શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
“દુનિયાનું કોઈ કામ પણ હોય વગર મેહનત, શ્રમનાં નથી થઈ શકતુ, તે પછી વ્યાપાર હોય, કૃષિ હોય, બઘામાં પાપડ વેલવા પડે છે. એવીજ રીતે દીનનાં કામમાં પણ વગર શ્રમનાં નથી થઈ શકતુ, પણ બન્નેવમાં ફરક છે. દુનિયાતો ક્યારેક મળે છે ક્યારેક નથી મળતી, પણ દીનનાં કામમાં એવુ નથી. બલકે ત્યાં દરેક હાલમાં અજર છે, ઘણાં લોકો દુનયવી તાલીમની ડિગરીયો પ્રાપ્ત કરીને હરે ફરે છે, પણ નોકરી નથી મળતી, આજ હાલ વ્યાપારનો છે. દીનનાં બારામાં મુજાહદો બેકાર નથી જતો.” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૧૧૧)
Source: https://ihyaauddeen.co.za/?p=8332