દરેક સારા કાર્યોને ઈસ્તિગ્ફાર સાથે સમાપ્ત કરવા

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“જેટલું પણ સારામાં સારું કામ કરવાની અલ્લાહ તઆલા તૌફીક આપે, હંમેશા તેની પૂર્તી ઈસ્તિગ્ફાર પર જ કરવામાં આવે. એટલે કે આપણા દરેક કામનો છેલ્લો ભાગ ઈસ્તિગ્ફાર  હોય. અર્થાત એવું સમજવું જોઈએ કે મારાથી નિશ્રિતપણે જ આ કામની અદાયગીમાં ઊણપો (કમી) રહી ગઈ છે. આમ, આ ઊણપો બદલ અલ્લાહની હુઝૂર નમ્રભાવે ક્ષમાયાચના કરવામાં આવે. અલ્લાહ તઆલાનાં માનવંત રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નમાઝની સમાપ્તિ પર પણ અલ્લાહથી ઈસ્તિગ્ફાર  કરતા હતા.

એટલા માટે તબ્લીગનું કામ પણ હંમેશા ઈસ્તિગ્ફાર પર જ પૂરું કરવામાં આવે. બંદો કોઈ પણ રીતે અલ્લાહ તઆલાનાં કામનો હક અદા કરી શકવા સમર્થ નથી. એ જ રીતે એક કામમાંની મશગૂલીને કારણે સંખ્યાબંઘ અન્ય કામો પણ છૂટી જતાં હોય છે. તો આવી બાબતોની ભરપાઈ માટે પણ દરેક સારા કામનાં અંતે અલ્લાહ તઆલાથી નમ્રતાપૂર્વક ક્ષમા માંગવી જોઈએ.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં- ૩૧)

Source: https://ihyaauddeen.co.za/?p=9913


 

Check Also

ખાનકાહી લાઇનમાં રાહઝન વસ્તુઓ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હું તમારા ભલા માટે કહું …