મામૂલાતની પાબંદી

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ‎ઈરશાદ ફરમાવ્યુઃ  

“એક જરૂરી વાત આ છે કે ઝિકર અને મામૂલાતનો ઘણો વધારે પ્રબંઘ(એહતેમામ) રાખવામાં આવે, મેં હઝરત હુસૈન અહમદ મદની (રહ.) અને પોતાનાં ચાચા (હઝરત મૌલાના મોહમ્મદ ઈલ્યાસ (રહ.)) ને અંત સુઘી ઝિકરનો પ્રબંઘ (એહતેમામ) કરતા જોયા. મેં મારા વાલિદ સાહબ (રહ.) અને હઝરત મૌલાના હુસૈન અહમદ મદની (રહ.) બન્નેવને રાતનાં છેલ્લા પહોર (તહજ્જુદ)માં એકાંતમાં રડતા અને કરગડતા જોયા આ બન્નેવ બિલકુલ એવા રડતા હતા જેવી રીતે મકતબમાં બાળકને માર પડી રહ્યો હોય.” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૧૧૨)

Source: https://ihyaauddeen.co.za/?p=6683


Check Also

મદ્રસાના માલમાં એહતિયાત

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼િમહુલ્લાહે એકવાર ઇર્શાદ ફરમાવ્યું: એક વાત સાંભળી લો! બડે હઝરત …