલાની અઝમત-ઓ-બડાઈ, તેમની પવિત્રતા, તેમની ઉચ્ચતા અને ઉચ્ચતાનું વર્ણન કરવા માટે, આપણ ને સુબ્હાનલ્લાહ અને અલહમદુલિલ્લાહ પઢવાનો હુકમ આપવામાં આવ્યો છે અને પોતાની લાચારી અને કોતાહીઓને જાહેર કરવા માટે આપણ ને ઈસ્તિગ્ફાર ની તાલીમ આપવામાં આવેલી છે.

તેથી, અલ્લાહ તાઆલા ની તસ્બીહ, પવિત્રતા અને હમ્દ-ઓ-ષના, વખાણ કરીને, અમે આ વાત નું એલાન અને ઈકરાર કરે છે કે અલ્લાહ તે એક માત્ર ઝાત છે કે જેના અંદર કોઈ ખામી નથી (દોષરહિત છે) અને તમામ પ્રશંસા તેના માટે જ છે.

તેવી જ રીતે, ઇસ્તિગફાર દ્વારા આપણે આ વાત નો ઈકરાર કરે છે (કબૂલ કરીએ છીએ) કે આપણે ગુનેગાર અને ખતાકાર બંન્દાઓ છે; તેથી, અમે અલ્લાહ તાઆલા થી પોતાના ગુનાઓ અને કોતાહીઓની માફી માંગતા છે.

فَسَبِّحۡ بِحَمۡدِ رَبِّکَ وَاسۡتَغۡفِرۡہُ ؕ اِنَّهُ کَانَ تَوَّابًا ﴿۳﴾‏‎ ‏‏

તમે તમારા પરવરદિગાર ની તસ્બીહ-ઓ-તહમીદ કરો અને તેના થી મગફિરત તલબ કરો,  નિ:શંકપણે તે ઘણો જ માફ કરવાવારો છે (૩)

 અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ, આ સૂરત માં, હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનો બેસત (પયગમ્બર તરીકે મોકલવાનો અમલ) મિશન ના ખતમ થવાની તરફ ઈશારો કરવામાં આવ્યો છે, અને આ વાત ની તરફ પણ  ઈશારો કરવામાં આવ્યો છે કે આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ જલ્દ આ દુનીયા થી રુખસત થવાના છે તેથી આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ને હુકમ આપવામાં આવ્યો છે કે આપ કસરત થી અલ્લાહ તઆલાની તસ્બીહ-ઓ-તહમીદ બયાન કરેં અને ઈસ્તિગફાર કરેં.       .

આપણને હદીસ શરીફમાં શીખવવામાં આવ્યું છે કે જ્યારે આપણે કોઈ સારા કામ થી ફારીગ થઈ જાય, તો કામ ના પૂરા થવા પછી, આપણે અલ્લાહ તઆલાની હમ્દ (ખુદા ની તારીફ) કરવી જોઈએ અને ઈસ્તિગફાર પણ કરવુ જોઈએ;  જેથી અલ્લાહ તઆલા એ બેદરકારી અને ખામીઓને માફ કરે જે કામ કરતી વખતે આપણા થી થઈ છે.

વાત નો ખુલાસો આ છે કે આ સૂરત માં દરેક મુસલમાન માટે એક સબક છે કે જ્યારે તે પોતાના કોઈ મકસદ માં કામયાબ થઈ જાય , ત્યારે તેણે અલ્લાહ તઆલા તરફ વળવું જોઈએ અને તસ્બીહ-ઓ-તહમીદ અને ઈસ્તિગફાર કરવુ જોઈએ.

હઝરત ઉમ્મે સલ્મા રદી અલ્લાહુ અન્હા ફરમાવતા હતા કે આ સૂરત ના નુઝૂલ પછી આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ નીચે મુજબ ના ઝિકર પઢતા હતા:

سُبحَانَ اللهِ وَبِحَمْدِهِ أَسْتَغْفِرُ اللهَ وَأَتُوْبُ إِلَيْهِ

હદીસ શરીફ મા વારિદ છે કે અલ્લાહ પાક નો આ ઝિકર (سُبحَانَ اللهِ وَبِحَمْدِهِ سُبحَانَ اللهِ العَظِيم) કયામત ના દિવસે આમાલ ના તરાજુ મા ઘણો જ વજનદાર હશે.

એટલા માટે આપણે દરરોજ કંઈક ટાઇમ કાઢી ને આ ઝિકર પાંબદી ની સાથે પઢે.

એવી જ રીતે આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ નો મામૂલ (રોજ નુ કામ) હતો કે આપ કસરત ની સાથે أَسْتَغْفِرُ اللهَ وَأَتُوْبُ إِلَيْهِ પઢતા હતા.

હઝરત આયશા રદી અલ્લાહુ અન્હા ફરમાવે છે કે આ સૂરત ના નાઝીલ થવા પછી હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ નફલ નમાજ ની અંદર રૂકુ અને સજદા માં سُبحَانَ اللهِ وَبِحَمْدِكَ أَسْتَغِفُرُ الله પઢા કરતા હતા.

એક હદીસ શરીફ મા આવ્યું છે કે આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ફરમાવ્યું કે ખુશ ખબરી છે તે માણસ માટે, જે કયામત ના દિવસે પોતાના આમાલ નામા મા ઈસ્તિગફાર ની કસરત મેળવશે.

આ હદીસ શરીફ મા તે માણસ ને ખુશ ખબરી આપવામાં આવી છે જે હમેશા તોબા કરતો રહે છે અને અલ્લાહ  તઆલા થી મગફિરત તલબ કરતો રહે છે.

એટલા માટે દરેક માણસને જોઈએ કે તે પોતાની ઉપર નજર ન રાખે અને ન પોતાના નેક કામો થી મુતમઈન (સંતુષ્ટ) થઈ જાય. બલ્કે તે અલ્લાહ તઆલા પર ભરોસો રાખે અને અલ્લાહ તઆલા ની સામે પોતાનુ બેબસ હોવાનો, આજીઝ હોવાનો અને કમજોર હોવાને જાહિર કરે અને હમેશાં અલ્લાહ તઆલા થી પોતાની કોતાહીયોં અને ખામીયોં ની માફી માંગતો રહે.

Check Also

સૂરહ-ફલક અને સૂરહ-નાસની તફસીર – પ્રસ્તાવના

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ‎﴿١﴾‏ مِن شَرِّ مَا خَلَقَ ‎﴿٢﴾‏ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ‎﴿٣﴾‏ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ‎﴿٤﴾‏ وَمِن …