રોઝાની હાલતમાં દાંતોનો ઈલાજ

સવાલ– હું દાંતનો ડોકટર છું. એક દર્દીને તાત્કાલિક સારવારની જરૂરત છે. ઉદાહરણ તરીકે તેનાં દાંતોનાં દરમિયાન ઘા(ઝખમ) છે અને તેમાં પરૂ ભરાઈ ગયુ છે. હવે તેને તાત્કાલિક સાફ કરવુ છે.

તો શું રોઝાની હાલતમાં તેની સારવાર કરવુ દુરૂસ્ત છે? (આ વાત ધ્યાનમાં રહે કે તે દર્દીને ઈન્સ્યુલિન લગાવવુ જરૂરી થશે અને જે જગ્યાએ સફાઈ કરવામાં આવશએ, ત્યાંથી લોહી નિકળશે. તથા દર્દીનાં મોં માં પાણી નાંખવાની પણ જરૂરત પડી શકે છે).

તો શું તે રોઝાની કઝા વાજીબ થશે?

તો શું રોઝાનાં દરમિયાન સામાન્ય હાલતમાં (જ્યારે કે તાત્કાલિક ન હોય) હંમેશની જેમ સારવાર કરવુ દુરૂસ્ત છે, જ્યારે કે આ વાતની પૂરે પૂરી કોશિશ કરવામાં આવશે કે દર્દીનાં ગળામાં પાણી ન જાય?

જવાબ- રોઝેદાર વ્યક્તિનાં માટે બેહતર આ છે કે દાંતની સફાઈ વગૈરહને રોઝાનાં પૂરા થવા સુઘી લંબાવે.  અલબત્તા અગર તાત્કાલિક સારવારની જરૂરત હોય, તો આ વાતની પૂરેપૂરી કોશિશ કરવામાં આવે કે દર્દીનાં ગળામાં પાણી અથવા લોહી ન જાય. અને અગર સંપૂર્ણ સાવધાની હોવા છતા ગળામાં પાણી યા લોહી ચાલી જાય, તો તે દિવસનાં રોઝાની માત્ર કઝા વાજીબ થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(وإن أفطر خطأ كأن تمضمض فسبقه الماء)

قال العلامة ابن عابدين -رحمه الله – (قوله وإن أفطر خطأ) شرط جوابه قوله التي قضى فقط وهذا شروع في القسم الثاني وهو ما يوجب القضاء دون الكفارة … (قوله فسبقه الماء) أي يفسد صومه إن كان ذاكرا له (رد المحتار ۲ /٤٠۱)

وإن تمضمض أو استنشق فدخل الماء جوفه إن كان ذاكرا لصومه فسد صومه وعليه القضاء (الفتاوى الهندية ج۱ /۲٠۲)

قال في الهداية وإن أكل مخطئا أو مكرها فعليه القضاء عندنا فالمخطئ هو أن يكون ذاكرا للصوم غير قاصد للشرب كما إذا تمضمض وهو ذاكر للصوم فسبق الماء إلى حلقه (الجوهرة النيرة ۱/ ۱۳۸)

(ولو كان) أي الأكل والشرب (مخطئا أو مكرها) بفتح الراء (فعليه القضاء )الفرق بين النسيان والخطأ أن الناسي قاصد للفعل ناس الصوم، والمخطئ ذاكر للصوم غير قاصد للفعل صورة المخطئ إذا تمضمض فسبق الماء حلقه وصورة المكره صب الماء في حلق الصائم كرها (البناية ٤/ ۳۷)

باب ما يفسد الصوم من غير كفارة وهو سبعة وخمسون شيئا… أفطر خطأ بسبق ماء المضمضة إلى جوفه قال العلامة الشرنبلالي- رحمه الله – أفطر خطأ بسبق ماء المضمضة أو الاستنشاق إلى جوفه أو دماغه لوصول المفطر محله والمرفوع في الخطأ الإثم (مراقي الفلاح ص ۲۵۱)

(ويجب القضاء فقط) بغير كفارة (لو أفطر خطأ) كما إذا تمضمض فدخل الماء حلقه وعند أحمد والشافعي في قول في الخطأ لا يفسده كالنسيان (مجمع الأنهر۱/ ۲٤۱)

قال أصحابنا إذا تمضمض أو استنشق فوصل الماء إلى جوفه أو دماغه أفطر وهو قول الشافعي في القديم والأم وقال في البويطي والأمالي واختلاف العراقيين لا يفطر ومن أصحابه من قال لا فرق بين أن يبالغ ولا يبالغ في أنه لا يفطر (التجريد للقدوري ۳/ ۱۵۳٦)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/810

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?