હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ
“કેટલાક લોકો એવું સમજે છે કે કેવળ (દીનની વાત) પહોંચાડી દેવાનું નામ તબ્લીગ છે. આ મોટી ગલતફહમી છે. તબ્લીગ આ છે કે પોતાની શક્તિ, સલાહિયત અને યોગ્યતાની હદ સુઘી લોકોને દીનની વાત એ રીતે પહોંચાડવામાં આવે, જે રીતે પહોંચાડવાથી લોકોના માનવાની ઉમ્મીદ હોય. હઝરાતે અમ્બિયાએ કિરામ (અલૈ.) આ જ તબ્લીગ લઈને દુનિયામાં તશરીફ લાવ્યા.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં- ૧૨૯)
Source: https://ihyaauddeen.co.za/?p=12005