તરાવીહની નમાઝમાં મોડેથી આવવુ

સવાલ– જ્યારે હું તરાવીહની નમાઝનાં માટે મસ્જીદ પહોચ્યો, તો ચાર રકાતો ખતમ થઈ ચુકી હતી, મેં પેહલા ચાર રકાત ઈશાની અદા કરી, પછી તરાવીહની નમાઝ શરૂ કરી. જ્યારે મેં તરાવીહ શરૂ કરી, તો સાતમી રકાત ચાલી રહી હતી. ઈમામની ઈક્તદામાં (પછાળી) તરાવીહની નમાઝ અદા કરવા પછી પણ મારા ઝિમ્મે તરાવીહની છ રકાતો બાકી છે. હવે મારો સવાલ આ છે કે હું ઉપરોકત સૂરતમાં શું કરૂં? ઈમામની સાથે વિત્રની નમાઝ બાજમાઅત અદા કરૂં પછી છ રકાત તરાવીહની પઢું અથવા પેહલા છ રકાત તરાવીહની નમાઝ પઢું પછી વિત્રની નમાઝ એકલો પઢું?

જવાબ- તમો પેહલા વિત્રની નમાઝ ઈમામની સાથે પઢો. પછી તરાવીહની બાકી રકાતો અદા કરો.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(التراويح سنة) مؤكدة لمواظبة الخلفاء الراشدين (للرجال والنساء) إجماعا (ووقتها بعد صلاة العشاء) إلى الفجر (قبل الوتر وبعده) في الأصح فلو فاته بعضها وقام الإمام إلى الوتر أوتر معه ثم صلى ما فاته (ويستحب تأخيرها إلى ثلث الليل) أو نصفه ولا تكره بعده في الأصح (ولا تقضى إذا فاتت أصلا) ولا وحده في الأصح (فإن قضاها كانت نفلا مستحبا وليس بتراويح) كسنة مغرب وعشاء (الدر المختار ٢/٤٣)

وإذا فاتته ترويحة أو ترويحتان وقام الإمام إلى الوتر يتابعه في الوتر أم يأتي بما زاد فإنه من الترويحات؟ فقد اختلف مشايخ زماننا فيه وذكر في واقعات الناطفي عن أبي عبد الله الزعفراني أنه يوتر مع الإمام ثم يقضي ما فاته من الترويحات (المحيط البرهاني ١/٤٦٦)

وإذا فاتته ترويحة أو ترويحتان فلو اشتغل بها يفوته الوتر بالجماعة يشتغل بالوتر ثم يصلي ما فات من التراويح وبه كان يفتي الشيخ الإمام الأستاذ ظهير الدين (الفتاوى الهندية ١/١١٧)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/1683

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?