સહાબએ કિરામ (રદિ.) ની શાનમાં અપશબ્દો બોલવા ‎વાળાનો ખરાબ અંત

રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે

“જેણે મારા સહાબાને ગાડો આપી, તેનાં પર અલ્લાહ તઆલા, ફરિશ્તાવો અને બઘા લોકોની લાનત થાય. અલ્લાહ તઆલાનાં નઝદીક ન તેની ફર્ઝ ઈબાદત મકબૂલ થાય છે અને ન તો નફલ ઈબાદત.”

(અદ દુઆ લિત તબરાની, રકમ નં- ૨૧૦૮)

સહાબએ કિરામ (રદિ.) નાં દીલોમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની બેપનાહ મુહબ્બત

એક વખત એક સહાબી હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં હાજર થયા અને ફરમાવ્યુ, હે અલ્લાહનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ! મારા દિલમાં તમારી એટલી બઘી મુહબ્બત છે કે જ્યારે પણ મને તમારો ખ્યાલ આવે છે, તો મારા ઉપર તમારી મુહબ્બત એવી રીતે ગાલિબ આવી જાય છે કે જ્યાં સુઘી તમારી ઝિયારત (દર્શન) ન કરી લઉં, મને ચેન નથી આવતો.

(તેવણે વધારેમાં અરજ કર્યુ)  હે અલ્લાહનાં રસૂલ (સલ્લલલ્લાહુ અલયહિ વસલ્લમ) ! મને એ ખ્યાલ બેચેન કરી રહ્યો છે કે અગર અલ્લાહ તઆલા મને જન્નત અર્પણ કરે, તો મારા માટે તમારા દર્શન કરવુ ઘણું અઘરું થશે, કારણકે તમો તો જન્નતનાં ઘણાં ઉચ્ચ સ્થાનમાં હશો.

રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તેમને તસલ્લી આપી (આશ્વાસન આપ્યુ) અને નીચે પ્રમાણેની આયતની તિલાવત કરીઃ

وَمَن يُطِعِ اللَّـهَ وَالرَّسولَ فَأُولـٰئِكَ مَعَ الَّذينَ أَنعَمَ اللَّـهُ عَلَيهِم مِنَ النَّبِيّينَ وَالصِّدّيقينَ وَالشُّهَداءِ وَالصّالِحينَ وَحَسُنَ أُولـٰئِكَ رَفيقًا ﴿٦٩﴾

અને જે માણસ ઈતાઅત અને ફરમાબરદારી(આજ્ઞાપાલન અને આજ્ઞાંકિતપણું) કરે અલ્લાહ તઆલાની અને રસૂલની. બસ એવા મુતીઅ અને ફરમાંબરદાર(આજ્ઞાકારી) લોકો તે બરગુઝીદા(પસંદ કરેલા) બંદાઓની સાથે હશે, જેનાં પર અલ્લાહ તઆલાએ પોતાનો વિશેષ ઈનામ ફરમાવ્યો એટલે અંબિયાએ કિરામ અને સિદ્દીકીન અને શહીદો અને સાલિહીણ(નેક લોકો)ની સાથે થશે. આ જમાત શ્રેષ્ઠ રફીક(સાથી) છે. (તર્જુમો બયાનુલ ક઼ુર્આનથી)

Check Also

હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ

ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી …