એક દુરૂદ પર દસ નેકિયો

عن أنس بن مالك  رضي الله عنه عن النبي صلى الله عليه وسلم من صلى علي بلغتني صلاته وصليت عليه وكتبت له سوى ذلك عشر حسنات (المعجم الأوسط، الرقم: ۱٦٤۲، وسنده لا بأس به كما في الترغيب والترهيب للمنذري، الرقم: ۲۵۷۲)

હઝરત અનસ બિન માલિક (રદિ.) થી રિવાયત છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ મારા પર દુરૂદ મોકલે છે, તેનું દુરૂદ મારા પાસે પહોંચે છે (ફરિશ્તાઓનાં દ્વારા) અને હું (પણ) તેના દુરૂદનું જવાબ આપુ છું અને તેનાં વગર તેનાં માટે દસ નેકિયોં લખવામાં આવે છે.”

દુરૂદ શરીફ પઢવાવાળા માટે ખુશખબરી

હઝરત મોહમ્મદ બિન માલિક (રહ.) ફરમાવે છે:

હું બગદાદ ગયો,જેથી કરીને કે કારી અબુ બકર બિન મુજાહિદ (રહ.)ની પાસે કંઈક પઢું. અમારા લોકોની એક જમાઅત તેમની ખિદમતમાં હાજર થઈ અને કિરાઅત થઈ રહી હતી એટલામાં એક બડે મિયાં તેમની મજલિસમાં આવ્યા જેમનાં માથા પર ઘણુજ જુનો ઈમામો હતો, એક જુનો કુર્તો હતો, એક જુની જેવી ચાદર હતી. અબુબકર તેમને જોઈને ઊભા થઈ ગયા અને તેમને પોતાની જગ્યા પર બેસાડ્યા અને એમને તેમનાં ઘરવાળાઓની હાલ-ચાલ પૂછ્યા.

તે બડે મિયાંએ કહ્યુ રાત્રે મારે ત્યાં એક છોકરો પૈદા થયો, ઘરવાળાઓએ મારા પાસે ઘી અને મઘની ફરમાઈશ કરી. શૈખ અબુ બકર (રહ.) કહે છે કે હું એમનો હાલ સાંભળીને ઘણો દુખી થયો અને તે દુખની હાલતમાં મારી આંખ લાગી ગઈ તો મેં સપનામાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઝિયારત કરી.

હુઝૂરે અકદસ (સલ્લલ્લલાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ આટલા દુખી કેમ છો, અલી બિન ઈસા વઝીરની પાસે જાવો અને તેમને મારા તરફથી સલામ કેજો અને આ અલામત(નિશાની) બતાવજો કે તુ દરેક જુમ્આની રાત્રે ત્યાં સુઘી નથી સુતો જ્યાં સુઘી મારા પર એક હઝાર વાર દુરૂદ ન પઢી લે. અને આ જુમ્આની રાત્રે તુએ(વઝીરે) સાત સો વખત પઢ્યુ હતુ કે તારી પાસે બાદશાહનો માણસ બોલાવવા આવી ગયો તો ત્યાંથી ચાલી ગયો અને ત્યાંથી આવવા બાદ તુએ(વઝીરે) તે સંખ્યાને પૂરી કરી. આ અલામત(નિશાની) બતાવવા બાદ તેને કેહજો કે આ નવજાતનાં વાલિદને સો દીનાર(અશરફીયો) આપી દે, જેથી કરીને કે તેવણ પોતાની જરૂરતોમાં ખર્ચ કરી લે.

કારી અબુ બકર ઉઠ્યા અને તે બડે મિયાં નવજાતનાં વાલિદની સાથે લીઘા અને બન્નેવ જણાં વઝીરની પાસે પહોંચ્યા. કારી અબુ બકરે વઝીરને કહ્યુ આ બડે મિયાં ને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તમારી પાસે મોકલ્યા છે. વઝીરે ઊભો થઈ ગયો અને તેમને પોતાની જગ્યા પર બેસાડ્યા અને તેમને કિસ્સો પૂછ્યો.

શૈખ અબુ બકરે આખો કિસ્સો સાંભળ્યો જેનાંથી વઝીરને અત્યંત ખુશી થઈ અને પોતાનાં ગુલામને હુકમ કર્યો કે એક તોડો કાઢીને લાવો (તોડો હિમયાની થૈલી જેમાં દસ હઝાર જેટલા પૈસા હોય છે) તેમાંથી સો દીનાર તે નવજાતનાં વાલિદને આપી દો. ત્યાર બાદ સો હજી કાઢ્યા, જેથી કરીને કે શૈખ અબુ બકરને આપી દે, શૈખે તે લેવાથી મનાઈ કરી દીઘી.

વઝીરે જીદ કરી કે તે લઈ લે. એટલા માટે કે આ તે બશારતનાં કારણથી છે જે આપે મને આ વાકિયાનાં સંબંઘથી સંભળાવી. એટલા માટે કે આ વાકિઓ એક હઝાર દુરૂદ વાળો એક રાઝ છે જેને હું અને અલ્લાહ તઆલાનાં વગર કોઈ નથી જાણતુ. પછી સો દીનાર હજી વધારે કાઢ્યા અને આ કહ્યુુ કે આ તે ખુશખબરીનાં બદલામાં છે કે તમે મને બશારત સંભળાવી કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને મારા દુરૂદ શરીફ પઢવાની ખબર છે. અને પછા સો અશરફીયાં હજી વધારે કાઢી અને આ કહ્યુ કે આ તે મેહનતનાં બદલામાં છે જે તમને અહીંયા સુઘી આવવામાં થઈ.

એવીજ રીતે સો અશરફીયાઓ કાઢતા રહ્યા, અહિંયા સુઘી કે એક હઝાર અશરફીયો કાઢી, પણ તેવણે (શૈખ અબુ બકર) આ કહીને ના કહી દીઘુ કે અમે આ મિકદાર(સંખ્યા) એટલે સો દીનારથી વધારે નહી લેશુ જેનો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હુકમ ફરમાવ્યો. (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૭૩)

દિવસ પર રાતની ફઝીલત

નુઝહતુલ મજાલિસમાં એક અજીબ કિસ્સો લખેલો છે કે રાત અને દિવસમાં પરસ્પર ચર્ચા(મુનાજરો) થઈ કે અમારામાંથી કયુ અફઝલ છે.

દિવસે પોતાની અફઝલિયતનાં માટે કહ્યુ કે મારામાં ત્રણ ફર્ઝ નમાઝો છે અને તારામાં બે અને મારામાં જુમ્આનાં દિવસે એક ઈજાબત(કબૂલિયત) ની ઘડી છે જેમાં માણસ જે માંગે તે મળે છે (આ સહીહ અને મશહૂર હદીષ છે) અને મારા અંદર રમઝાનુલ મુબારકનાં રોઝા રાખવામાં આવે છે, તો લોકોનાં માટે સુવા અને ગફલતનો ઝરિયો છે અને મારી સાથે જાગૃતી અને તકેદારી (તયક્કુઝ અને ચોકન્નાપન) છે અને મારામાં હરકત છે અને હરકતમાં બરકત છે. અને મારામાં સુર્ય નિકળે છે જે આખી દુનિયાને રોશન કરી દે છે.

રાતે કહ્યુ કે જો તુ પોતાનાં સુર્ય પર ફખર કરે છે તો મારા સુર્ય અલ્લાહ વાળાઓનાં દિલો છે તહજ્જુદ વાળાઓ અને અલ્લાહની હિકમતોમાં ઘ્યાન કરવા વાળાઓનાં દિલો છે, તુ તે આશિકોની શરાબ સુઘી ક્યાં પહોંચી શકે છે જે એકાંતનાં સમયમાં મારી સાથે હોય છે. તુ મેઅરાજની રાતનો શું મુકાબલો કરી શકે. તુ અલ્લાહ તઆલાનાં પાક ઈરશાદનો શું જવાબ દેશે જે તેવણે પોતાનાં પાક રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી ફરમાવ્યુ “وَمِنَ الَّیۡلِ فَتَهَجَّدۡ بِه نَافِلَۃً لَّکَ” કે રાતનાં તહજ્જુદ પઢો જે નફલનાં તૌર પર છે તમારા માટે, અલ્લાહ તઆલાએ મને તારાથી પેહલા પેદા કર્યો. મારા અંદર લયલતુલ કદર છે જેમાં માલિકની અજ્ઞાત (નામાલૂમ) શું શું અતાવો હોય છે અલ્લાહ તઆલાનો પાક ઈરશાદ છે કે તેઓ દરેક રાતની છેલ્લી પહોરમાં આવી રીતે ઈરશાદ ફરમાવે છે કોઈ છે માંગવા વાળો જેને આપું. કોઈ છે તૌબા કરવા વાળો જેની તૌબા કબૂલ કરૂં. શું તને અલ્લાહનાં આ પાક ઈરશાદની ખબર નથી “یٰۤاَیُّها الۡمُزَّمِّلُ ۙ﴿۱﴾‏‎قُمِ الَّیۡلَ اِلَّا قَلِیۡلًا ۙ﴿۲﴾‏”. શું તને અલ્લાહનાં આ ઈરશાદની ખબર નથી કે જેમાં અલ્લાહ તઆલાએ ઈરશાદ ફરમાવ્યુ “سُبۡحٰنَ الَّذِیۡۤ اَسۡرٰی بِعَبۡدِهٖ لَیۡلًا مِّنَ الۡمَسۡجِدِ الۡحَرَامِ اِلَی الۡمَسۡجِدِ الۡاَقۡصَا” પાક છે તે ઝાત જે રાતને લઈ ગઈ પોતાનાં બંદાને મસ્જીદે હરામથી મસ્જીદે અકસા સુઘી. (ફઝાઈલે દુરૂદ, પેજ નં- ૧૯૨)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...