હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) ઈરશાદ ફરમાવ્યુઃ
“એક વખત હું મસ્જીદમાં બેસેલો હતો. ત્યાં મને છુટા પૈસાની જરૂરત પડી. એક સાહબની પાસે મૌજૂદ હતા એમને પૈસા આપીને મેં છુટા પૈસા લઈ લીઘા.
મૌલવી સાહબ (મૌલવી મોહમ્મદ રશીદ જેવણ હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.)ના શાગિર્દ હતા) પણ તે સમયે મૌજૂદ હતા તેઓ અગાળી વધ્યા અને મને પૂછ્યુ કે આ મામલો શું વેપારમાં તો દાખલ નથી? મને તરતજ સમજણ થઈ ગઈ. મેં કહ્યુ કે ખ્યાલ ન રહ્યો. આ મામલો તો ખરેખર વેપારમાં દાખલ છે જે મસ્જીદમાં જાઈઝ નથી.
પછી મેં તે સાહબને જેની સાથે મામલો થયો હતો કહ્યુ કે મસ્જીદ થી બહાર ચાલો ત્યાં પછી આ મામલાને નવેસરથી કરીશું. તેથી મસ્જીદથી બહાર આવ્યા અને રૂપીયા આપીને મેં પછી એમની પાસેથી છુટા પૈસા લીઘા.
મૌલવી મોહમ્મદ રશીદની આ વાતથી હું ઘણો ખુશ થયો. કારણકે કેહવાનું તો જરૂરીજ હતુ, પણ એવણે ઘણાંજ અદબથી કહ્યુ. આ પૂછ્યુ કે શું આ વેપારમાં તો દાખલ નથી?.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૧૦, પેજ નં-૩૪૩)
Source: https://ihyaauddeen.co.za/?p=6680