શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
“કર્ઝાની ચૂકવણી સમય પર થવી ઘણી જરૂરી અને ફાયદામંદ છે, તેથી શરૂ શરૂમાં મને ઓળખાણ વાળાઓથી કર્ઝા નિયમો અને શરતોની સાથે મળ્યા કરતા હતા, જ્યારે બઘાને આ વાતનો તજુરબો થઈ ગયો કે આ કર્ઝો લઈને સમય પર જ અદા કરે છે તો પછી આપવા વાળાઓને પૂરો સંતોષ થઈ ગયો. વગર કોઈ વાંધાએ મને કર્ઝો મળવા લાગ્યો.
જુઓ હદીષે પાકમાં આવ્યુ છે કે જેનો કર્ઝો લેતા સમયે તેને અદા કરવાનો દ્દઢ (પાકો) ઈરાદો હોય, તો તેની અલ્લાહ તઆલાની તરફથી મદદ થાય છે અને જે કર્ઝો લેતા સમયે એમ વિચારે કે જોવાઈ જશે તો પછી સાધારણ જેવો કર્ઝો પણ અદા નથી થઈ શકતો.” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૨૪)
Source: https://ihyaauddeen.co.za/?p=6518