મુસલમાનની ગર્ભવતી ખ્રિસ્તી કે યહૂદી બિવીને ક્યાં દફન કરવામાં આવે?

અગર કોઈ યહૂદી કે ખ્રિસ્તી બિવી કોઈ મુસલમાનનાં નિકાહમાં હોય અને ગર્ભાવસ્થામાં તેનો ઈન્તેકાલ થઈ જાય, તો આ સૂરતમાં મસઅલો આ છે કે

અગર બચ્ચુ માં નાં પેટમાં જીવિત હોય, તો તેને ઓપરેશન મારફતે કાઢવામાં આવશે અને યહૂદી કે ખ્રિસ્તી બિવીને કાફિરોનાં કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે.

અગર બાળક જીવીત ન હોય, તો યહૂદી કે ખ્રિસ્તી બિવીને બાળકની સાથે દફનાવવામાં આવશે, આ સુરતમાં તદફીનનાં સિલસિલામાં બન્નેવ સૂરતોમાંથી કોઈ એક સૂરત થશેઃ

(૧) અગર બિવી ગર્ભાવસ્થામાં ચાર મહીના પસાર થવા પેહલા મૃત્યુ પામી જાય. તો આ સૂરતમાં બિવીને કાફિરોનાં કબ્રસ્તાનમાં દફન કરી દેવામાં આવશે, કારણકે હજી સુઘી બાળકમાં રૂહ નથી નાંખવામાં આવી.

(૨) અગર બિવી ગર્ભાવસ્થામાં ચાર મહીનાં પસાર થવા બાદ મરી જાય અને બાળક પણ માં નાં પેટમાં મરી જાય, (તો આ સૂરતમાં બાળક પોતાનાં મુસલમાન બાપનાં મઝહબનાં તાબેઅ થશે, કારણકે ચાર મહીના પછી બાળકનાં અંદર રૂહ નાંખી દેવામાં આવશે). હવે બિવીને બાળક સાથે ક્યાં દફન કરવામાં આવશે, તો આ સિલસિલામાં ફિકહની કિતાબોમાં ત્રણ અકવાલ મૌજૂદ છેઃ

(અ) બિવીને કાફિરોનાં કબ્રસ્તાનમાં દફન કરી દેવામાં આવશે, કારણકે તે કાફિરા છે.

(બ) બિવીને મુસલમાનોનાં કબ્રસ્તાનમાં દફન કરી દેવામાં આવશે, કારણકે બાળક મુસલમાન છે.

(ડ) બિવીને ન તો મુસલમાનોનાં કબ્રસ્તાનમાં દફન કરવામાં આવશે અને ન તો કાફિરોનાં કબ્રસ્તનામાં, બલકે તેને અલગ દફન કરવામાં આવશે અને તેને કબરમાં એ હયઅત (હાલત) પર દફન કરી દેવામાં આવશે કે તેની પીઠ કિબ્લાની તરફ કરી દેવામાં આવે, જેથીકે બાળકનો ચેહરો કિબ્લાની તરફ થઈ જાય. હનફિય્યાનાં મસલકમાં આજ કોલ (વાત) રાજેહ છે. [૧]

ગર્ભવતી બિવીના ઈન્તેકાલની સૂરતમાં બાળકનો હુકમ

અગર ગર્ભવતી બિવી મરી જાય અને તેનાં પેટમાં બાળક જીવિત હોય, તો બાળકને ઓપરેશન મારફતે કાઢવામાં આવશે અને અગર બાળક જીવિત ન હોય, તો તેને કાઠવામાં નહી આવશે. [૨]

 

Source: http://ihyaauddeen.co.za/?p=3045


 

[૧] واختلف المشايخ في دفنهم قال بعضهم في مقابر المشركين وقال بعضهم في مقابر المسلمين وقال بعضهم يتخذ لهم مقبرة على حدة (الفتاوى الهندية ۱/۱۵۹)

اختلط موتانا بكفار ولا علامة اعتبر الأكثر فإن استووا غسلوا واختلف في الصلاة عليهم وحل دفنهم كدفن ذمية حبلى من مسلم قالوا والأحوط دفنها على حدة ويجعل ظهرها إلى القبلة لأن وجه الولد لظهرها

قال العلامة ابن عابدين – رحمه الله -: (قوله:كدفن ذمية) جعل الأول مشبها بهذا لأنه لا رواية فيه عن الإمام بل فيه اختلاف المشايخ قياسا على هذه المسألة فإنه اختلف فيها الصحابة رضي الله تعالى عنهم على ثلاثة أقوال فقال بعضهم تدفن في مقابرنا ترجيحا لجانب الولد وبعضهم في مقابر المشركين لأن الولد في حكم جزء منها ما دام في بطنها وقال واثلة بن الأسقع يتخذ لها مقبرة على حدة  قال في الحلية وهذا أحوط والظاهر كما أفصح به بعضهم أن المسألة مصورة فيما إذا نفخ فيه الروح وإلا دفنت في مقابر المشركين.قوله ( لأن وجه الولد لظهرها ) أي والولد مسلم تبعا لأبيه فيوجه إلى القبلة بهذه الصفة ط (رد المحتار ۲/۲٠۱)

وإذا اختلط قتلى المسلمين بقتلى الكفار أو موتاهم بموتاهم فإن كان المسلمون أكثر يصلي عليهم وينوي المسلمين وإلا فلا إلا من عرف أنه من المسلمين ويتخذ لهم مقبرة على حدة كذمية ماتت حبلى بمسلم (مراقي الفلاح صـ ٦۳٠)

قال العلامة الطحطاوي – رحمه الله -: قوله ( كذمية الخ ) هذه المسئلة اختلف فيها الصحابة رجح بعضهم جانب الولد فقال تدفن في مقابر المسلمين وبعضهم جانبها فإن الولد في حكم جزئها ما دام في بطنها فتدفن في مقابر المشركين وقال عقبة بن عامر يتخذ لها مقبرة على حدة أفاده في الشرح أي ويجعل ظهرها إلى القبلة لأن وجه الولد إليه (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ٦۳٠)

[૨] (حامل ماتت وولدها حي) يضطرب (شق بطنها) من الأيسر (ويخرج ولدها) ولو بالعكس وخيف على الأم قطع وأخرج لو ميتا وإلا لا كما في كراهة الاختيار (الدر المختار ۲/۲۳۸)

قال العلامة ابن عابدين – رحمه الله -: (قوله: ولو بالعكس) بأن مات الولد في بطنها وهي حية قوله (قطع) أي بأن تدخل القابلة يدها في الفرج وتقطعه بآلة في يدها بعد تحقق موته (قوله: لو ميتا) لا وجه له بعد قوله ولو بالعكس ط قوله (وإلا لا) أي ولو كان حيا لا يجوز تقطيعه لأن موت الأم به موهوم فلا يجوز قتل آدمي حي لأمر موهوم (رد المحتار ۲/۲۳۸)

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …