ઉમ્મતમાં સૌથી બેહતરીન લોકો

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે

“મારી ઉમ્મતમાં સૌથી બેહતરીન લોકો મારા ઝમાનાનાં લોકો છે (સહાબએ કિરામ રદિ.) પછી તે લોકો જેઓ તેમનાં પછી છે (તાબિઈને ઈઝામ રહ.) પછી તે લોકો જેઓ તેમનાં પછી છે (તબએ તાબિઈન રહ.).”

(સહીહલ બુખારી, રકમ નં-૩૬૫૦)

સહાબએ કિરામ (રદિ.) ની શાનમાં જે ગુસ્તાખી કરે છે ઈસ્લામમાં તેની કોઈ જગ્યા નથી

એક વખત એક માણસ હઝરત ઝૈનુલ આબિદીન, અલી બિન હુસૈન (રહ.) ની ખિદમતમાં હાજર થયો અને એમનાંથી સવાલ ક્યોઃ

હે નવાસએ રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ! આપની શું રાય છે (હઝરત) ઉષમાન (રદિ.) નાં વિશે?

હઝરત ઝૈનુલ આબિદીન (રહ.) ને એહસાસ થયો કે આ માણસ હઝરત ઉષમાન (રદિ.) થી નફરત કરતો છે, તો તેવણે તે માણસથી પૂછ્યુ કે

હે ભાઈ તમને ખબર છે કે ઈસ્લામમાં મુસલમાનોની માત્ર ત્રણ જમાઅતો છે અને કુર્આને મજીદમાં તે ત્રણ જમાઅતોનો ઝિકર આવ્યો છે. (પેહલી જમાઅત મુહાજીરીનની છે, બીજી જમાઅત અન્સારની છે અને ત્રીજી જમાઅત તે લોકોની છે જેઓ મુહાજીરીન તથા અન્સાર પછી આવે અને મુહાજીરીન તથા અન્સારની ઈત્તેબાઅ કરે છે).

પછી હઝરત ઝૈનુલ આબિદીન (રહ.) તે માણસથી સવાલ કર્યોઃ

હે ભાઈ શું તમે પેહલી જમાઅત (મુહાજીરીન) માંથી છો, જેનાં બારામાં અલ્લાહ તઆલાએ કુર્આને મજીદમાં ફરમાવ્યુઃ

لِلفُقَراءِ المُهٰجِرينَ الَّذينَ أُخرِجوا مِن دِيارِهِم وَأَموالِهِم يَبتَغونَ فَضلًا مِنَ اللَّهِ وَرِضوانًا وَيَنصُرونَ اللَّهَ وَرَسولَهُ أُولٰئِكَ هُمُ الصّٰدِقونَ ‎﴿٨﴾

(માલે ફયઅ) તે ફુકરા મુહાજીરીનનાં માટે છે જેઓ પોતાનાં ઘરોં અને પોતાનાં માલોથી નિકાળ્યા ગયા. (તેવોએ મક્કા મુકર્રમાથી મદીના મુનવ્વરહની તરફ હિજરત કરી માત્ર) અલ્લાહનાં ફઝલ અને તેમની ખુશનુદી હાસિલ કરવા માટે અને અલ્લાહ અને તેમનાં રસૂલની મદદ કરવા માટે, આજ લોકો તો સાચા લોકો છે. (સુરએ હશર)

તે માણસે હઝરત ઝૈનુલ આબિદીન (રહ.) ને તેનાંથી કહ્યુઃ નહીં, હું તેે જમાઅત (એટલે મુહાજીરી) માંથી નથી છું.

ત્યાર બાદ હઝરત ઝૈનુલ આબિદીન (રહ.) તેનાંથી પૂછ્યુઃ

જો તમે પેહલી જમાઅત (મુહાજીરીન) માંથી નથી છો જેનો ઝિકર ઉપર વાળી આયતમાં આવ્યો છે, તો શાયદ તમે બીજી જમાઅત (અન્સાર) માંથી હશો, જેનાં બારામાં અલ્લાહ તઆલાએ કુર્આને મજીદમાં ફરમાવ્યુઃ

وَالَّذينَ تَبَوَّءُو الدّارَ وَالإيمانَ مِن قَبلِهِم يُحِبّونَ مَن هاجَرَ إِلَيهِم وَلا يَجِدونَ فى صُدورِهِم حاجَةً مِمّا أوتوا وَيُؤثِرونَ عَلىٰ أَنفُسِهِم وَلَو كانَ بِهِم خَصاصَةٌ وَمَن يوقَ شُحَّ نَفسِهِ فَأُولٰئِكَ هُمُ المُفلِحونَ ‎﴿٩﴾

અને તે લોકોનો (માલે ફયઅમાં પણ હક છે) જેઓ (મદીના મુનવ્વરહમાં) પોાતનાં ઘરોને વસાવે અને ઈમાન લાવે તે (મુહાજીરીનની આમદ) થી પેહલા તેઓ તે લોકોથી મોહબ્બત કરે છે જેઓ તેમની તરફ હિજરત કરી (મુહાજીરીન) અને તેઓએ પોતાનાં દિલોમાં કોઈ તંગી નથી પાતા તે માલનાં ઉપર જે તે (મુહાજીરીન) ને આપવામાં આવે છે અને તે મુહાજીરીનને પોતાની જાનોં પર પ્રાથમિકતા આપે છે અગર જો તે જાતે ફકરો ફાકામાં છે અને જે લોકો પોતાનાં નફસનાં બુખલથી મહફૂઝ છે (આજ અન્સાર લોકો) તેજ લોકો છે કામયાબી પામવા વાળા છે. (સુરએ હશર)

જ્યારે તે માણસે આ સાંભળ્યુ, તો તેણે જવાબ આપ્યોઃ નહીં, હું તે બીજી જમાઅત (અન્સાર) માંથી પણ નથી છું.

પછી હઝરત ઝૈનુલ આબિદીન (રહ.) તેનાંથી કહ્યુઃ

અલ્લાહની કસમ ! (જો તમે પેહલી અને બીજી જમાઅતમાંથી નથી છો, તો પછી યાદ રાખો કે) જો તમે તે ત્રીજી જમાઅત વાળાઓ માંથી નથી છો જેનો ઝિકર કુર્આને મજીદમાં આવ્યો છે, તો તમે જરૂર ઈસ્લામથી ખારિજ છો (કારણકે તમે મુસલમાનોંની ત્રણ જમાઅતોંમાં થી કોઈ પણ જમાઅતમાંથી નથી છો).

પછી તેઓએ ફરમાવ્યુ કે મુસલમાનોંની ત્રીજી જમાઅત તે લોકો છે જેનાં બારામાં અલ્લાહ તઆલાએ કુર્આને મજીદમાં ફરમાવ્યુઃ

وَالَّذينَ جاءو مِن بَعدِهِم يَقولونَ رَبَّنَا اغفِر لَنا وَلِإِخوانِنَا الَّذينَ سَبَقونا بِالإيمانِ وَلا تَجعَل فى قُلوبِنا غِلًّا لِلَّذينَ اٰمَنوا رَبَّنا إِنَّكَ رَءوفٌ رَحيمٌ ‎﴿١٠﴾‏

અને તે લોકોનો (માલે ફયઅમાં પણ હક છે) જેઓ તે (મુહાજીરીન તથા અન્સાર) પછી આવ્યા (અને તે મુહાજીરીન તથા અન્સારનાં માટે) આ દુઆ કરે છે કે હે અમારા પરવરદિગાર ! અમારી પણ મગફિરત ફરમાવજો અને અમારા ભાઈઓની પણ જેઓ અમારાથી પેહલા ઈમાન લાવી ચૂક્યા છે અને અમારા દિલોમાં મોમિનોનાં માટે કોઈ કીનો બાકી ન રાખો. હે અમારા પરવરદિગાર ! જરૂર આપ ઘણાં શફીક, ઘણાં મેહરબાન છો.

આ કિસ્સાનો ખુલાસો આ છે કે હઝરત ઝૈનુલ આબિદીન (રહ.) તે માણસને સમજાવ્યો કે જો તે મુહાજીરીન અને અન્સારની જમાઅતમાંથી નથી છે, તો તેનાં પર જરૂરી છે કે તે મુહાજીરીન અને અન્સારથી મોહબ્બત કરે અને તેમની ઈત્તેબાઅ કરે, જેથી કે તે ઈસ્લામ ની ત્રીજી જમાઅતમાં શામિલ થઈ શકે. (તફસીરે કુરતુબી)

Check Also

અલ્લાહ તઆલાની બારગાહ માં (દરબારમાં) હઝરત સ’અ્દ રદી અલ્લાહુ અન્હુની દુઆઓ નું કબૂલ થવુ

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે દુઆ કરી: …