રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને દુરૂદ શરીફ પહોંચડવા વાળો ફરિશ્તો

عن عمار بن ياسر رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم : إن لله ملكا أعطاه أسماع الخلائق، فهو قائم على قبري إذا مت، فليس أحد يصلي علي صلاة إلا قال : يا محمد صلى عليك فلان ابن فلان، قال : فيصلي الرب تبارك وتعالى على ذلك الرجل بكل واحدة عشرا رواه أبو الشيخ ابن حيان وأبو القاسم التيمي في ترغيبه والحارث في مسنده وابن أبي عاصم في كتابه (القول البديع ص۲۵۱)

હઝરત અમ્માર બિન યાસિર(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે બેશક અલ્લાહ તઆલાનો એક ફરિશ્તો છે, જેમને અલ્લાહ તઆલાએ આખી મખલૂક ની અવાજ સાંભળવાની તાકત અર્પણ કરી છે. તે ફરિશ્તો મારી કબર પાસે ઊભો રહે છે અને જ્યારે પણ કોઈ પણ મારા ઉપર દુરૂદ મોકલે છે, તો તે ફરિશ્તો મને કહે છે. હે મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ફલાણાં બિન ફલાણાં એ તમારા ઉપર દુરૂદ મોકલ્યુ છે. પછી અલ્લાહ તબારક વ તઆલા તે માણસ પર દુરૂદ નાં બદલામાં દસ દુરૂદ મોકલે છે(દસ રહમતો નાઝિલ ફરમાવે છે).” (અલ કવલુલ બદીઅ)

સતત(વારંવાર) દુરૂદ શરીફ પઢવુ

એક બુઝુર્ગે સપનાં માં એક ઘણીજ ખરાબ હાલત વાળો ચેહરો જોયો. તેમણે તેને પુછ્યુ તુ શું બલા છે. તેણે કહ્યુ હું તારા ખરાબ કામો(કર્મો) છું. તેમણે પૂછ્યુ તારાથી છુટકારા(નજાત) નો શું રસ્તો છે. તેણે કહ્યુ હઝરત મુસ્તુફા મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ શરીફ ની કષરત(વિપુલતા).  (ફઝાઈલે આમાલ, પેજનં-૧૬૦)

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની કબરની પાસે એક બદ્દુનું આવવુ

એક બદ્દુ કબરે અતહર પર હાજર થયો અને ઊભો થઈને અરજ કર્યુ “યા અલ્લાહ તમે ગુલામોને આઝાદ કરવાનો હુકમ આપ્યો છે. આ તારો મહબૂબ છે અને હું તારો ગુલામ છું, પોતાનાં મહબૂબની કબર પર મારા જેવા ગુલામને આગથી આઝાદી અતા ફરમાવો.” ગૈબથી એક અવાજ આવી કે “તમે એકલા પોતાનાં માટે આઝાદી માંગી, બઘા માણસોનાં માટે આઝાદી કેમ ન માંગી, અમે તમને આગથી આઝાદી અતા ફરમાવી.” (અલ મવાહિબુલ લદન્નિયહ ૩/૫૯૭, ફઝાઈલે હજ્જ પેજ નં- ૧૨૬)

 Source: http://whatisislam.co.za/index.php/durood/item/551-the-angel-that-conveys-durood-to-rasulullah-sallallahu-alaihi-wasallam

http://ihyaauddeen.co.za/?p=4665

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...