દુરૂદ શરીફ પઢવાની બરકતથી જરૂરતો પૂરી થાય છે

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلي علي عند قبري سمعته ومن صلى علي نائياً  كفى أمر دنياه وآخرته وكنت له شهيداً وشفيعاً يوم القيامة رواه البيهقي في الشعب والخطيب وابن عساكر كذا في الدر وبسط طرقه السبكي في شفاء الأسقام وفي المواهب وشرحه عزاه إلى ابن أبي شيبة وعبد الرزاق (فضائلِ حج صـ ۱۹۲)‏‏‏

હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ નો ઈર્શાદ છે કે “જે વ્યક્તિ મારી કબરની પાસે ઊભો રહીને મારા પર દુરૂદ પઢે છે હું તેને પોતે સાંભળુ છું અને જે બીજી કોઈ જગ્યાએ દુરૂદ પઢે છે તો તેની દુનિયા અને આખિરતની જરૂરતો પૂરી કરવામાં આવે છે અને હું કયામતના દિવસે તેનો ગવાહ અને તેનો સિફારિશી થઈશ”.

દુરૂદ-શરીફ વધારે પ્રમાણમાં લખવુ ઘણાં ઊંચા મકામને હાસિલ કરવાનુ માઘ્યમ

જાફર બિન અબ્દુલ્લાહ રહ઼િમહુલ્લાહ કહે છે કે મેં (પ્રખ્યાત મુહદ્દિસ) હઝરત અબુ ઝુર્આ રહ઼િમહુલ્લાહ ને સપનામાં જોયા કે તેઓ આસમાન પર છે અને ફરિશ્તાઓની ઈમામત નમાઝમાં કરી રહ્યા છે.

મેં પૂછ્યુ કે આ ઉચોં મર્તબો શાના લીધે મળ્યો?

તેમણે કહ્યું કે મેં પોતાનાં આ હાથથી દસ લાખ હદીસો લખી છે અને જ્યારે હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ નું મુબારક નામ લખતો, તો હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ના નામે-નામી પર સલાતો-સલામ લખતો અને હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ નો ઈર્શાદ છે કે જે માણસ મારા પર એક વખત દુરૂદ મોકલે અલ્લાહ તઆલા તેના પર દસ વખત દુરૂદ (રહમત) મોકલે છે.

આ હિસાબથી અલ્લાહ તઆલાની તરફથી એક કરોડ દુરૂદ થઈ ગયા. અલ્લાહ તઆલાની તો એકજ રહમત બધે બધુંજ છે પછી એક કરોડ રહમત નું તો શું કહેવું? (અલકવલુલ બદી- પેજ નં-૪૮૯)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

દુરૂદ શરીફ પઢવા માટે મખસૂસ (નિશ્ચિત) સમયની તાયીન (નિયુક્તિ)

عن محمد بن يحيى بن حبان عن أبيه عن جده رضي الله عنه أن رجلا قال يا رسول الله صلى الله عليه وسلم أجعل ثلث صلاتي عليك قال نعم إن شئت قال الثلثين...