જુમાના દિવસે કસરત દુરૂદ શરીફની

عن أوس بن أوس رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم إن من أفضل أيامكم يوم الجمعة فأكثروا علي من الصلاة فيه فإن صلاتكم معروضة علي قال: فقالوا: يا رسول الله: وكيف تعرض صلاتنا عليك، وقد أرمت قال: يقولون بليت قال: إن الله تبارك وتعالى حرم على الأرض أجساد الأنبياء صلى الله عليهم (سنن أبي داود، الرقم: 1531، وإسناده صحيح كما في خلاصة الأحكام للنووي 1/441)

હઝરત બીન ઓસ રઝ઼િયલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યું: બેશક બધાથી વધારે બરકતવાળો અને ફઝીલત વાળો દિવસ, જુમાનો દિવસ છે. તેથી આ દિવસે મારા પર વધારેમાં વધારે દુરૂદ મોકલો. એટલા માટે કે તમારુ દુરૂદ મારી સામે હાજર કરવામાં આવે છે. સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અન્હુમે સવાલ કર્યો: હે અલ્લાહ ના રસૂલ! અમારુ દુરૂદ કેવી રીતે તમારી સામે પેશ કરવામાં આવશે જ્યારે કે તમે (મોત પછી કબર માં) બોસીદા થઈ ગયા હશો? તો આપ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું કે “અલ્લાહ તઆલાએ નબિયોના (અલૈહિમુસ્સલામ) જિસ્મોને જમીન પર હરામ કરી દીધા છે.”

વધારે પ્રમાણમાં દુરૂદ પઠવાનાં કારણે ઈન્આમો (સોગાતો)

અબુલ અબ્બાસ અહમદ બિન મન્સૂર નો જ્યારે ઈન્તેકાલ થઈ ગયો તો શીરાઝ નાં લોકોમાંથી એક માણસે એમને ખ્વાબમાં(સ્વપ્નમાં) જોયા કે તેઓ શીરાઝ ની જામેઅ મસ્જીદમાં મેહરાબમાં ઊભા હતા અને એમના પર એક પોશાક છે અને માથાનાં ઊપર એક તાજ છે જે હીરા મોતીઓથી જડેલો છે.

ખ્વાબ (સ્વપ્ન) જોવા વાળાએ એમનાથી પુછ્યુ, એમણે કહ્યુઃ અલ્લાહ તઆલાએ મારી મગફિરત ફરમાવી દીઘી અને મારો ખૂબ જ ઈકરામ ફરમાવ્યો (ઈઝઝત કરી) અને મને તાજ આપવામાં આવ્યો અને આ બઘુ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર વધારે પ્રમાણમાં દુરૂદ શરીફનાં કારણે. (ફઝાઈલે દુરૂદ, પેજ નઃ૧૫૬)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِم

Source: http://whatisislam.co.za/index.php/durood/item/384 & http://ihyaauddeen.co.za/?p=4504

Check Also

દુરૂદ શરીફ પઢવા માટે મખસૂસ (નિશ્ચિત) સમયની તાયીન (નિયુક્તિ)

عن محمد بن يحيى بن حبان عن أبيه عن جده رضي الله عنه أن رجلا قال يا رسول الله صلى الله عليه وسلم أجعل ثلث صلاتي عليك قال نعم إن شئت قال الثلثين...