હજરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) નો વિશેષ દુરૂદ

عن عبد الله بن مسعود قال: إذا صليتم على رسول الله صلى الله عليه وسلم فأحسنوا الصلاة عليه فإنكم لا تدرون لعل ذلك يعرض عليه قال: فقالوا له: فعلمنا قال: قولوا: اللهم اجعل صلواتك ورحمتك وبركاتك على سيد المرسلين وإمام المتقين وخاتم النبيين محمد عبدك ورسولك إمام الخير وقائد الخير ورسول الرحمة اللهم ابعثه مقاما محمودا يغبطه به الأولون والآخرون اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وآل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وآل إبراهيم إنك حميد مجيد (سنن ابن ماجة، الرقم: ۹٠٦، وإسناده حسن كما في الترغيب و الترهيب، الرقم: ۲۵۸۸)

હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) થી રિવાયત છે કે તેવણે (એક વખત પોતાના શાગિર્દોથી) કહ્યુ ! જ્યારે તમો રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલો, તો સારી રીતે દુરૂદ મોકલો(ધ્યાન, તવજ્જુહ, મોહબ્બત અને અદબની સાથે). કારણકે તમે નથી જાણતા કે થઈ શકે કે તે દુરૂદ નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ખિદમતમાં પેશ કરવામાં આવશે (રાવી કહે છે) તો તેવણે (હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) નાં શાગિર્દોએ) એમને કહ્યુઃ અમને સિખડાવો કે કેવી રીતે અમે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલે, તો હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) એમને કહ્યુ કે (નીચ આપેલા શબ્દોમાં) દુરૂદ મોકલોઃ

اَللّٰهُمَّ اجْعَلْ صَلَوَاتِكَ وَرَحْمَتَكَ وَبَرَكَاتِكَ عَلٰى سَيِّدِ الْمُرْسَلِيْنَ وَإِمَامِ الْمُتَّقِيْنَ وَخَاتَمِ النَّبِيِّيْنَ مُحَمَّدٍ عَبْدِكَ وَرَسُوْلِكَ إِمَامِ الْخَيْرِ وَقَائِدِ الْخَيْرِ وَرَسُوْلِ الرَّحْمَةِ اَللّٰهُمَّ ابْعَثْهُ مَقَامًا مَّحْمُوْدًا يَغْبِطُهُ فِيْهِ الْأَوَّلُوْنَ وَالْآخِرُوْنَ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَعَلٰى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلٰى إِبْرَاهِيْمَ وَعَلٰى آلِ إِبْرَاهِيْمَ إِنَّكَ حَمِيْدٌ مَجِيْدْ اَللّٰهُمَّ بَارِكْ عَلٰى مُحَمَّدٍ وَعَلٰى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلٰى إِبْرَاهِيْمَ وَعَلٰى آلِ إِبْرَاهِيْمَ إِنَّكَ حَمِيْدٌ مَجِيْ

હે અલ્લાહ ! પોતાની ખુસૂસી રહમતોં અને બરકતો નાઝિલ ફરમાવો રસૂલોનાં સરદાર, મુત્તકિયોનાં ઈમામ અને અંતિમ નબી મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર જેઓ આપનાં બંદા અને રસૂલ છે. ખૈરનાં આગવી તથા ઈમામ અને નબીએ રહમત છે. હે અલ્લાહ ! તેમને મકામે મહમૂદ અતા ફરમાવજો, જેનાં પર અવ્વલીન તથા આખિરીન રશ્ક કરશે. હે અલ્લાહ ! મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઔલાદ પર દુરૂદ મોકલો જેવી રીતે તમે હઝરત ઈબરાહીમ (અલૈ.) અને તેમની ઔલાદ પર દુરૂદ મોકલ્યુ. બેશક આપ તારીફનાં કાબિલ અને બુઝુર્ગો બરતર છે. હે અલ્લાહ ! તમે બરકત નાઝિલ ફરમાવજો હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર અને તેમની ઔલાદ પર જેવી રીતે તમે બરકત નાઝિલ ફરમાવી હઝરત ઈબરાહીમ (અલૈ.) પર અને તેમની ઔલાદ પર. બેશક તમો તારીફનાં કાબિલ અને બુઝુર્ગો બરતર છો.

અલ્લામા કસતલ્લાની (રહ.) નો ઈલાજ

અલ્લામા કસતલ્લાની (રહ.) જે મશહર મુહદ્દિષ છે મવાહિબે લદુન્નિયહમાં લખે છે કે હું એક વખત એટલો સખત બીમાર થયો કે તબીબ ઈલાજથી આજીઝ થઈ ગયા અને કેટલાક વર્ષો સુઘી મુસલસલ બીમાર થઈ ગયો. હું એક વખત ૨૮ જમાદિલ ઉલા સન ૮૯૩ હિજરીનાં જ્યારે કે હું મક્કા મુકર્રમહમાં હાજર હતો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં વસીલાથી દુઆ કરી. ત્યારબાદ હું સુતેલો હતો કે મેં સપનામાં જોયુ કે એક માણસ છે જેનાં હાથમાં એક કાગળ છે જેમાં આ લખેલુ હતુ કે આ દવા અહમદ બિન અલ કસતલ્લાનીનાં માટે હુઝૂર અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની તરફથી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં ઈરશાદથી અતા થઈ છે. મેં સપનાથી જાગ્યો તો બીમારીનો અસર પણ બાકી ન હતો. (ફઝાઈલે હજ્જ, પેજ નં-૧૨૭)

દુરૂદ શરીફની વિપુલતાનાં કારણે અઝાબ થી નજાત(મુક્તિ)

એક વ્યક્તિને સપનાં માં બહુજ કદરૂપું અને બદસૂરત વ્યક્તિને જોયો, તેમણે પુછ્યુઃ તમે કોણ છો? તેવણે જવાબ આપ્યોઃ તમારા ખરાબ આમાલ(કાર્યો). તેમણે સવાલ કર્યોઃ તમારાથી બચવાની શું શક્લ છે? તેવણે જવાબ આપ્યોઃ મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર વધારે પ્રમાણમાં દુરૂદ મોકલવુ(દુરૂદ શરીફની કષરતનાં કારણે તમે મારાંથી બચી શકશો). (અદ દુર્રુલ મનદૂદ, પેજ નં-૧૧૧, અલ કવલુલ બદીઅ, પેજ નં-૨૬૦)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...