હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
“માનવીએ માયૂસ ન થવુ જોઈએ અલ્લાહ તઆલાથી સારી ઉમ્મીદ રાખવી જોઈએ તે બંદાના ગુમાનની સાથે છે. જેવુ બંદો અલ્લાહ તઆલાની સાથે ગુમાન રાખે છે તેવોજ મામલો અલ્લાહ તઆલા તેની સાથે ફરમાવે છે. ઘણી રહીમ કરીમ ઝાત છે, પણ શર્ત આ છે કે તલબ (ચાહત) હોય અને કામમાં લાગેલો રહે જે પણ થઈ શકે કરતો રહે. પછી તે પોતાનાં બંદાની સાથે રહમત અને ફઝલનોજ મામલો ફરમાવે છે. તે કોઈની મેહનત અને તલબ(ચાહત)ને બેકાર અથવા ભૂલતા નથી.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત ૪/૨૨૪)
Source: https://ihyaauddeen.co.za/?p=7752