નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની શફાઅત

عن ابن عمر قال: قال رسول الله صلى الله عليه وسلم: من زار قبري وجبت له شفاعتي (سنن الدارقطني، الرقم: ۱۹٤، ‏وسنده جيد كما في البدر المنير ٦/۲۹۷)‏‏

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જેણે મારી કબરની ઝિયારત કરી (સલામ કર્યુ), મારી શફાઅત તેનાં માટે વાજીબ થશે (હું તેનાં માટે કયામતનાં દિવસે સિફારિશ કરીશ).

દુરૂદ- બીમારિયોથી શિફાનો ઝરીયો

નુઝહતુલ મજાલિસમાં લખેલુ છે કે કેટલાક સુલહામાંથી એક માણસનો પેશાબ રોકાઈ ગયો હતો. તેવણે સપનામાં આરિફ બિલ્લાહ હઝરત શૈખ શિહાબુદ્દીન ઈબ્ને રસલાનને જેવણ મોટા ઝાહિદ અને આલિમ હતા જોયા અને તેમનાંથી પોતાની બીમારીની શિકાયત તથા તકલીફ બયાન કરી. તો હઝરત શૈખ શિહાબુદ્દીન બિન રસલાન (રહ.) તેમને કહ્યુ કે તમે તે વસ્તુથી કેવી રીતે ગાફિલ થઈ ગયા જેમાં બઘી બીમારિયો માટે શિફા છે. તમે આ દુરૂદ શરીફ પઢ્યા કરોઃ

اَللّٰهُمَّ صَلِّ وَسَلِّمْ عَلٰى رُوْحِ سَيِّدِنَا مُحَمَّدٍ فِيْ الْأَرْوَاحْ وَصَلِّ وَسَلِّمْ عَلٰى قَلْبِ سَيِّدِنَا مُحَمَّدٍ فِيْ الْقُلُوْبِ وَصَلِّ وَسَلِّمْ عَلٰى جَسَدِ ‏سَيِّدِنَا مُحَمَّدٍ فِيْ الْأَجْسَادْ وَصَلِّ وَسَلِّمْ عَلٰى قَبْرِ سَيِّدِنَا مُحَمَّدٍ فِيْ الْقُبُوْرْ‏

હે અલ્લાહ ! બઘી રૂહો માંથી હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મુબારક રૂહ પર દુરૂદો સલામ મોકલો અને બઘા દિલોમાંથી હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક દિલ પર દુરૂદો સલામ મોકલો અને બઘા જીસ્મોં માંથી હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક જીસ્મ પર દુરૂદો સલામ માકલો અને બઘી કબરોમાંથી હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની કબર પર દુરૂદો સલામ મોકલો.

સપનાથી ઉઠવા બાદ તે માણસે વધારે પ્રમાણમાં દુરૂદ પઢવાનુ શરૂ કરી દીઘુ અને તેમની બીમારી ખતમ થઈ ગઈ. (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૮૨)

હઝરત આદમ (અલૈ.) ની તરફથી હઝરત હવ્વા (અલૈ.) નો મહર

શૈખ અબ્દુલ હક઼ મુહદ્દિષ દેહલવી (રહ.) મદારિજુન નુબુવ્વહ માં લખ્યુ છે કે જ્યારે હઝરત હવ્વા (અલૈ.) પૈદા થયા, હઝરત આદમ (અલૈ.) તેમનાં તરફ હાથ વધારવા ચાહ્યુ, ફરિશ્તાઓ એ કહ્યુ સબર કરો, જ્યાં સુઘી નિકાહ ન થઈ જાય અને મહર અદા ન કરી દો. તેવણે પૂછ્યુઃ મહર શું છે? ફરિશ્તાઓએ કહ્યુ કે રસૂલે મકબૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર ત્રણ વખત દુરૂદ શરીફ પઢવુ. અને એક રિવાયતમાં વીસ વખત આવ્યુ છે. (ફઝાઈલે દુરૂદ, પેજ ને –૧૫૫)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...